________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ૮૧૫-સ્વ-પર સ્વરૂપને બતાવનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે, બીજું નહિ. કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવનારું
પણ શ્રુતજ્ઞાનજ છે, ૮૧૬-આપણે પાંચ પરમેષ્ઠિને આરાધવાનો દાવો કરીએ છીએ પરંતુ પંચપરમેષ્ઠિને કયારે આરાધી
શકીએ કે જ્યારે આપણું ધ્યેય ત્યાગનું હોય તોજ નહિ તો નહિ. ૮૧૭-જો તમો દુન્યવી લાલચોને લઈનેજ આરાધના કરવી જોઇએ એમ કહેતા હો તો તો તમારે
ચક્રવર્તીની આરાધના કરવી જોઈએ કારણ કે દુન્યવી ભોગવિલાસોની સર્વ શ્રેષ્ઠતા ચક્રવર્તીને
જ છે, ૮૧૮-ચૈત્યવંદનમાં તમે છેલ્લે છેલ્લે એ માંગણી કરી છે ! કે “ભવનિર્વેદ” આ વાતને તમે કદી
ભૂલશો નહિ ! ૮૧૯-ભવનિર્વેદ એ જિનશાસન મહાલયની પહેલી પીઠિકા છે. ૮૨૦-“ગૌતમ નામે નવે નિધાન” નો અર્થ એવો સમજશો નહિ કે આપણે એ વાકય બોલીને નવે
નિધાનની માંગણી કરીએ છીએ એનો અર્થ એટલો જ છે કે એ મહાત્માનું એવું તપોબળ છે કે
જેથી નવે નિધાનો આવી મળે છે, ૮૨૧-ભગવાનની પાસે છેલ્લી માંગણી ભવનિર્વેદનીજ કરવામાં આવી છે તે ઉપરથી પણ એજ
સાબીત થાય છે કે ત્યાગ એજ આપણી ભૂમિકા છે. ૮૨૨-મીટીંગો જાણીતા નાટકો, પ્રખ્યાત નાચનારીઓના જલસાઓ ડાયરીમાં નોંધી રાખો છો, આવું
ન નોંધતા તેને બદલે તમારી ડાયરીમાં એ વાતજ નોંધી લ્યો એ ચારિત્રની ઇચ્છા વગર મનુષ્ય
ભગવાનની પૂજા કરે છે, તે પૂજા એ શ્રીજિનેશ્વરની પૂજા છેજ નહિ ! ૮૨૩-સંયમના પાલન માટે જે સાધુ નદી ઉતરે છે તેની હિંસા એ સંયમના પાલનમાંજ જાય છે. ૮૨૪-શ્રી જનેશ્વર ભગવાને પોતાની પૂજા બહુમાન માટે પ્રવર્તાવી નથી, પરંતુ તે પણ ત્યાગ તરફ
લોકોની અભિરૂચી વાળવા માટેજ પ્રવર્તાવી છે. ૮૨૫-પ્રાણીમાત્ર પૂજારાએ ત્યાગના પૂનિત પંથનો પ્રવાસી થાય એજ જિનેશ્વરદેવની પૂજાદિ વિધિમાં
ઉદેશ છે. ૮૨૬-ત્યાગની ભાવનાપૂર્વક-ચારિત્ર્યની ભાવનાપૂર્વક પૂજા કરો છતાં તે પૂજાને પરિણામે સંયમની
પ્રાપ્તિ ન થાય તો તેથી ગભરાશો નહિ. કેટલાક કારણો એવા છે કે તેના ફળની પ્રાપ્તિ
ઝપાટાબંધ થતી નથી પરંતુ તેનું ફળ મળવાને વાર લાગે છે. ૮૨૭-સમ્યકત્વ પામ્યા પછી નવપલ્યોપમ સ્થિતિ દેશવિરતિ પમાય છે, તેમાંથી સંખ્યાતા સાગરોપમની
સ્થિતિને તોડવાથી સર્વ વિરતિ મળે છે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિને તોડે તો ઉપશમ શ્રેણિ પામે છે અને તેમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તોડે ત્યારેજ ક્ષપકશ્રેણિ મળે છે.