SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ પરછ તા.૨૪-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર (ટાઈટલના પા. ૪નું અનુસંધાન). પ્રથમાનુયોગમાં આવતાં તીર્થકરોના ચરિત્રોથી અજાણ્યા હોય અને પર્યુષણાકલ્પમાં ન ઉતર્યા હોય એમ કહી શકાય જ નહિ. જેમ ભગવાન તીર્થંકર મહારાજનાં ચારિત્રો હંમેશને માટે નિયમિત હતાં તેવી જ રીતે સાધુઓની વર્ષાકાળની સામાચારીરૂપ ધર્મ કે જેમાં ચાતુર્માસનું અવસ્થાન, વિકૃતિઆદિનો ત્યાગ, અનેક પ્રકારે જીવોની યાતના, લોચનું વિધાન, તપસ્યા અને તેના પારણાનો વિધિ તપવિશેષને અંગે ગ્રહણ કરાતા જલવિશેષો, વર્ષાકાળને અંગે ગોચરીપાણીનું બંધારણ, બહાર નીકળેલા સાધુ સાધ્વીઓને વરસાદના રોકાણને લીધે થતા અવસ્થાનની વિધિ તેમજ થયેલા કે થતા કલેશને શમાવવા અને તે શમાવવાનો વિધિ એ વિગેરેરૂપ સમાચારી કે જે સાધુપણાનું મુખ્ય કર્તવ્ય છે તે ભગવાન ગણધરોની વખત કે શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીજીની વખત ન હોય એમ કોઈપણ અક્કલવાળો માની શકે તેમ નથી. આ જ કારણને અંગે કલ્પસૂત્રના અંતમાં ભગવાન ભદ્રબાહુસ્વામીજી જણાવે છે તે પ્રમાણે આ પર્યુષણાકલ્પની હૈયાતી ભગવાન મહાવીર મહારાજના વખતે પણ હતી અને તે કલ્પની આરાધનાનું ફળ ભગવાન મહાવીર મહારાજે શ્રીમુખે રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યની અંદર સમસ્ત સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ અને દેવીઓની વચ્ચે જાહેર રીતે ફમાવેલ છે. આ ઉપસંહારનું સૂત્ર ભગવાન ગૌતમસ્વામીજીએ પૂર્વગત શ્રતના પર્યુષણાકલ્પમાં રચ્યું હોય અને તેને અનુસારે ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ પર્યુષણાકલ્પમાં ઉપસંહાર જણાવ્યો હોય તો તે કોઇપણ પ્રકારે અસંગત નથી. ઉપરની હકીકત વિચારતાં પર્યુષણ કલ્પના પ્રથમ તીર્થંકર ચરિત્રરૂપી અધિકાર માટે તેમજ ત્રીજા સામાચારીરૂપ અધિકારને માટે નૂતન રચના કે કલ્પિતપણું માનવાને અવકાશ નથી, પણ શંકાકારના જણાવેલા મુખ્ય મુદ્દા પ્રમાણે સ્થવિરાવલીના અધિકારને કૃત્રિમ માનવા સાથે શ્રી ભદ્રબાહુસ્વામીજીનો કરેલો તે અધિકાર નથી એમ માનવાને કદાચ મન દોરાય પણ તેમાં અત્યંત વિચારને અવકાશ છે, કેમકે દરેક ધર્મમાં હોય છે તે કરતાં પણ જૈનધર્મમાં તત્ત્વત્રયીની માન્યતા વિશેષે ઓતપ્રોત થયેલી અસલથી જ છે, અને આ પર્યુષણકલ્પમાં તીર્થકર મહારાજાઓની આવલી (પરંપરા)ને જણાવીને જેમ દેવતત્ત્વ તરફની લાગણી શાસકારે પ્રદર્શિત કરી ભવ્ય જીવોને તેવી લાગણી ધરાવવા ભગવાન તીર્થકરોના ચારિત્રો જણાવ્યાં અને ધર્મતત્ત્વની રીતિ ભાતિ સામાચારી નામના ત્રીજા અધિકારધારાએ જણાવી દેવ અને ધર્મ એ બંને તત્ત્વોનું આરાધન કરવાનો રસ્તો આ પર્યુષણ કલ્પઢારાએ ઉજ્જળ કર્યો તેવી રીતે ગુરુતત્ત્વના આરાધના માટે ગણધર આદિ સ્થવિરોના ચરિત્રોનું કથન કરવું જરૂરી હોઈ ભગવાન ગણધર મહારાજાઓ પૂર્વગતૠતના પર્યુષણકલ્પમાં સમગ્ર ગણધરોનાં ચરિત્રો, ગણધર આવલીના મૂળભૂત તીર્થકર મહારાજના સંક્ષિપ્તતમ ચરિત્રની સાથે ચરિત્રો રચે અને તે દ્વારાએ ગુરુતત્ત્વને ઝળકાવે તેમાં કોઇપણ પ્રકારે આશ્ચર્ય નથી, પણ એ ઉપરથી એટલું તો નક્કી થાય કે દરેક વખતના કલ્પકથન કરનારા તથા તેને શ્રવણ કરનારા ભગવાન તીર્થંકરોના ચરિત્રોમાં તેમજ ચાતુર્માસની સામાચારીમાં જિનપ્રણીત માર્ગને અનુસરનારા હોઈ કાંઇપણ ફેરફાર કે નૂતન રચના ન કરે તો પણ ગુરુતત્ત્વને અંગે ગણધર આદિ સ્થવિરાવલી વર્ણન કરવાની હોવાથી પોતપોતાના પરમ પૂજ્ય આરાધ્ધપાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરની પરંપરા વર્ણન
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy