________________
તા. ૧૨-૬-૩૪.
શ્રી સિદ્ધચક્ર
૪૦૨
સમાલોચના છે
૧. ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની અનુકંપા માટે જ માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ
લેવાનો અભિગ્રહ કર્યો છે એ વાત ચૂર્ણિકાર અને ટીકાકારોના લખાણથી સ્પષ્ટ છે છતાં તે અભિગ્રહને માતાપિતાની અનુંકપાથી નહિ માનનારા શાસ્ત્રોના સ્પષ્ટપાઠોને શા માટે નહિ જોતા હોય ? આવા આગ્રહથી શો ફાયદો ? ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હૈયતિ સુધી દીક્ષા નહિ લેવાનો કરેલો અભિગ્રહ સોપક્રમ એવા પણ મોહના ઉદયને લીધે હતો એમ શ્રીહરિભદ્રસૂરિજીના અષ્ટકજીની વૃત્તિ અને મહોપાધ્યાય શ્રીમાનું યશોવિજયજીની બત્રીશોના પાઠથી સ્પષ્ટ છતાં તે અભિગ્રહને મોહજન્ય કે ઔદયિક ન
માનનારા ઔદયિકના સ્વરૂપને પણ શું નહિ સમજતા હોય? ૩ સમ્યગુજ્ઞાનથી બનેલા અને મોહ કારણ સિવાયના અભિગ્રહને શા માટે લાયોપથમિક કોટિમાં લાવતા
નથી ? ઔદયિક શા માટે ગણે છે? ૪ શાસ્ત્રોના ખુલ્લા પાઠો અને જાહેર પ્રશ્નોનાં સમાધાનો ન આપતાં ઉદ્ધત યુવકોની માફક શાસનના
ઇજારદાર મુનિ પણ પોતાનો કક્કો ખરો કરવા જાહેર પેપરમાં આગ્રહ કરે તો ધર્મની ધગશ તેમનામાં
કેટલી ગણવી? ૫ નવપૂર્વ આદિ આગમોને આધારે વસ્તુ જાણનારને આગમવિહારી (વ્યવહાર) ન માનવાનું કહેનાર
શાસ્ત્ર વાંચતા હશે કે કેમ ? ૬ શ્રુતવ્યવહારી આદિ માટે ગર્ભાષ્ટમ એટલે જન્મથી સવા છ વર્ષે દીક્ષા દેવાનો ચોખ્ખો પાઠ છતાં જેઓ
મહા અધર્મ જ છે એમ કહે તેવાઓને વાચાલ, અભિનિવેશી કહેતાં પણ દયાભીનું અંતઃકરણ જ
અટકાવે છે. ૭ આગમ શબ્દથી શાસ્ત્રકારો કેવલ આદિની માફક ચૌદ પૂર્વથી નવપૂર્વો કહે છે. છતાં તે પૂર્વોને આગમ
તરીકે ન ગણનારની શ્રદ્ધા કેવી હશે ? ૮ જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાષ્ટમ એ ત્રણે પક્ષો માન્ય છે અને તે ત્રણે પક્ષોને ધ્યાનમાં રાખીને જ
આઠથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી એ વાકય લખ્યું છે એમ ચોખ્ખો ખુલાસો થયા છતાં ગર્ભાષ્ટમ
આદિને મહા અધર્મ કહેનાર મનુષ્ય પોતાની શાસ્ત્રશ્રદ્ધાને અને મૃષાવાદ વિરમણને કેમ ટકાવતો હશે? ૯ બાર માસના દીક્ષા પર્યાય સિવાય જઘન્ય વયવાળાને કેવલજ્ઞાન થતું નથી ને કેવલીપણાનો પર્યાય
આઠ વર્ષથી શરૂ થાય છે એમ શાસ્ત્રાધારે માનવા છતાં આઠ (જન્મથી આઠ થયા) પહેલાં દીક્ષા નહિ
માનનારા પૂર્વાપર વિચાર કરીને બોલે તો અધર્મ અને મહા અધર્મના ખોટા ઈજારા ન રાખવા પડે. ૧૦ સંસારમાં આસકત છતાં પણ સભ્યત્વવાલા જીવો નિરપેક્ષ ન હોઈ વિરકત હોય તેમાં મોહનો ઉદય નથી કે તેમાં મોહ કારણ નથી એમ માનતાં કાર્યકારણ વિચારવું જરૂરી છે.
જૈ૦ પ્રવચન