________________
૧૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩ મહાવ્રતધારીઓને યોગ્ય ન હોય તે સ્વભાવિકજ છે. જો કે કેટલાકો પૂજા આદિકના આરંભને અંગે ભવાંતરે વેદવા લાયક અલ્પ પાપબંધ માનવા તૈયાર થઈ પૂજામાં અલ્પ પાપને બહુનિર્જરા માનવા તૈયાર થાય છે, પણ આ તેઓનું માનવું વસ્તુ સ્વરૂપને સમજ્યા વિનાનું છે, કેમકે જેમ સુપાત્રદાનમાં સન્મુખ ગમન, ભાજન આદિકનું પરાવર્તન, બાફ આદિકથી થતી વિરાધના, વિગેરે હોવા છતાં તેને આવશ્યક ગણી, તેવા સુપાત્રદાનમાં એકાંત નિર્જરાજ શાસ્ત્રકારોએ જણાવી છે, પણ તેજ સુપાત્રદાનને અંગે અનાવશ્યક અને અયોગ્ય એવા હિંસા અને જૂઠના પ્રસંગને લઇનેજ ભવાંતરે વેદાય એવું અલ્પપાપ અને બહુનિર્જરા જણાવી છે. એવી રીતે પરમેશ્વરની પૂજામાં પણ આવશ્યક હિંસા ભવાંતરે વેદાય એવા અલ્પપાપને ન કરાવે પણ અનાવશ્યક અને અયોગ્ય એવા હિંસા અને જૂઠના આચરણ કરી જે પૂજા કરવામાં આવે તેજ પૂજા ભવાંતરે વેદવાં પડે તેવાં અલ્પ પાપ બંધાવા સાથે ઘણી નિર્જરા કરાવવાવાળાં કહી શકાય એમ ન માનીએ તો જેમ અશુદ્ધ આહાર આદિક દેવાનો ઉપદેશ મુખ્યવિધિ દ્વારા સાધુઓએ શ્રાવકોને આપી શકાતો નથી, તેવી રીતે આ પૂજાનો ઉપદેશ પણ સર્વપૂજામાં અલ્પ પાપ અને બહુનિર્જરા હોય તો આપી શકાય નહિ, એટલું જ નહિ પણ સર્વપૂજામાં અલ્પ પાપ અને બહુનિર્જરા માનીએ તો સર્વ પૂજાનું ફળ અલ્પ પાપને બહુનિર્જરાજ થાય, અને તેવા ફળ માટે દ્વિવિધ ત્રિવિધપણે કે ત્રિવિધ ત્રિવિધપણે સાવદ્યથી વિરમેલો સામાયિક પૌષધવાળો શ્રાવક કે સાધુ કાઉસગ્ગ કરી શકે નહિ, અને તેઓને તે કાઉસગ્ન કરવાનો વિધાન તો સ્થાન સ્થાનપર સૂત્રકારોએ જણાવેલું છે, તેથી સિદ્ધ થાય છે કે સર્વ પૂજામાં ભવાંતરે વેદાય તેવું અલ્પ પાપ બંધાય છે એમ માની શકાય નહિ. ગ્લાનની પ્રતિ સેવા પછી લેવાતું પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત પણ અનાવશ્યક, અશુદ્ધિને અંગેજ ગણી શકાય. શુદ્ધ આહાર આદિકથી કરેલી જ્ઞાનની પરિચારણામાં ગમણાગમણ આદિક કે નદી ઉત્તારાદિ કે અકાલ પર્યટણ આદિ કરવામાં આવે તો તેનું પંચકલ્યાણક વિગેરે પ્રાયશ્ચિત હોઈ શકે નહિ, અને ભગવાનને મહાવીરમહારાજાને લોહીખંડો મટાડવા રેવતીને ઘરેથી પાક લાવનાર સિંહ અણગારને કોઇપણ જાતનું પ્રાયશ્ચિત કરવું પડયું નથી. આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે શુદ્ધ પૂજામાં આવશ્યકીય હિંસા થતાં છતાં પણ ભવાંતરે વેદાય તેવું અલ્પ પાપ બંધાતું નથી, પણ એકાંત નિર્જરા થાય છે.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીય દેશનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂા. -૮-૦
તા.ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રીટઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.