________________
તા. ૧૩-૨-૩૪.
૨૨૦
શ્રી સિદ્ધચક્ર કેમકે ચોરી કરવાથી બીજાને દુઃખ થાય છે. વારું ! સફાઇથી બીજાને માલુમ ન પડે એવી રીતે ચોરી કરે તો? કોટિધ્વજને ત્યાંથી કોદાળી લાવવાથી અગર ખેડુતને ત્યાંથી ઘાસનું તણખલું લાવવાથી (ઉઠાવી લાવવાથી) એને નુકશાન નથી, એને એનો હિસાબ નથી તો પાપ નહીં ? કહેશો કે પાપ છે તો પાપ શામાં ત્યાં માન્યું ? વગર દીધેલું લેવામાંજ શાસ્ત્રકારોએ પાપ માન્યું છે, તો પછી એ પ્રશ્ન અહીં રહેતો નથી. વગર દીધેલી કોઈ પણ ચીજ લેવી નહીં એ ત્રીજી પ્રતિજ્ઞા. આ ત્રણે પ્રતિજ્ઞા ટકે ક્યાં સુધી ? પાયો નાખ્યા વિના ભીંત ચણી, કાચનું કામ કરાવ્યું, એમાં ચિત્રામણ પણ કરાવ્યું પણ એ ટકે ચોમાસું ન આવે ત્યાં સુધી વરસાદ આવે કે ભીંત ઘસે, કાચના કકડા અને ચિત્રામણ ચુંથાવાનું, આ ત્રણે પ્રતિજ્ઞા કરી પણ પોતેજ પલટાઈ જાય તો ? ચોથી પ્રતિજ્ઞા થાય તોજ આ ત્રણે પ્રતિજ્ઞા ટકે. સ્ત્રીનો સંસર્ગ નહિ કરવાની ચોથી પ્રતિજ્ઞા છે. એ ન હોય તો પ્રથમની પ્રતિજ્ઞાઓમાંથી એક પણ ટકે નહીં. આ ચારે પ્રતિજ્ઞાના ટકાવના સંયોગો ટકાવવા માટે પાંચમી પ્રતિજ્ઞા છે. જેને માટે રક્ષણના પ્રયત્ન કરવા પડે એવી કોઈપણ ચીજ સંઘરવી નહીં એ પાંચમી પ્રતિજ્ઞા. આ પાંચે પ્રતિજ્ઞા જે કરે તેનેજ શાસની દોરી સોંપાય, એ વગરનાને એ દોરી સોંપવાથી પરિણામ વિપરીત આવે. પ્રતિજ્ઞાવાળો તો યથાશાસ્ત્ર પ્રરૂપણા કરે, હવે પ્રતિજ્ઞા વગરનો છએ કાયની દયાનું નિરૂપણ તો કરે પણ પોતે પુરી ત્રસની દયા પણ પાળતો નથી એ બીજાને છએ કાયની દયા માટે કહી શકે શી રીતે? ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને શિખામણ દે તે :” ? શાસ્ત્ર માત્ર ઉપદેશ માટે નથી. શ્રી તીર્થકર ભગવાને દેશના દીધી, ગણધરોએ સૂત્ર રચ્યાં પણ શા માટે ? પાપના પરિવાર માટે. એ તરફ દુર્લક્ષ્ય રહે તો શાસ્ત્રનું કશું તત્વ નથી. વિદ્યાર્થીને જેવી સ્થિતિમાં લાવવા હોય તેવાજ માસ્તરો (શિક્ષકો) નિશાળમાં રખાય. શિક્ષક સારા છતાં પણ જો વિદ્યાર્થી ખરાબ નીવડે તો શિક્ષકજ ખરાબ હોય તો પછી વાતજ શી કરવી ! એજ રીતે આ શાસનના વિદ્યાર્થીઓ માટે સર્વથા પાપ છોડનારાજ શિક્ષકો હોય. પ્રવચનનો આધાર નિગ્રંથપણા ઉપર છે, માટે કહ્યું કે,
ન વિના સિદ્ઘ નિયંકે એ વાકયને વિચારનારો શ્રમણોપાસક વર્ગ સાધુ સંસ્થાની અનિવાર્ય જરૂર છે એમ હૃદયગત સ્વીકારે છે, સાધુ સંસ્થાની અવગણના કરનારો નિગ્રંથ પ્રવચનની અવગણના કરનારો છે એ કહેવું તે યુક્તિયુક્ત છે. સંઘ કયારે કહેવાય? કોને કહેવાય ?
નિગ્રંથ વિના તીર્થ નથી, અધુ વિના શાસન છે જ નહીં. સંઘ પણ ચાર પ્રકારનો કહીએ છીએ, તેમાં પહેલો નંબર સાધુનો કેમ? જ્યાં સાધુ મુખ્ય હોય ત્યાંજ સંઘ શબ્દની યોજના છે. જ્યાં સાધુની મુખ્યતા નથી ત્યાં શ્રમણોપાસક=શ્રાવકવર્ગ એમ કહેવાય. પેલા રાજાએ પૂજામાં ફુલો બંધ કર્યા હતાં, શ્રાવકો પોતા માટે ફૂલો લાવતા, તે દેહરે ચઢાવતા, તે પણ રાજાએ બંધ કર્યા, ત્યારે એ બધાએ શ્રીવજસ્વામીજીને યોગ્ય કરવાની વિનંતી કરી ત્યાં શાસ્ત્રકાર એ ઘટનાના વર્ણનમાં “સંઘ' શબ્દ નથી વાપરતા પણ લખે છે કે-“શ્રાવકના સમુદાયે વજસ્વામીને વિનંતિ કરી’ ગોષ્ઠામાહિલના વાદને અંગેની વાતમાં પણ શાસ્ત્રકાર કહે છે કે નિર્ણય કર્યા પછી શ્રાવકોએ વિનંતિ કરી' શ્રાદ્ધ શબ્દ કયો ઓછો