SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧છે. તા. ૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક ગ્રાહકોની માંગણીનો સ્વીકાર. નોંધઃ- શ્રી સિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર સમાધાન આદિના વિભાગમાં પ્રશ્ન સમાધાન નંબર પાત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી માટે દેશના વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે. તંત્રી સાગર-સમાધાન. પ્રશ્ન ૧- વર્તમાન કાલે મોક્ષાર્થી જીવે સાધ્ય કેવું રાખવું ? સમાધાન- સાગરની મુસાફરીમાં વહાણવટીઓ, પોતાને જવાલાયક દેશ હજારો માઈલ દૂર હોય, ચોગરદમ સમુદ્રમાં તોફાન હોય, હથેલી પણ સુઝે નહિ તેવું ઘોર અંધારૂ હોય કે જેથી પૂર્વ-પશ્ચિમ દિશાનું ભાન પણ ન થાય, તેવે પ્રસંગે હોકાયંત્રથી તેની (વહાણવટીની) બધી મુશ્કેલીઓ દૂર કરે છે, બલ્લે તેને જે દિશામાં જવું હોય તેજ દિશામાં હોકાયંત્રની મદદથી જવાય છે, તેવી રીતે સાચા સુખનો અર્થી કહો કે મોક્ષાર્થી કહો એવા ભાગ્યશાળી જીવોએ પણ (વર્તમાનકાલમાં મોક્ષ ન પામી શકાય તેવા પ્રસંગો અનુભવતો હોય; સંસારની અનેકવિધ આધિ-વ્યાધિ અને ઉપાધિઓના ઉચાપહાડો નજર આગળ તરી રહ્યા હોય છતાં પણ) જન્મજરા મરણાદિના દુઃખથી રહિત અવ્યાબાધ સુખની પ્રાપ્તિના આ દ્વિતીય સ્થાનરૂપ મોક્ષના (મારો મોક્ષ થાય !! મારો મોક્ષ થાય !) સાધ્ય૩૫ સીધો કાંટો પણ હદયરૂપ યંત્રમાંથી ખસેજ નહિ એવું લક્ષ્ય રાખવું જોઇએ, અને તે માટે દૃષ્ટાંત તરીકે શ્રીગજસુકુમાળજી, તારજજી, ને શ્રીસમરાદિત્ય કેવલી આદિના જ્વલંત દૃષ્ટાંતો અતિ ઉપયોગી છે. પ્રશ્ન ૨- અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી ? અને તેને સાધારણ વનસ્પતિકાય કેમ કહેવાય છે ? સમાધાન- વર્ષાઋતુમાં થયેલી લીલફુગ વિગેરે ભરશિયાળામાં હિમ પડવાથી બળીને ભસ્મીભૂત થાય, ઉનાળામાં સુકાઈ જાય પણ વરસાદ આવે તો પાછી તેવીને તેવી જ સ્થિતિમાં ઉગે છે. બીજા વૃક્ષોની માફક બી, રસાળ જમીન, હવાપાણી, મુલી વિગેરેની તેને જરૂર નથી. ઘર, વાડી અને બંગલામાં રહેલ હરકોઈ ાં જ્યાં જગા મળી ત્યાં તે પોતાનું (અનંતકાય) સ્થાન જમાવી દે છે. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે આખું જગત સૂક્ષ્મ અનંતકાયથી વ્યાપ્ત છે અને ચર્મચક્ષુથી દેખાઈ આવે છે તે બાદર છે; આહાર, શરીર, ઈદ્રીય, શ્વાસોશ્વાસ અને મરણ સંબંધી દરેક કાર્ય સર્વ જીવોનું એકીસાથે એક સરખું છે તેથી તે સાધારણ કહેવાય છે; તથા અનાદિકાલના નિગોદીઆ, સંસારની રમત રમી આવેલ મિથ્યાત્વીઓ અને સમકિતથી પતિત થઈ આવેલા સર્વ જીવો આ સાધારણ સ્થાનમાં સાધારણ દશાને અનુભવે છે ! પ્રશ્ન ૩- કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે ? સમાધાન- હા આપે, શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે, તેવું જાણે છતાં પોતાના પુત્ર ભરત ચક્રવર્તીનો પુત્ર નામે મરીચી ભવિષ્યમાં પરિણામ,-વેષ અને તદ્રુપ ચારિત્ર પ્રવૃત્તિથી જરૂર પડશે, ઉત્સુત્રની પ્રરૂપણા કરી અનેકોને ઉન્માર્ગગામી બનાવશે તેમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતિપણું સમર્પણ કર્યું, આવા અનેક દાખલાઓ શાસ્ત્રોમાં મોજુદ છે. પ્રશ્ન ૪- દીક્ષા આપવાની સાથેજ વ્રત નિયમથી પતિત થશે તેવું જાણે તો સર્વજ્ઞ પ્રભુ દીક્ષા આપે ? સમાધાન- હા આપે હાલિક (ખેડુત)ની સંસારીક સ્થિતિ તદન કફોડી છે, આખા કુટુંબ કબીલાનો આધાર તેના ઉપર છે, દેવગુરૂ ધર્મનું લેશ પણ ભાન નથી, નવકાર મંત્ર પણ આવડતો નથી છતાં વર્તમાન શાસનના પટ્ટધર ભગવાન શ્રીગૌતમસ્વામીજીને પ્રતિબોધ કરવા ખેતરમાં મોકલે છે. પ્રભુ આજ્ઞાધીન ગણધર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy