________________
૯૨
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક પ્રશ્ન ૫૭૧- જો દેવદ્રવ્યની વ્યાખ્યા શાસ્ત્રધારે જાણી શકવાથી શંકા ટળતી હોય તો તે વ્યાખ્યા
જણાવવાની વિનંતી છે. સમાધાન- જિનેશ્વરોની ભક્તિ, પૂજા, બહુમાન માટે, આશાતના ટાળવા માટે, શરીરના અંગ
ઉપાગની રચના માટે, એકઠું કરાતું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે. પ્રશ્ન પ૭ર- ચોવિસ અતિશયો એ કારણ છે કે કાર્ય?
સમાધાન- ચોવિસ અતિશયો એ કારણ નથી પણ કર્મ છે. પ્રશ્ન પ૭૩-સે ૩યો તેનો એ પદનો અર્થ શો ? સમાધાન- તીર્થંકર નામ કર્મનો ઉદય કેવળીપણામાં હોય છે એ ઉપરના શબ્દોના સ્પષ્ટ રીતે થતા
અર્થ ઉપરથીજ જાણી શકાય છે. પ્રશ્ન ૫૭૪ તીર્થકર નામ કર્મનો ઉદય કેવળીપણામાં છે તો પછી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા
તે વખતે દેવેન્દ્રોએ તીર્થકર માનીને સ્તવ્યા વાંઘા, અને પૂજ્યા, ઇન્દ્રાસનો ચલાયમાન થયા, જન્મ થયા બાદ પણ તીર્થકર માનીને મેરૂ શીખર પર દેવદેવેન્દ્ર ઈન્દ્રાણીઓએ ભક્તિપુરસ્કાર સ્નાત્ર મહોત્સવાદિ કર્યા લોકાંતિકોએ ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યોષણ કરી તીર્થકર માનીને દીક્ષા મહોત્સવ દેવેન્દ્રાએ અને નરેન્દ્રાએ કર્યા વગેરે બિનાઓ શાસ્ત્રમાં પ્રસિદ્ધિ છે; અર્થાત્ ચ્યવનની શરૂઆતથી તીર્થકર માનનારા પાંચ કલ્યાણક તરીકે આરાધનારા આપણે કેવળીપણામાં તીર્થકર નામ કર્મનો ઉદય છે એ કેવી રીતે માની શકીએ? અને જો તે વાત સાચી ઠરે તો બાકીના ચ્યવન, જન્મ, દીક્ષા, આદિમાં
તીર્થકરપણું માની શકીએ કે નહિ ? સમાધાન-શાસ્ત્રના અપેક્ષિક વચનો વ્યવસ્થા પૂર્વકના છે તે સમજવાને માટે બુદ્ધિ ખરચવી પડશે,
ચ્યવનથી માંડીને બધા કલ્યાણકોમાં તીર્થંકર નામ કર્મનો ઉદય છે એ વાત પણ સાચી છે પરંતુ શાસ્ત્રકારનો મુદ્દો એ છે કે ચ્યવનના કલ્યાણકારી અવસરમાં પ્રકૃષ્ટ પુણ્ય સંભારનો ઉદય થાય છે અને તે પ્રબળ પૂણ્યનો સંપૂર્ણ ભોગવટો કેવળપણામાં થાય છે અર્થાત્ જે મુદ્દાએ તીર્થકર નામ કર્મ બાંધ્યું છે.