________________
તા. ૨૪-૮-૩૪
પર૮
શ્રી સિદ્ધચક્ર કરે અને તેથી ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ પોતાના આરાધ્યપાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરોની પરંપરા વર્ણવી હોય અને તેથી જ ભગવાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ પોતાના આરાધ્યપાદ ગુરુ મહારાજની પરંપરાને જણાવી હોય તો તેમાં આશ્ચર્ય નથી. આ જ કારણથી મધ્યકાળમાં દરેક ગચ્છવાળાઓ પોતપોતાની ગુરુપરંપરા સ્થવિરાવલીની વખત વાંચતા હતા એમ મધ્યકાળના તે તે લેખો ઉપરથી સર જણાય છે. આવી રીતે વસ્તુતત્વ હોવાથી પર્યુષણાકલ્પમાં ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી કે જેઓ સમગ્ર સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કરનાર હતા તેઓએ સ્થવિરાવલી કથનને સાચવવા પોતાના ગુરુ સુધીની માત્ર પરંપરા લખી છે, પણ તે પરંપરા દેખવા માત્રથી તે પર્યુષણા કલ્પની રચના શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ કરી છે એમ કહેવું તે પ્રથમાનુયોગ આદિ શાસ્ત્રોની રચનાના કે કલ્પના જિનાવલી, સ્થવિરાવલી અને સામાચારી રૂ૫ વાગ્યના અજાણપણાનેજ આભારી છે. આ કલ્પસૂત્રનું સાધુસમુદાયમાં પ્રાચીન કાળથી વાચન હતું એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘ સમા પણ આ કલ્પસૂત્રનું વાચન શ્રી નિશીથચૂર્ણિકાર ભગવાનના ઘણા પહેલા કાળથી આનંદપુર નગરમાં હતું એમ શ્રી નિશીથચૂર્ણિને જાણનારો દરેક સુજ્ઞ કબુલ કરશે, અને એવી રીતના પૂર્વકાળથી નિયમિત પૃથગુ વાંચનને અંગે જ આ કલ્પસૂત્ર ઉપર વિશેષથી ચૂર્ણિ, પંજિકા વિધવિધ અંતર્વાચ્ય અને કોઈપણ બીજા સૂત્ર ઉપર નહિ તેટલા પ્રમાણની ટીકાઓ થયેલી છે, અને કોઈપણ સૂત્રની મૂળની પ્રતો જેટલા પ્રમાણમાં નથી હોતી તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં એકલી કલ્પસૂત્રની મૂળની પ્રતો ઘણા પ્રાચીન કાળથી લખાતી આવે છે. વળી કોઈપણ અંગ, ઉપાંગ કે છેદસૂત્રની મૂળની પ્રતોને શ્રીસંઘે શણગારી નથી તેવી રીતે આ કલ્પસૂત્રની મૂળની પ્રતોને સુવર્ણ, રજતના ચિત્રોથી ચીતરાવીને શણગારી છે એટલું જ નહિ પણ સુવર્ણ, રજતની શાહીઓ બનાવીને તેથી આ કલ્પસૂત્રના પુસ્તકો લખાવીને આ કલ્પસૂત્રના મહિમાને ઘણા પ્રાચીન કાળથી જગજાહેર રાખ્યો છે. યાદ રાખવાની જરૂર છે કે ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ જો આ કલ્પસૂત્રની રચના કરી હોત તો પોતાના પૂજ્યપાદ ગુરુ મહારાજ સુધીની પટ્ટાવલી કલ્પસૂત્રના ત્રીજા સામાચારીરૂપ વાગ્યને પૂરું કર્યા પછી જ આપત. વળી પોતાની એકલાનીજ ગુરુ પરંપરા જેમ ઇતર ગ્રંથકારો પોતાના ગ્રંથના અંતભાગમાં આપે છે તેવી રીતે ભગવાન દેવદ્ધિગણિભામાશ્રમણજી પણ જો કલ્પસૂત્રના કર્તા હોત તો તેના અંતમાં માત્ર પોતાની ગુરુપરંપરાજ આપત. કોઈપણ ગ્રંથકાર, કોઈપણ ગ્રંથના અંતમાં આ કલ્પસૂત્રની પેઠે અન્યઅન્ય શાખાઓ અને અન્ય અન્ય કુળોના વર્ણનો આપતા નથી અને સંક્ષિપ્ત અને વિસ્તાર રૂપે કલ્પસૂત્રમાં આવેલું સ્થવિરાવલીનું વર્ણન પોતાની પાટપરંપરા માટે નહિ, પણ માત્ર સ્થવિરોની પરંપરાના વર્ણન માટે જ છે એમ સુજ્ઞ પુરુષો તો સમજ્યા સિવાય રહેશે જ નહિ. વળી વીરમહારાજની દશમી સદીમાં ગ્રંથકારો પોતાના સ્પષ્ટ નામો લખવા પણ તૈયાર ન હતા તો પછી તે અરસામાં ગ્રંથકાર તરીકે પોતાની આટલી બધી શાખાઓ અને કુળોની સંક્ષિપ્ત અને વિસ્તાર પરંપરા દર્શાવવા તૈયાર થયા એ કલ્પનાજ વિવેકી પુરૂષોના હૃદયમાં સ્થાન કરી શકે નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે જો કે પર્યુષણ પર્વમાં સર્વકાળ સર્વ સાધુઓ પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ દરેક સ્થાને પર્યુષણાની વખતે કરે છે, પણ તે પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ જેમ વર્તમાનકાળમાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષના અંત ભાગથી શરૂ થાય છે તેમ સર્વકાળે તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષથી શરૂ