SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૨-૩૪ ૪૩ શ્રી સિદ્ધચક્ર સર્વવિરતિ ધરોની શિક્ષક તરીકેની નિમણુંક N હાજત બહારની વસ્તુ માટે ગુનો ગણનાર જૈનશાસન એ સર્વશના શુદ્ધ કાયદા ફરજીયાત નથી પણ મરજીયાત છે ! હાજત બહારના ગુન્હાઓ જૈવંશાસન રોકે છે, તો પછી બીજા ગહન ગુહાને ગુંગળાવી નાંખે તેમાં તો આશ્ચર્ય શું ! સમ્યકત્વને રોકનાર દર્શનમોહનીય શી રીતે ખસે ? પરમોપકારી શાસ્ત્રકાર મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વર મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ધર્મદેશના દેતાં એમ સૂચન કરી ગયા કે, આ જીવને પોતે અનાદિકાલથી આ ભયંકર સંસારમાં રખડી રહ્યો છે. આ વાતનો ખ્યાલ થાય નહીં ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યકત્વ એ રૂપ, રસ, ગંધ, શબ્દ કે સ્પર્શરૂપ નથી, અર્થાત્ તેનો અગર પાંચ ઈદ્રિયનો પણ વિષય નથી. એ તો આત્મીય ચીજ છે, તો પછી પ્રશ્નને સ્થાન છે કે આત્માની સાથે એ કાયમ કેમ ન હોય? વસ્તુની સાથે તેનો સ્વભાવ પણ હોય જ, એ રીતે દેવતા, નારકી, તિર્યંચ કે મનુષ્યગતિના આત્મામાં સમ્યકત્વ કેમ ન હોય? દરેક જીવ કોઇપણ વખત સમ્યકત્વ વગરનો હોય જ શી રીતે ? અને જો એમ છે તો પછી અમુકને મિથ્યાત્વી કેમ મનાય? સમ્યકત્વ અને મિથ્યાત્વ બેય ચીજ સ્વતંત્ર વિરોધી છે. એકત્ર થઈ શકતી નથી, તેથી મિશ્રગુણસ્થાનક માનવું પડે છે. જો બેય સ્વતંત્ર વિરોધી છે તો બેય એક સ્થાને મનાય શી રીતે ?' સમકિતીને સમ્યકત્વ, મિથ્યાત્વીને મિથ્યાત્વ માનીએ છીએ પણ જો જીવ માત્રને સમકિતવાળા માનીએ તો એ માન્યતા ટકે શી રીતે ? અભવ્ય પણ સમ્યકત્વ વગરના નજ મનાય, કેમકે એમ માનીએ તો તો એને આત્મા વગરના માનવા પડે. મિથ્યાત્વી તથા અભવ્યોનું સમ્યકત્વ રોકાયેલું છે પણ હોયજ નહીં તો રોકાય શું ? આત્મામાં દર્શન છે જ નહીં તો એ મુંઝવશે કોને ? બધા આત્મા સ્વરૂપે સમ્યકત્વવાળા ન હોય તો દર્શન મોહનીય માનવાનો અવકાશજ નથી ! એ ઉપરથી નિશ્ચિત થાય છે કે ભવ્ય, અભવ્ય, સમકિતી, મિથ્યાત્વી, સંસારી કે મોક્ષે ગયેલા દરેક આત્મા સમકિત સ્વરૂપ છે. મિથ્યાત્વી દર્શનમોહનીયને ખસેડી શકયો નથી, અભવ્ય એને ખસેડી શકતો નથી માટે સમ્યકત્વ ગુણને પ્રગટ કરી શકાયો કે કરી શકાતો નથી, ભવ્ય એને ખસેડીને સમકિત પ્રગટ કરી શકે છે. સમકિતી અને મિથ્યાત્વીમાં ફરક આત્માના સ્વભાવમાં નથી, ફરક કયાં છે? ઉપર જણાવ્યું તેમ દર્શનમોહનીયને ખસેડી શકવા તથા ન ખસેડી શકવામાં ફરક છે. આ ઉપરથી સમ્યકત્વ એ બહારથી લાવવાની ચીજ ન રહી, જો તેમ હોય તો એ આત્માનો સ્વભાવ ન ગણાય. જેમ કેવલજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સર્વજ્ઞનો આત્મા તેમજ છાસ્થના કેવલજ્ઞાન સ્વભાવવાળા છે, ફરક આવરણને દૂર કર્યા, ન કર્યાનો છે. સમ્યકત્વ કે કેવલજ્ઞાન નવું ઉત્પન્ન કરવાનું નથી પણ આત્મામાં તૈયાર છે, અર્થાત્ ઉત્પન કરવું પ્રગટ કરવું એ બેમાં ફરક ન સમજનાર જૈનદર્શનની વિશાળતાને સ્પર્શી શકતો નથી. સમ્યકત્વને રોકનાર દર્શનમોહનીયને ખસેડવાનો રસ્તો કયો ? ત્રણ પગથીયાં ચઢે, ત્રીજે પગથીયે આવે ત્યારે એ ખસે. જેમ માક્ષ માટે ચૌદગુણસ્થાનક કહ્યા તેમ દર્શનમોહનીય તોડવા માટે ત્રણ પગથીયાં ચઢવાં જોઇએ.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy