________________
૨૪
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર નિગ્રંથ પ્રવચન એજ અર્થ, એજ પરમાર્થ, શેષ તમામ અનર્થ.
રૂમેવ નિર્થ પવિયાં ગટ્ટ, પાછું, મન ! આ સૂત્રમાં ત્રણ પગથીયાં જણાવ્યાં. “નિગ્રંથ પ્રવચન એજ અર્થ” એ માન્યતા એ પહેલું પગથીયું, “એજ પરમાર્થ” એ માન્યતા એ બીજું પગથીયું તથા “બાકીના બધા પદાર્થોએ અનર્થો” એવી માન્યતા એ ત્રીજું પગથીયું. આ પગથીયે ચઢનારને પ્રથમ ત્યાગ રૂચે. અહીં “વીરપ્રવચન” કે “ઋષભપ્રવચન' નથી કહેતા પણ નિગ્રંથ પ્રવચન કહે છે તે પ્રભુમાર્ગની સુંદર વ્યવસ્થા ધ્વનિત કરે છે, બલ્ક અનાદિની અવિચ્છિન્ન ધર્મ સંસ્થાપના એક સરખી છે તે સાબીત થાય છે. ધનધાન્યાદિ બાહ્ય-પરિગ્રહથી તથા કોધાદિક અંતર પરિગ્રહથી રહિતપણું એનું નામ નિગ્રંથપણું. આ નિગ્રંથપણા માટે કહેવાતું પ્રવચન, નિગ્રંથપણે રચાયેલું પ્રવચન નિગ્રંથપણે પ્રવર્તી રહેલું પ્રવચન એજ અર્થ, એજ પરમાર્થ, એના વિનાના તમામ પદાર્થો અનર્થ આ માન્યતા એજ ત્રણ પગથીયાં. શ્રીગૌતમાદિ ગણધર મહારાજાઓ શ્રીતીર્થકર ભગવાન પાસે આવ્યા, શંકા ટળી, બોધ થયો પણ અહિં સાધુપણાને શો સંબંધ? શંકાનો છેડો પદાર્થના નિર્ણયની કબુલાત એટલે કે સમાધાને હોય પણ એને બદલે એ છેડો ત્યાગમાં કયાંથી (શાથી) આવ્યો ? એ નિર્ણય એવો હોવો જોઈએ કે જે ત્યાગને ખેંચે. જો એમ ન હોત તો નિર્ણયે આવીને વાત અટકત, પણ નિર્ણયની સાથે નિગ્રંથ પ્રવચનની પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. શ્રીગણધરદેવોએ ચૌદપૂર્વ, બાર અંગ પહેલાં કેમ ન રચ્યા? ત્યાગ રૂચ્યા વગર, ત્યાગ કર્યા વગર પ્રવચનની ઉત્પત્તિ નથી. પ્રવચન ટકે
ક્યાં? જ્યાં ત્યાગ હોય ત્યાંજ પ્રવચન ટકે. આ વાત ખ્યાલમાં લેવાથી, સૂત્ર વાંચવાની શ્રાવકોને આશા કેમ નથી તે બરાબર સમજાશે. જેમાં સરકારી નોકરીમાં રહેવાવાળાને, વફાદારીના સોગન ન લે ત્યાં સુધી, ઓફીસમાં ચઢવાનો હક નથી તેમ અહીં પણ ત્યાગની રૂચિ અને પ્રતિજ્ઞા ન થાય ત્યાં સુધી આ જ્ઞાન મેળવવાનો હક નથી. આ પ્રતિજ્ઞાઓ કેવી ? ચાહે પોતાનો સ્વાર્થ હો કે ન હો, દુનિયાદારીના પદાર્થોનું શું થાય એનો વિચાર કરવાનો નહીં, પણ પોતાના વિચાર, ઉચ્ચાર અને આચાર એવાજ રાખવાના કે જેથી સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર કોઈપણ જીવ હણાય નહીં. આ પહેલી પ્રતિજ્ઞા. જીંદગીના ભોગે પણ ત્રસ કે સ્થાવરની વિરાધના નહિ કરવાની પ્રતિજ્ઞાએ પહેલીજ પ્રતિજ્ઞા. દુનિયાની સામાન્ય દશા એ છે કે જીવપણું માત્ર હાલતા ચાલતા જીવોમાં માનવામાં આવે છે, જીવપણાની બુદ્ધિ ત્યાં રહી છે, પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં જીવપણાની બુદ્ધિ મજબૂત થવી જોઇએ તે થઈ નથી. એક અપેક્ષાએ એમ પણ કહ્યું છે કે એ કાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ, એમ શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે. જીવને સ્વતંત્ર માનવાનું કારણ નથી કેમકે શ્રી જિનેશ્વરદેવના વચનો માને નહિ ત્યાં સુધી પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં જીવ માનવાનો વખત આવે નહીં. રાતદિવસ પોતાના ઉપભોગમાં આવતા સ્થાવર જીવોની હિંસામાં પાપ માનવામાં જેને આંચકો ન હોય તેજ એમાં જીવ માની શકે. જૈનશાસન સિવાય જગતમાં આટલા બધા મતો છે પણ એકપણ મતમાં સ્થાવર જીવોનું વર્ણન નથી, કેમકે એના પાપમાં પાપ માનવું નથી અને જો એમાં જીવ મનાય તો પાપ માન્યા વિના છુટકો નથી, માટે શ્રીસિદ્ધસેન દિવાકરે કહ્યું કે એ કાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ.