________________
૧૧૮ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ ભગવાન ખેતરમાં જાય છે અને પ્રતિબોધ કરે છે. દીક્ષા આપીને હાલિક સાથે સમોસરણમાં આવે છે. સમોસરણ મધ્યે બિરાજમાન પ્રભુ મહાવીર દેવનાં દર્શન થયાં, પ્રભુને દેખતાની સાથેજ હાલક શ્રી ગૌતમસ્વામીને પુછે છે કે ભગવાન શું આ તમારા ગુરુ? જો તે તમારા ગુરુ હોય તો લ્યો આ તમારો ઓઘો ને મુહપત્તિને આ હું ચાલ્યો. એમ કહી ચારિત્રની ઉપાધી મૂકીને ચાલતો થયો. સમોસરણની સભા હસે છે અને કોઈ બોલે પણ છે કે ગૌતમ પ્રભુ ચેલો તો ઠીક લાવ્યા; પણ તે વખતે ભગવાને શું કહ્યું? ભગવાન આખી સભાને ઉદ્દેશીને કહે છે કે “મેલીને ગયો નથી પણ મેળવીને ગયો છે.” ભાગ્યવાનો ! હાંસી કરી ગુમાવો નહિ. અહિંઆ સર્વવિરતિપણું મુક્યું પણ સમ્યકત્વની ફરસના થઈ ગઈ !!
વર્તમાન પરિસ્થિતિમાં દીક્ષાનો વિરોધ કરતાં પહેલાં પ્રાણીના પ્રસંગો શાસ્ત્રોકત રીતિએ ગુરૂગમનારાએ સમજવાની જરૂર છે કે જેથી નિંદનીય પ્રસંગોથી આ આત્મા પોતાનો બચાવ કરે.
પ્રશ્ન ૫ - આખા શાસનનો નાશ કરશે એવું જાણે છતાં વિરતિ પ્રદાન થઈ શકે ?
સમાધાન- હા, થઈ શકે. એકવાર સમોસરણમાં ચક્રવર્તી ભરત મહારાજા પૂછે છે કે હે ભગવાન ઉન્નતિના શિખર પર ચડેલ આ તિર્થનો નાશ કોનાથી થશે ? જવાબમાં પરમાધ્યાય પરમતારક પ્રભુ ઋષભદેવજી મહારાજા જણાવે છે કે હે ભરત ! તું જે “અભિગમ શ્રાવકો”નું પોષણ કરે છે તેની પરંપરાથી ઉત્પન્ન થયેલા વંશજોથી આ અવસર્પિણી કાલના નવમા શ્રી સુવિધિનાથ સ્વામીજીના તીર્થની આસપાસ તીર્થનો વિચ્છેદ થશે. ઉપરના વચન સાંભળીને મકાને ગયા, ક્રોધથી કલુષિત ચિત્તવાળા ચક્રવર્તી ભરત મહારાજે સેનાપતિ પર હકમ કાઢ્યો, જેમાં જણાવ્યું કે જે શ્રાવકો આપણે ત્યાં પોષાય છે તે બધાનો એકદમ નાશ કરો. સેનાપતિ ધર્મી હોવાથી તેને તે હુકમ બજાવતો પાલવતો નથી,તેમજ ચક્રવર્તીના હુકમનો અનાદર કરવાની હીંમત પણ ચાલતી નથી, અંતમાં અભિગમ શ્રાવકોનો નાશ ઇચ્છવા લાયક નથી એમ વિચારી શું કરવું તે સારૂ ભગવાન પાસે ગયો અને તે અવસરે ભરત પણ ત્યાં હાથ જોડી ઉભા છે; વિમાસણવાળી વાતને સાંભળી ભગવાને ભરતને ઉદ્દેશીને કહ્યું કે “ભાવમાં થવાવાળું કાર્ય હોય તે થાય છે, માટે તે ભાવિકારણને અવલંબવું જોઈએ નહિ” અને સેનાપતિના પ્રશ્નના જવાબમાં “માહણ માહણ” (હણો નહિ હણો નહિ) કહ્યું, ને તેઓ માહણ તરીકે પ્રસિદ્ધ (બ્રાહ્મણ) પામ્યા.
ભવિષ્યમાં શાસનનો નાશ કરનાર છે એવું જાણવા છતાં પણ સાધુ સંસ્થાની વૃદ્ધિ માટેજ રાખેલા અભિગમ શ્રાવકોનું ભરણપોષણ સંબંધી કામ ચાલુ રાખ્યું એટલે કે અભિગમ શ્રાવક સંસ્થાનો નાશ ન થવા દીધો, તો પછી ભવિષ્યમાં દીક્ષિત સાધુ શાસનનું ભુડું કરશે એ ઉદ્દેશ માત્રથી સર્વવિરતિના સુંદરદાન દેવાની ચાલુ પ્રથા બંધ ન થાય, કારણ અનંત જ્ઞાનીઓએ તેમાં પણ લાભ માન્યો છે.
પ્રશ્ન ૬ - પરણતર બાઈનું પોષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું ખરું કે નહિ?
સમાધાન- ખરી રીતે તે દેવું કહી શકાય નહિ. કારણ કે કાયદાની રૂએ સીવીલડેથ અને ધર્મશાસ્ત્રના ફરમાન મુજબ સંસારના સર્વ માણસો જયારે દીક્ષિત થાય ત્યારે વ્યવહાર દૃષ્ટિએ તે માણસો મરણ તરીકેની સ્થિતિમાં મુકાય છે, અને તેમના મરણનું સ્નાન સુતક સરખું પણ તેમના સંસારિક કુટુંબીઓને લાગતું નથી. વળી વહેપારમાં મનુષ્ય જ્યારે સર્વ ગુમાવી દે છે, ત્યારે સ્ત્રી પણ પતિના પગલે ચાલી પતિના દુઃખે દુઃખી બની સુકો રોટલો ખાઈ પોતાનું જીવન નિભાવે છે. દેવાળું કાઢનારની સ્થાવર જંગમ મિલ્કતની કોર્ટમાં નોંધ થાય છે, તેમાં પણ એકબાજુ દેવાની નોંધ અને બીજી બાજુ લેણાની નોંધ લેવાય છે. પણ આજદીન સુધીમાં ઇનસોલવન્સી નોંધાવનારાઓ (દેવાળુ કાઢનારા) પૈકી કોઈએ પણ દેવાની નોંધમાં પોતાની સ્ત્રીનું ભરણપોષણ નોંધાવ્યું હોય એવું સાંભળ્યું નથી !
આર્યાવૃત્તની આર્યપત્નીને ધણીના સુખે સુખી અને ધણીના દુઃખે દુઃખી” એ અચલ નિયમ જળવવાનો હોય છે. જેથી સારી યા નબળી સ્થિતિને આનંદનાજ દિવસો માની એકાન્ત સુખમાંજ મગ્ન રહેનારી આર્યાને