SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૮-૧૦-૩૪ પપ૪ શ્રી સિદ્ધચક તીવ્રતર કર્મબંધ જણાવવા સાથે તે હિંસાના સાધનભૂત હથિયારોનું પણ ભયંકરપણું ઘણે સ્થાને ઘણા વિસ્તારથી એક એક અધ્યયન અને ઉદ્દેશોમાં વર્ણવ્યું છે અને તે છ કાયની રક્ષાને માટે જ તેની હિંસાથી વિરમવારૂપ સાધુપણામય ત્યાગમાર્ગનું જ ધ્યેય રાખી વારંવાર સ્થાને સ્થાને ઉપદેશ કરવામાં આવ્યો છે. તે ઉપદેશ જેમ રોગી મનુષ્ય લેવાતી દવા કેટલી વખત કે કેટલા દિવસ લેવી એ નિયમને નહિ અનુસરતાં માત્ર રોગ શમાવવાવાનો ઉદ્દેશ રાખીને જ્યાં સુધી રોગ શમે નહિ ત્યાં સુધી તેને તે રોગ શમાવવાવાળી દવાનો પ્રતિદિન વારંવાર ઉપયોગ કરાય છે, તેવી રીતે પૃથિવીકાયિક આદિ છએ જીવનિકાયની દયાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી વારંવાર દરેક શ્રોતાને તે છે જીવનિકાયના સ્વરૂપ વિગેરે જણાવવામાં આવે છે છતાં કેટલાક શંકાકારો તે દયાની સિદ્ધિના તત્વને નહિ સમજતાં અન્ય શાસ્ત્રોની માફક જૈનશાસ્ત્રમાં પણ અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન કરવું એ જ માત્ર શાસ્ત્રનું લક્ષણ સમજી તે વારંવાર કરાતા છ જવનિકાયના સ્વરૂપ આદિ સંબંધી કરાતા ઉપદેશને નિરર્થક ગણી દોષારોપ કરવા તૈયાર થાય છે, પણ તે શંકાકારોએ અજ્ઞાત તત્ત્વજ્ઞાપનની અન્ય શાસ્ત્રીય દૃષ્ટિથી કરેલી શંકાજ જૈનશાસ્ત્રોના છકાય જીવોની દયા સંબંધી સિદ્ધિના ધ્યેયને વધારે ઝળકાવે છે. વળી જૈનશાસ્ત્રમાં જો કે સાધુપણાને અંગે હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી વિરમવારૂપ પાંચમહાવ્રતોને સરખું સ્થાન છતાં પણ છ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામના મહાવ્રતને જ ખેતીની અંદર અનાજની માફક મુખ્ય ફળ તરીકે ગણ્યું છે અને મૃષાવાદવિરમણ આદિરૂપ બાકીનાં ચારે મહાવ્રતોને તે છે જીવનિકાયની દયામય પ્રથમ મહાવ્રતરૂપી અનાજના રક્ષણને માટે વાડરૂપ જ ગણેલાં છે. એ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે ખેતરની ચારે બાજુ કરાતી વાડ મુખ્ય ધ્યેયરૂપે હોતી નથી, પણ માત્ર મુખ્ય ધ્યેયરૂપ અનાજના રક્ષણ માટે જ હોય છે, તેવી રીતે જૈનશાસ્ત્રોએ મૃષાવાદવિરમણ આદિને મહાવ્રતરૂપે રાખ્યા છતાં પણ મુખ્ય ધ્યેય તરીકે છે એ જીવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાતવિરમણ નામના મહાવ્રતને અનાજ તરીકે રાખેલું છે અને એ ઉપરથી જૈનશાસન છે જીવનિકાયની દયા પ્રરૂપવાદ્રારાએ જગતના સકળ જીવોના હિતમાં કેટલું તત્પર છે તે જણાવવા સાથે તે શાસનના પ્રરૂપક અને સ્થાપક એવા ભગવાન જિનેશ્વરી એકાંતે કેટલા પરહિતરત છે તે જણાશે. જો કે કેટલાકો સત્ય વિગેરેની અધિકતા ગણી મુખ્યતાએ છ જીવનિકાયની દયાનો પ્રચાર કરનાર જૈનશાસનની મહત્તાને ગૌણ કરવા માગે છે, પણ તેઓએ વિચારવાની જરૂર છે કે સત્યાદિક વ્રતોથી જીવોને અમુક ભાગના એક એક અંશિક ગુણોનું જ માત્ર રક્ષણ છે અને તે સત્યાદિક ન પાળવાથી જીવોના અંશિક કેટલાક ગુણોનો જ માત્ર નાશ છે, ત્યારે છ એ જીવનિકાયની દયારૂપ પ્રથમ મહાવ્રતની ખામી થઈ થતી હિંસાથી જીવોના ઐહિક સર્વ ગુણોનો નાશ થાય છે. વિચાર કરનારને સ્પષ્ટ માલૂમ પડશે કે જે જે જીવ જે જે ભવમાં આવે તે તે જીવ તે તે ભવમાં આહાર કરવાની, શરીર બનાવવાની, તે તે ઈદ્રિયોની રચના કરવાની, શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને શ્વાસોચ્છવાસપણે ઉપયોગમાં લેવાની તેમજ બોલવાની અને
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy