________________
૧૨૪
તા.૧૭-૧૨-૩૩'
શ્રી સિદ્ધચક્ર તરીકે ઓળખાતી છતાં પણ દૂધ દેવારૂપ વિગેરે કાર્યમાં નિષ્ફળ નીવડે છે, તેવીજ રીતે જિનેશ્વરી વિગેરેની સ્થાપના તેઓને ઓળખવા વિગેરેમાં ઉપયોગી થવા છતાં સમ્યગુદર્શન આદિરૂપ ફળ દેવામાં તો તે નિરૂપયોગીજ ગણાય, અને તેથી સ્થાપનાને સ્થાપનારૂપે માનવા છતાં પણ પૂજ્યરૂપે તો માની શકાયજ નહિ, આવું કહેનારાઓ વસ્તુતાએ જૈનધર્મને સમજયા જ નથી, કેમકે ગાય વિગેરેથી દૂધ વિગેરેની પ્રાપ્તિની માફક જો ભગવાન વિગેરેથી સમ્યગુદર્શન આદિની પ્રાપ્તિ માનવામાં આવે તો દોહેલી ગાય જેમ દૂધ વિનાની થઈ, ફરી દૂધ પેદા ન કરે ત્યાં સુધી નિઃસાર મનાય છે, અને તેને દોહીએ તો પણ તે વખતે લેશમાત્ર પણ દૂધ મળતું નથી, તેવી રીતે કોઈપણ તીર્થકર કે કેવળી આદિની આરાધના કરવાથી કોઇપણ એક જીવને સમ્યગુદર્શન આદિ પ્રાપ્ત થાય, તે વખતે તે કેવળી વિગેરે સમ્યગુદર્શન વિગેરે રહિત થઈ ગયા એમ માનવું જોઈએ, અને ફરી તેઓ સમ્યગદર્શન વિગેરે ફરી પેદા કરે ત્યારેજ આરાધવાલાયક બને એમ માનવું જોઇએ, પણ આવું માનવું કોઇપણ મનુષ્ય સ્વીકારી શકે નહિ, તેમજ ન્યાયરીતિએ એક આત્મા કે પદાર્થનો ગુણ બીજા આત્મા કે પદાર્થમાં જઈ શકતોજ નથી. તેમજ જૈનદર્શન પ્રમાણે સમ્યગુદર્શન આદિ ગુણો પણ એક આત્માથી બીજા આત્મામાં જઈ શકતા નથી, તો એવા સંક્રમણ નહિ થઈ શકનારા ગુણના અધિકારમાં સંક્રમણ થઈ શકનારા દૂધ આદિ દ્રવ્યોનું દષ્ટાંત દેવું તે અક્કલની બહારજ છે. મકાન વિગેરે બનાવવામાં જેમ તેનાં પ્લાનો કાગળ વિગેરેમાં કરી, મકાન વિગેરે બનાવનારાઓ તે પ્લાન ઉપર બરોબરજ આધાર રાખે છે. તેવી રીતે મલિનતાનો નાશ કરી, નિર્મળતાને પ્રાપ્ત કરનારા મહાપુરુષોના આકારો, અને તેનાથી જણાતાં તેના વર્તનો ઉપર આધાર રાખનારા મનુષ્યોજ પોતાના આત્માની મલિનતા મટાડી નિર્મળતાને પ્રાપ્ત કરવા તેવો રસ્તો લઈ શકે છે. યાદ રાખવું કે મકાનની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી મકાન બાંધનારો વારંવાર પ્લાન તરફ દ્રષ્ટિ કરે છે, તેવી રીતે આત્માને નિર્મળ કરવાની ચાહનાવાળો પુરુષ નિર્મળતાના પ્લાનરૂપ તીર્થંકર મહારાજા વિગેરેની મૂર્તિરૂપ પ્લાનોને પોતે નિર્મળ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ પણ દૂર કરી શકે નહિ. આ ઉપરથી પવિત્ર પુરૂષોની મૂર્તિની પ્રતિદિન દર્શનીયતા નિર્મળપણાંની આકાંક્ષાવાળાને કેટલી જરૂરી છે તે સ્પષ્ટ સમજાશે. કેટલાકો મૂર્તિની દર્શનીયતા માન્યા છતાં પણ તેની પૂનીયતા માનવામાં આનાકાની કરે છે, પણ તેઓએ વાસ્તવિક રીતે મૂર્તિના ગુણો તરફ ધ્યાન રાખેલું નથી, તેથી તેઓએ આ લેખના આગલા ભાગના લખાણ તરફ વિશેષ ધ્યાન જરૂરી છે. સ્થાપનાની પૂજનીયતા
જિનેશ્વરો વિગેરેની સ્થાપના પ્લાનની માફક જો દર્શનીય જ માને, પણ પૂજ્ય ન માને તેઓએ વિચારવું જોઈએ કે ભાવની પૂજ્યતા માની છે કે નહિ? જો તીર્થકર વિગેરેની ભાવઅવસ્થા વંદનીય, નમનીય, પૂજ્યનીય અને ધ્યેય હોય તો પછી તેઓની સ્થાપનાની વંદનીયતા વિગેરે કેમ ન હોય? જો કે પોતાના પરમેશ્વરને જેઓ રાગદ્વેષ રહિત માનતા નથી, તેઓને સ્થાપના અને ભાવમાં ફરક પડે તેમ માની પણ લે, તત્ત્વથી તો પરમેશ્વરને રાગદ્વેષ રહિત નહિ માનનારા પણ પરમેશ્વરને સર્વજ્ઞા