SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તા.૩૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર પણ પોતપોતાની સંસ્થાને બદ્ધમૂલ કરવા માટે સ્થાનો નિયમિત કરવાંજ પડે છે. જે લોકોમાં ત્યાગી ગણાતો વર્ગ સ્થાનયુક્ત હોય છે, તેમાં પણ ગુરુ કરતાં દેવની વિશેષ આરાધના કરવાની હોવાથી દેવને માટે સ્વતંત્ર સ્થાનો કરવાની ફરજ પડે છે, તો પછી જે જૈન મતમાં ત્યાગીઓનું એકત્ર રહેવું થતું નથી, નિયમિત ત્યાગીઓનો સંયોગ નથી, તેમજ ત્યાગીઓને નિયમિત સ્થાન ન હોવાથી શ્રીજિનેશ્વર મહારાજની સ્થાપનાની આરાધનાને અંગે પ્રતિગ્રામ ને પ્રતિનગર જૈન વસ્તીના પ્રમાણમાં એક કે અનેક ચૈત્યો થાય તેમાં આશ્ચર્ય શું? યાદ રાખવાની જરૂર છે કે જે ગ્રામ કે નગરમાં ગૃહચૈત્ય નહિ પણ ગ્રામચેત્ય હોય, તો વિહાર કરતાં ગ્રામાનુગ્રામ ફરતાં સાધુઓને પણ ત્યાં દર્શન કરવા આવવાની ફરજ છે, અને તે ફરજમાં ચૂકનાર સાધુને જૈન શાસકારો પ્રાયશ્ચિત જણાવે છે, એટલે પરમેશ્વરની મૂર્તિની નિશ્રાએ બનેલા ગ્રામચેત્યોને અંગે સાધુસમાગમની સુલભતા થાય છે. જે ગામમાં મંદિર ન હોય તેવા ગામમાં જવાની ફરજ જો સાધુઓ ઉપર પાડવામાં આવે તો તે અસ્થાને છે, એટલું જ નહિ પણ તે ફરજ અશકય ગણાય, અર્થાત્ ધર્મહેતુનાં મુખ્ય સાધનોમાં હંમેશાં ભક્તિથી સાધુસેવા જે જણાવેલી છે, તે પણ આ પરમેશ્વરના મુખ્ય ચૈત્યદ્વારાએ સારી રીતે મળી શકે છે. યાદ રાખવું કે ત્યાગી પુરુષોને ગૃહસ્થોની કોઇજાતની અપેક્ષા નહિ હોવાથી તેમજ ગૃહસ્થોની ઋદ્ધિસમૃદ્ધિની દરકાર નહિ હોવાથી તેવા ચૈત્ય વગર સાધુઓનું ગામમાં આવવું અસંભવિત નહિ તો દુઃસંભવિત તો થાય, અને તેવા ચૈત્યોને અંગે થયેલા સાધુ દર્શનથી સંસ્કારિત આત્મા ભક્તિ કરી લાભ મેળવે, એટલું જ નહિ પણ તે મુનિવર્યો પાસેથી જૈનવચનના શ્રવણનો લાભ મેળવી, સમ્યકત્વ, દેશવિરતિ કે યાવત્ સર્વવિરતિને પણ પ્રાપ્ત કરી શકે અને તેથી પોતાના આત્માનો સંસારથી વિસ્તાર પણ કરી શકે. એવી જ રીતે સુજ્ઞ, વિવેકી, સાધર્મી બંધુઓના પણ દર્શન, ભક્તિને સમાગમ થવા સાથે વાત્સલ્યનો લાભ તેવાં ચેત્યકારાજ મેળવી શકાય. ધ્યાનમાં રાખવાનું છે કે ગુરુમહારાજ વીતરાગ નહિ હોવાથી નિષ્પક્ષપણે ચિરસ્થાયી રહી ધર્મભાવનાની વૃદ્ધિ કરી શકે નહિ, પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માથી અધિષ્ઠિત સ્થાન હોય તે પક્ષપાતનું સ્થાન ન બનવાથી સર્વદા સરખી રીતે સર્વશ્રદ્ધાળુઓની ભાવનાની વૃદ્ધિનું સ્થાન બની શકે છે. આપણા અનુભવમાં મુનિવર્યના પ્રથમ સંયોગે શ્રદ્ધાળુઓની જે સંખ્યા હોય તે સંખ્યા ચિરસંયોગે ટકતી નથી, પણ પરમેશ્વરની પરમપવિત્ર મૂર્તિનાં સ્થાને એકત્ર થતી શ્રદ્ધાળુની સંખ્યા ઘણા ચિરકાળ સુધી સરખી બની રહે છે, એટલે સર્વદા સર્વ ગુણ સંપૂર્ણ રહેનારની અધ્યક્ષતામાં ત્યાગી અને તદિતરવર્ગ હંમેશાં સારી સંખ્યામાં રહે, અને તેથી ધર્મનો ઉદય દિનપ્રતિદિન વૃદ્ધિગત થાય એ સ્વાભાવિક છે. ખુદું તીર્થકર મહારાજાઓની વખતે પણ દરેક ગામ ચૈત્યોની બહુલતાવાળાં હતાં, અને દેવતાઓ દરેક નવસ્થાને યોજન પ્રમાણ સમોવસરણની રચના મણિ, સુવર્ણ અને રૂપાથી કરતા હતા, અને તે રચનાને અંગે પણ અપરિમિત લોકો ધર્મનો લાભ પામી, ધર્મભાવનાને વૃદ્ધિગંત કરતા હતા આસજ્ઞોપકારી ચરમતીર્થંકર ભગવાન મહાવીર મહારાજા પણ પોતાના મરીચિના ભવમાં ભગવાન ઋષભદેવજીની ઋદ્ધિસમૃદ્ધિ દેખીને પ્રતિબોધ પામ્યા, અને પોતાના પિતાની ચક્રવર્તિપણાની દ્ધિને પણ તૃતુલ્યગણી સર્વવિરતિ અંગીકાર કરનારા થયા. આવી રીતે સમવસરણ અને તેની માફક ચૈત્યસમૂહથી થતા ધાર્મિક ફાયદાઓને સમજનારો કયો મનુષ્ય તેના જરૂરીયાત સ્વીકારે નહિ?
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy