________________
૩૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૫-૩૪
વજસ્વામી : બાળદીક્ષાનો આદર્શ.
મનુષ્યપણામાં આવેલો પ્રાણી જેને ઉપદેશથી વિરતિની પ્રાપ્તિ થઈ હોય તે આઠ નવ વરસમાં પણ મોક્ષ તરફ પ્રયાણ કરે અને કેટલીક વખત મેળવી પણ લે. વળી જે મનુષ્યો પહેલાંથી જ ભવાંતર જ્ઞાનવાળા હોય, અવધિજ્ઞાનવાળા હોય અને કુળ સંસ્કારવાળા હોય તેવાઓ તો ઉપર કહેલ (આઠ વર્ષની) ઉંમર પહેલાં પણ વિરતિપણાને પામે છે. શ્રી વજસ્વામીને જન્મતાંની સાથે જાતિસ્મરણ ઉત્પન્ન થયું હતું અને તેથી તેમની ઇચ્છા દીક્ષા લેવાની થઈ. તેમણે વિચાર્યું કે સાધુપણું લેવામાં કોઈપણ વ્યક્તિનો પ્રતિબંધ નથી. અગર કોઇનો હોય છે તો તે કેવળ માતાનો જ હોય છે, પણ માતા એ પ્રતિબંધ શા કારણે-શીઇચ્છાથી-કરે છે એ જરૂર વિચારવું જોઈએ. વિચાર કરતાં એ સાફ જણાઈ આવે છે કે એ પ્રતિબંધ કેવળ સાંસારિક સુખને અંગે જ હોય છે. જો એ માતાની સુખની ઇચ્છા તોડી નાખવામાં આવે તો મારા ઉપરનું મમત્વ આપોઆપ ઉતરી જશે. આ બધા વિચારો શ્રી વજસ્વામી જેવાને આવે છે. મહાનુભાવો! વિચાર કરો કે આ પ્રમાણે વિચાર કરવા માટે વજસ્વામીને કેવા ગણવા? વળી એમને વિચાર થાય છે કે એ સુખની ઇચ્છાનો ધ્વંસ કરવા માટે મારે મારી માતુશ્રીને દુઃખી કરવી જોઈએ જેથી એની સુખની આશા શૂન્ય જેવી થઈ જાય, અને આમ થાય તો જ મારા ઉપરનું માતાનું મમત્વ ગળી જાય, અને છેવટે મને મારું મનગમતું ચારિત્ર મળી જાય ! પણ આ યુક્તિનો અમલ કેવી રીતે કરવો ? વજસ્વામી વિચારે છે અને ખૂબ વિચારે છે છતાં એમના જેવું હાનું બાળક માતાને કંટાળો-અત્યંત કંટાળો આવે એટલી હદ સુધીનું દુઃખ આપવાનો ઉપાય કયાંથી શોધી કાઢે ? પણ છેવટે એમની બાળબુદ્ધિ એમની મદદે આવી અને એમને એક સરસ ઉપાય સૂઝી આવ્યો. એમણે વીનાનાં નિત વન” એ ચાણકયમુનિના વાકય પ્રમાણે ખૂબ રોઇને પોતાનું કાર્ય સફળ કરવાનો નિર્ણય કર્યો અને એ યોજનાનો અમલ પણ કરી દીધો. પોતાના પ્રાણપ્રિય બાળકની ચીચીયારીઓ સાંભળીને માતાનું હૈયું ચીરાવા લાગ્યું. અનેક આડોશીપાડોશીઓને ભેગા કર્યા. અનેક વૈદ્યોની સલાહ લીધી અને તેમણે બતાવેલા બધા ઉપચારો હૃદયની સાચી લાગણીથી કર્યા; પણ જેમ “ઊંઘતાને સૌ કોઈ ઉઠાડી શકે પણ જાગતાને કોણ જગાડી શકે?” એ પ્રમાણે શરીર સંબંધી કોઈપણ રોગ વગરના વજસ્વામીનો રોગ કોણ મટાડી શકે અને એમને રોતા કોણ બંધ કરી શકે? શરીરનો રોગ હોય ત્યાં દવા કામ કરે પણ જ્યાં મનમાંજ માંદગીએ ઘર કર્યું ત્યાં કોની દવા કામ લાગે? વજસ્વામીનું રૂદન ચાલુ જ રહ્યું અને તે પણ થોડા ઘણા વખત માટે નહિ પણ અવિચ્છિન્ન છ મહીના જેટલા લાંબા સમયપર્યત. છેવટે એમની યુક્તિ સફળ થઇ. માતાને ખાત્રી થઈ કે હું આ પુત્રને દુનિયાદારીના સ્વાર્થની