SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૧ શ્રી સિદ્ધચક સમાલોચના) * ચતુર્થીના ક્ષયને સ્થાને તેની પૂર્વતિથિનો ક્ષય માનવામાં મતભેદ છેજ નહિ. ૪ ભાદરવા સુદ ૫ નો થાય માનનારે બીજ આઠમ અગીયારસ ચૌદશ અને ક્ષય પૂર્ણિમાનો માન્ય કરવો જોઇએ. * શાસ્ત્ર અને પરંપરાએ ટીપનામાં પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતિથિનો ક્ષય માની તે સ્થાને પર્વતિથિ સ્થાપીને આરાધના કરાય છે. આઠમાના ક્ષયે સાતમને આઠમ માનીને સાતમની તિથિએજ આઠમ મનાય ને આજ આઠમનો પૌષધ છે એમ પૌષધ કરનારો શાસ્ત્ર અને પરંપરાથી બોલે છે. * ક્ષય પામતી તિથિની પહેલાની તિથિ પણ જો પર્વ રૂપ હોય છે તો પહેલાની તિથિનો પણ લોપ ન માની શકવાથી પહેલાની તિથિનો ક્ષય માની તે આગલી તિથિને આગલે દિવસે તેનાથી આગલી તિથિ મનાય છે. * રંગની થિસૂદિતા એ પાઠથી ભાદરવા સુદિ પાંચ. ક્ષય નહિ કરવા માટે કહ્યું નથી, પણ ભાદરવા સુદ પાંચમનો ક્ષય નહિ માનવા માટે તે છઠ અઠમ કરવાના પાઠો કહ્યા છે. * પૂર્ણિમાનો તપ તેરસે કરવાનું કહેવાવાળાએ તિથના ભોગનો વિચાર કર્યોજ નથી વળી એમ તેરસેજ પુનમનો તપ કરવાનો હોતતો ત્રયોદશ્ય એટલે તેરસે કરવો એમ કહેત અથવા પડવે કરવાનું કહેત ત્રયોદશી વસ્તુથી એમ દ્વિવચનથી કહેતજ નહિ. ચૌદશનો ઉપવાસ કોઇ ન કરે કોઇ કરે તો શુ તિથિની અનિયમિતતા માનવી ? * અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસ માનતા પણ કલ્પધર તો અમાવાસ્યાએજ આવે અને તે બે અમાવાસ્યા માની હોત તો હિતાયામાવાવાયાં એમ કહી બીજી અમાવાસ્યાએજ કલ્પધર કહેત પણ તેમ ન કહેતાં સામાન્ય કમાવાણાયાં કહેવાથી સ્પષ્ટ જણાય છે કે અમાવાસ્યાની વૃધ્ધિ માની નથી. (જૈન)) ઉત્તમ કાર્યોને માટે અનુકરણીયતા એટલે અનુકરણ કરવા બાયકપણું તો દરેક અનુસરનારા માટે હોય છે, * અનુકરણીયતાને ઉડાડવા માટે અનુકરણને ગોઠવનાર દિશાનેજ ભુલે છે. શક્તિનો અભાવ છતાં અનુકરણ કરનાર મૂર્ખ બને ને તેથી અનુકરણીયતા ન ઉડી જાય એ સહજથી સમજાય તેમ છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy