________________
૮૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૧-૩૩ યથાર્થ અર્થના આ વિવરણ પછી કામ અને અર્થની સારી સ્થિતિ તમારા ધ્યાનમાં આવવાની જરૂર છે. શરીર પર ફોલ્લા થાય છે, દાણા ઉઠે છે, શરીરે અસહ્ય અને ન ખમી શકાય એવી બળતરા થાય છે છતાં એ રોગનું નામ તે શીતળા ! નામ શીતળા, પણ શીતળતાનો એક છાંટો નહિ! અસહ્ય વેદના અસહ્ય અગ્નિ અને અસહ્ય સંકટ ! એજ પ્રમાણે અર્થ અને કામ એ બે પુરૂષાર્થનું પણ સમજી લ્યો. અર્થ અને કામ એ બે પુરૂષાર્થ ખરા પણ તે અર્થ નહિ, પણ ખરી રીતે અનર્થ ! કામ અને અર્થ એ પુરૂષના અર્થ નથી પણ તે અનર્થ જ છે અને તેથી જ તે પ્રત્યેક પુરૂષે પાળવા યોગ્ય નહિ પણ કોઈ જાતની શંકા વિના નિશ્ચયપણે ટાળવા યોગ્ય છે. વેપાર કરવામાં આવે છે, હજારોની ખરીદી થાય છે, માલ મોટી સંખ્યામાં વેચાય છે આ સઘળું શા માટે કરવામાં આવે છે નફો મેળવવા ! પણ નફો તો દુર રહ્યો અને ઘરના ઘાલવા પડે તો પછી તેને નફો કોણ કહે ? એજ રીતિ અર્થ કામની કડાકુટપણ તેની છે, એને કહ્યો છે પુરૂષાર્થ પણ ખરી રીતે એ અર્થ નથી પણ અનર્થ છે. ત્યારે તમે કહેશો કે શાસ્ત્રકાર મહારાજઓએ એને શા માટે પુરૂષાર્થમાં જણાવ્યા છે? જો શાસ્ત્રકાર મહારાજઓએ એને પુરૂષાર્થમાં ગણાવ્યા છે તો પછી તમે શા માટે પુરૂષાર્થમાં ગણવાની ના પાડો છો ! મહાનુભાવો! એને પુરૂષાર્થમાં ગણવાની કોઇ ના પાડતું જ નથી. નિઃસંશયએ પુરૂષાર્થ છે, પરંતુ એ પુરૂષાર્થ પણ આરાધવા યોગ્ય છે, એમ શાસ્ત્રકારોએ કોઈ પણ સ્થળે કહ્યું જ નથી. એજ અહીં કહેવાનો મુખ્ય વિષય છે. ત્યારે હવે અર્થ અને કામને સાચો પુરૂષાર્થ ન માનો તો ભલે પણ ધર્મ અને મોક્ષ એ બે તો સાચા અર્થ ખરા કે નહિ. એવો પ્રશ્ન તમોને સહેજે ઉદ્ભવશે શાસ્ત્રકારો તો ધર્મને પણ સાચો અર્થ માનવાની ના પાડે છે ધર્મએ પુરૂષાર્થ ગણાય છે પણ કેટલે સુધી મોક્ષ મેળવવામાં તે કારણરૂપ હોય તો! જો એ ધર્મ મોક્ષ મેળવવામાં કારણભૂત ન હોય તો તેને શાસ્ત્રકારો પુરૂષાર્થ કહી શકતા નથી. અર્થાત્ કેવળ અર્થ રૂપ જો કોઇપણ ચીજ હોય તો તે બીજી કાંઇ નહિ પણ એક માત્ર મોક્ષ છે. જેઓ એમ કહે છે કે જૈન સાધુઓ તો મોક્ષ નામની ચીજ પાછળ ગાંડા થઈ ગયા છે એ તેઓને માત્ર મોક્ષ મોક્ષ અને મોક્ષનોજ ઉપદેશ આપવામાં જીવનની મહત્તા સમજે છે ! તેઓ જૈન શાસ્ત્રના રહસ્યને સ્પર્શવા માટે પણ લાયક છે કે નહિ તે તેમણે જોવાની જરૂર છે. મરણએ પણ મહોત્સવનો વિષય
જૈન શાસનમાં મોક્ષની કિંમત કેટલી છે તે જરા તપાસી જુઓ. તમો એ બાબત તપાસી જોશો તો તમોને માલમ પડી આવશે કે મોક્ષ સિવાય જૈન શાસ્ત્રકારોનો બીજો કોઈ પણ અવાજ યા સાદજ નથી! જૈન ધર્મના સંસ્થાનક તીર્થકર મહારાજે જ્યારે મોક્ષ પામે છે ત્યારે જૈન સમાજ તેમનું કલ્યાણક ઉપજાવે છે વિચાર, તો કરો કે એ ઉજવણીમાં કેવી ગંભીરતા અને મહત્તા રહેલાં છે ! ત્રણ લોકના નાથ, તીર્થકર અને જૈનોનું જેને સર્વસ્વ કહી શકાય તેવા પુરૂષસિંહો ચાલ્યા જાય છે છતાં શોક કરવાને બદલે જૈન સમાજ તે દિવસોને મોક્ષ કલ્યાણ તરીકે ઉજવે છે, હવે તો તીર્થકર મહારાજની ગેરહજરીની ભયંકરતાનો વિચાર કરો; એમની હાજરીની ઉપયોગિતાનો વિચાર કરો, એમના વડે અર્થાત્ એમના સંયોગથી ધર્મમાં કેવી સ્થિરતા હતી. ત્યાગ માર્ગ તરફ કેવો પ્રેમ હતો અને ધર્મ તરફ કેવી જવલંત પ્રવૃત્તિ હતી, તેમના જવાથી એ સઘળું જાય છે, પરંતુ તે છતાં જૈન શાસન તે માટે દિલગીર થવાનું ન કહેતા એવા મહાત્માના મોક્ષના કલ્યાણકો ઉજવે છે એ કલ્યાણક શા માટે