________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન.) અંગ તૈયાર કર્યા. જેઓને દેવતાઓએ ઘેવર અને કોળાપાક જેવી બાળકને લોભાવનારી ચીજોથી નિમંત્રણ કરી નિશ્વળ જણાતાં વૈકીય લબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. જેઓના ગંભીરતાપૂર્વકના શાનથી આશ્ચર્ય પામેલા આચાર્ય મહારાજે તેમના જ્ઞાનની જાણ માટે ગ્રામાન્તરે જવાની જરૂર જણાઈ. જેઓની વાચનાથી શીઘજ્ઞાન પામતા, તુષ્ટ થયેલા શ્રમણવર્ગે ગુરુમહારાજના આગમનનો વિલંબ ઇચ્છયો.
તેવા ગુણવિધાયુક્ત ભગવાન વજસ્વામી પૂર્વ દેશમાંથી વિહાર કરી ઉત્તર દેશમાં પધાર્યા. તે વખતે ઉત્તર દેશમાં દુષ્કાળ પડયો. એ વાત સાધુઓના વિહારને લાયકના રસ્તા પણ બંધ થઈ ગયા ત્યારે સાધુ સમુદાયરૂપ સંઘે વજસ્વામીજીને વિસ્તાર કરવાની વિનંતિ કરી. ભગવાન વજસ્વામીએ પટવિદ્યાર્થી અભિમંત્રી પટ ઉપર સંઘને આરોહણ કર્યો. તે વખતમાં ભગવાન વજસ્વામીનો શય્યાતર જે ચારી માટે ગયો હતો તે આવતો હતો. તેણે તે વજસ્વામીજી વિગેરે શ્રમણ સંઘને ઉડતો જોયો. તેથી પોતે દાતરડાથી પોતાની ચોટલી કાપીને કહેવા લાગ્યો કે “ભગવાન, હું પણ (શીખારહિત હોવાથી) તમારો સાધર્મિક છું.” (અગીયારમી પ્રતિમાનું વહન કે શ્રમણપણાનો અંગીકાર કરવાના પ્રસંગ વગર ચોટલી રહિતપણું હોતું નથી.) પછી સવર્મિક વાત્સલ્યમાં ઉદ્યમવાળા જેઓ હોય છે, તેઓ સ્વાધ્યાયમાં, ચરણકરણમાં અને તીર્થની પ્રભાવનામાં ઉઘમવાળા જ છે આવું સૂત્ર યાદ કરતાં ભગવાન વજસ્વામીએ તે મુંડિત થયેલા શય્યાતરને પણ પટ ઉપર લઈ લીધો. પછી ત્યાંથી ઉડેલા વજસ્વામી પુરિકા નામની નગરી પધાર્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણા હતા. ત્યાંનો રાજા બૌદ્ધની શ્રદ્ધાવાળો હતો. ત્યાં જૈન શાસનના શ્રાવકોને અને બૌદ્ધના શ્રાવકોને માલ્યઆરોહણમાં વિરૂદ્ધતા ચાલતી હતી. સર્વસ્થાને તે બૌદ્ધ મતવાળા હાર પામતા હતા. તે બૌદ્ધ મતવાળાઓએ રાજદ્વારાએ પાસણમાં પણ શ્રાવકોને ફૂલ મળતાં બંધ કર્યો. પાસણમાં પણ ફૂલ નહિ મળવાથી શ્રાવકો ખેદવાળા થયા. બાળવૃદ્ધ સહિત સર્વ (શ્રાવકો) વજસ્વામી પાસે આવ્યા. આ વિગેરે બૌદ્ધ રાજાને જૈની કરવા સુધીની હકીકત તો ઘણીજ પ્રસિદ્ધ છે.
ઉપરના દાતમાં માર્ગનો વિચ્છેદ થવો, શય્યાતરને ચોટલી કાપવી, સાધર્મિક વાત્સલ્યનું સૂત્ર યાદ કરવું અને પુરીકાપુરીના શ્રમણોપાસકનું શ્રાવક શબ્દથી વર્ણન થવું, ફૂલની પ્રાપ્તિ ન થવાથી ખેદના અધિકારમાં પણ શ્રાવક શબ્દનું વપરાવવું, બૌદ્ધના શ્રાવકોને જીતવાની જગા પર અમારા શ્રાવકો જીતતા હતા. એ વિગેરે વસ્તુઓ તત્ત્વ દૃષ્ટિથી જોનારને સ્પષ્ટપણે સમજાશે કે પુરિકાનગરીએ લઈ જવામાં આવેલો સંઘ એ કેવળ શ્રમણ સમુદાયરૂપ સંઘ હતો એમ માનવુંજ પડશે.