________________
તા. ૩-૧૦-૩
શ્રી સિદ્ધચક્ર કરી દે છે, એક ઉદાહરણ છે કે એક જગ્યાએ દશ છોકરા હતા. તેમાંના બે છોકરાઓને ઉભા કર્યા પછી કહ્યું, કે જે છોકરાએ ચોરી કરી છે તે છોકરો પકડાઈ ગયો છે, કારણ કે તેને માથે ચકલી તણખલું લાવીને મુકી ગઈ છે, આ શબ્દ સાંભળતાંજ જે છોકરાએ ખરેખરી ચોરી કરી હતી, તે ભયથી ગભરાયો, તેના પગ ધ્રુજવા લાગ્યા અને તેણે ઝપાટાબંધ પોતાનો હાથ માથા પર મુકીને, જાણે ચકલીએ તણખલું મુક્યું ન હોય, તેમ સમજીને એ તણખલું ફેંકી દેવાની ક્રિયા કરી, આથી તેણે ચોરી કરી છે એમ તરત જણાઈ આવ્યું. આ રીતે ગુન્હેગાર પોતાની મેળે પકડાઈ ગયો. અહીં પણ તેવો ઘાટ છે. મેં કોઈ શ્રોતાને જાનવર કહ્યો નથી. પણ જે ઇન્દ્રિયોના વિકારમાં ઘેરાય છે, તે પોતાની મેળે જાનવર બને છે, તેથી તમે જો ખોટું લગાડશો તો તમારી દશા પેલા જુઠા છોકરા જેવી થશે. તે છોકરાએ તેને કોઇએ ચોર કહ્યો નહતો, છતાં પોતાને માથે હાથ મુકીને પોતે ચોર છે, તેની સાબિતી કરી આપી હતી, તેજ પ્રમાણે જેને કર્મનું, આ ભવની અવસ્થાનું અને આવતા ભવનું ભાન નથી તેને મેં જાનવર કહ્યા છે, અને શાસ્ત્રકાર પણ એવાઓને જાનવર કહે છે, છતાં તમે “મહારાજ વ્યાખ્યાનમાં આપણને જાનવર કહે છે.” એમ કહીને હાથે કરીને તમારા જાનવરપણા પર છાપ મારો છો, અને માથે આવતી ટોપી પહેરી લઈને તમે આત્મભાન વિનાના છો એવું ખુલ્લું કરો છો, જીવના બે ભેદ છે સંશી અને અસંશી. જેને મન નથી મન:પર્યાપ્તિ નથી, મનના પુદ્ગલો પરિણાવવાની તાકાત નથી, તેને અસંશી જીવ કહ્યા છે. અર્થાત સંજ્ઞી એટલે વિચારવાન, એ અસંશી એટલે વિચારશુન્ય, તમે આ બે શબ્દો વારંવાર સાંભળ્યા હશે પણ હું તમને પુછું છું કે આ બે શબ્દનો અર્થ તમોએ ધ્યાનમાં લીધો છે? મન પર્યાપ્તિ હોય તે સંશી, અને ન હોય તે અસંશી, આ તો સાધારણ વ્યાખ્યા થઈ, પણ શાસ્ત્રકારો એથી આગળ વધે છે, અને કહે છે કે જેને વિચાર છે તે સંજ્ઞી છે, અને જેને વિચાર નથી તે અસંજ્ઞી છે. તમને કોઈ એમ કહે કે તમારામાં ગતાગમ નથી, તો તમને કેવું લાગશે ? આ વાત ધ્યાનમાં લેશો એટલે તત્ત્વાર્થકાર ઉપરથી એક કલંક નીકળી જશે. સંજ્ઞાવાળા અને મનવાળા, એમ બે પ્રકાર સૂત્રકારોએ કેમ પાડયા હશે, તેનો અહીં ખુલાસો થઈ જાય છે. સંશી એટલે લાંબા કાળની સંજ્ઞાવાળા. લાંબા કાળનો વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો, વિચાર કોણ કરી શકે? જેનામાં મન હોય તેજ લાંબા કાળનો વિચાર કરી શકે. જેઓ નવતત્વનો વિચાર કરે છે, તેઓજ સાચા વિચારવાળા છે. બાકીના બધા વિચાર શુન્ય છે. શબ્દ શબ્દનો કેટલો
ભેદ છે તે જાવો, તમે પુરૂષોત્તમ શબ્દ કહો તો તેનો જૈન દૃષ્ટિએ તીર્થકર એવો અર્થ થાય છે, અને વૈષ્ણવ દૃષ્ટિએ એનોજ અર્થ કૃષ્ણ એવો થાય છે, શબ્દ એક પણ અર્થ જુદો, જુદો કેમ થયો? ઉત્તર