________________
| | | GP પ્રશંસનીય પ્રતાવના) ૫. ધીરજલાલ મહેતા
લેખક શ્રી “સિદ્ધચક્ર” પાક્ષિકનો પ્રારંભ તારીખ ૧૫-૧૦-૧૯૩૨ અને વિક્રમ સંવત ૧૯૮૮ના, આસો સુદ ૧૫ થી થયેલ. જેને આજે લગભગ ૬૮ વર્ષો થયેલ છે.
આ પાક્ષિક એ સામાન્ય લેખો, જાહેરાતો, આત્મપ્રશંસા કે બાહ્ય જીવનની પ્રશંસાવાળા પાક્ષિકો જેવું નથી. આ પાક્ષિક એ કોઈ અલૌકિક અને અનુપમ પાક્ષિક છે. કારણ કે તેમાં અગાધ અને અમાપ એવું અતિશય સૂક્ષ્મ શાસ્ત્રોનું અને આગમોનું જ્ઞાન ભરેલું છે. એક વાર હાથમાં લીધા પછી પુરૂ કર્યા વિના છોડવાનું મન જ ન થાય તેમ છે. એટલું જ નહી પરંતુ તેને વારંવાર વાંચવાનું જ મન થાય. વાગોળવાનું જ મન થાય. એવું રસપ્રદ જ્ઞાન આ પાક્ષિકપત્રમાં રહેલું છે.
શ્રી “સિદ્ધચક્ર” નામના આ પાક્ષિકમાં અનેક પ્રશ્નો અને ઉત્તરો રૂપે જૈન સંઘને પરમાત્માની વાણીનું પરમ પવિત્ર પાન કરાવવામાં આવ્યું છે. શાસ્ત્રોનું અધ્યયન કરતા એવા ચતુર્વિધ સંઘના જીવોને, તથા વ્યાખ્યાનાદિ દ્વારા શાસ્ત્રોનું શ્રવણ કરતા એવા ચતુર્વિધ સંઘના જીવોને જે જે પ્રશ્નો થવા સંભવિત છે. તે તે સર્વે પ્રશ્નોને સંકલિત કરીને તેના આગમગ્રન્થોના આધારે સચોટ સત્ય અને સરળ ઉત્તરો અહી આપવામાં આવ્યા છે. તથા વિવાદના વિષયના પણ કેટલાક પ્રશ્નો લખીને યુક્તિપૂર્વકના ઉત્તરો આપીને અજ્ઞાનતા દૂર કરવા માટે સુંદર પ્રયત્ન કરેલો છે.
ઘણી વખત મનમાં એવા એવા પ્રશ્નો થાય છે અને તેનાથી મુંઝવણ પણ થાય છે કે આવા પ્રશ્નો કોને પૂછવા ! સમાજ સામે નજર નાખતાં તે તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મળે તેવા યોગ્ય વ્યક્તિનો અભાવ પણ દેખાય છે. પરંતુ જો મનન પૂર્વક “સિદ્ધચક્ર” પાક્ષિક આદિથી અંત સુધી વાંચી લેવામાં આવે તો લગભગ તે પ્રશ્નોના ઉત્તરો મળી જાય તેવું અગાધ જ્ઞાન આ પાક્ષિકમાં ભરેલું છે.
આ “સિદ્ધચક્ર” પાક્ષિકમાં કંડારાયેલા પ્રશ્નો અને ઉત્તરો એ સામાન્ય સાધુના નથી. પરંતુ આગમોદ્ધારક એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા, આગમોના રહસ્યોના ઉંડા અભ્યાસી અને સતત ભણવા ભણાવવાની પ્રવૃત્તિથી અતિશય અનુભવી એવા શ્રી આનંદસાગરસૂરિજી મહારાજશ્રીના આ ઉત્તરો છે. જેઓનું પાછળથી ટુંકું સાગરાનંદસૂરિજી મ. અથવા સાગરજી મ. એવું નામ જૈન સમાજમાં પ્રસિદ્ધિ પામ્યું છે.
“સાગરજી” મહારાજશ્રી ખરેખર આગમશાસ્ત્રોના સાગર જ હતા કોઈ પણ આગમગ્રંથો લગભગ તેઓશ્રીને, કંઠસ્થ હતા. તે કાળે વર્તતા પ્રસિદ્ધ એવા સંઘના અગ્રગણ્ય આચાર્યો પણ મુંઝવતા પ્રશ્નોના ઉકેલ આ મહારાજશ્રી પાસેથી લેતા. અને તેથી જ સર્વે આચાર્ય મહાત્માઓની બહુમાનભરી નજર સાગરજી મ. શ્રી પ્રત્યે હતી શાસનના વિવાદવાળા પ્રશ્નોનો ઉકેલ શોધવા વારંવાર મળતી
શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી
જ્ઞાનશાળા, અમદાવાદ-૧