SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર સાબીત થાય છે. અર્થાત નિયુકિતકારે ચારિત્ર વાચક શબ્દ પહેલો મુકીને ચારિત્ર અધિકતા વ્યક્ત કરી છે. પ્રશ્ન પ૬૮- કચરો લગાડીને તે સાફ કરવો અથતુ કપડાં કાદવમાં બોળવા અને પછી તે ધોવા-ધોઈ નાંખવા તેના કરતાં કપડાંને કાદવ નજ લાગવા દેવો એ વધારે સારું છે. તો પછી શા માટે તીર્થકર નામ કર્મ બાંધીને તે ખપાવવું તેના કરતાં એ નજ બાંધવું તે શું બહેતર નથી ? સમાધાન- ના, કારણકે આ પ્રશ્ન પૂછતાં પહેલાં તીર્થકર નામકર્મ શા મુદ્દાથી બંધાય છે તેનો વિચાર કરવો જોઈએ. તીર્થકર નામકર્મ એ કચરો નથી પરંતુ કચરાને સાફ કરનારો ઉંચા પ્રકારનો સાબુ છે. કપડામાં નાંખવામાં આવે છે તે પણ ત્યાં હંમેશા માટે રાખી મુકવામાં આવતો નથી અર્થાત્ સાબુ કાઢી નાંખવાનો છે એમ જાણીને સાબુને નંખાય છે પરંતુ એ સાબુને પણ ધોઈ નાંખવામાં આવે છે, જેમ સાબુને ધોઈ નાંખવામાં આવે છે છતાં કચરો સાફ કરવાના ઉદ્દેશથી તે નાંખવો જરૂરી છે; તેજ પ્રમાણે તીર્થંકર નામ કર્મની પણ સ્થિતિ છે. જગતના જીવો કઠણ કર્મના કચરાથી રંગાયેલા છે તેમનો કચરો ધોવાને માટે તીર્થકર નામ કર્મરૂપી સાબુ દેવાધિદેવે ત્રીજા ભવમાં ઉપયોગમાં લીધો છે, એથી જગતનો કચરો સાફ થાય છે અને જેમ સાબુ પણ કચરાને સાફ કરતો હોવા છતાં છેવટે તેને પણ ધોઈ નાંખવો પડે છે તેવી રીતે તીર્થકર કર્મની પણ દેશનાદિદ્વારાએ ક્ષય થવાની સ્થિતિ છે. પ્રશ્ન પ૬૯- તીર્થકર નામ કર્મ હોય તો મોક્ષ નહિ અને મોક્ષ હોય તો તીર્થંકર નામ કર્મનો ઉદય નહિ, તો પછી જે સમયમાં તીર્થંકર દેવો મોક્ષે જાય છે તે સમયમાં તો તીર્થકર નામ કર્મનો ઉદય નથી તો પછી તીર્થકર. દેવનું મોક્ષ કલ્યાણક કેમ માનો છો? સમાધાન- હે માને છે, વિનિન્જ મને વિપત્તિ એ વચનના નિયમથી તીર્થકર નામ કર્મ ઉદયના છેલ્લા સમયે મોક્ષ માનીએ તો મોક્ષ કલ્યાણક માનવામાં અડચણ નથી. પ્રશ્ન પ૭૦- આદ્ય તીર્થકર ઋષભદેવે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું, ચરમતીર્થપતિ મહાવીર મહારાજએ દેવદૂષ્ય આપ્યું, સર્વ તીર્થકરોએ સાંવત્સરિક દાન દીધાં, તો પછી એ દાન લઈને તેનો ભોગવટો કરનાર દેવદ્રવ્યના ભોગી ખરા કે નહિ? સમાધાન- નહિજ ! જેઓ દેવદ્રવ્યનું દાન લે છે તેઓ દેવેદ્રવ્યના ભોગી ગણી શકાતા નથી. દેવદ્રવ્યની વ્યાખ્યા સાંભળવાથી તમારો આ પ્રશ્ન સહજ દૂર થઈ શકશે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy