________________
૧૪૯
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર જ નહિ પણ જો દુઃખોત્પાદ અને પર્યાયનાશ માત્રને હિંસા માનવામાં આવે, પણ પ્રમાદી યોગથીજ થતા પ્રાણનાશનું નામજ હિંસા છે, એમ માનવામાં નહિ આવે તો પ્રાણના ભોગે અનેક દુઃખો વેઠીને પળાતા મહાવ્રતોનો ઉપદેશ સર્વથા હિંસામય થશે, તેમજ તપસ્યા, લોચ, વિહાર અને અનશન આદિકનો ઉપદેશ પણ હિંસા રૂપજ થશે. અંતમાં નદી, સમુદ્ર, વિગેરેમાં સિદ્ધિ થવાની વાત કોઇપણ પ્રકારે માની શકાશે નહિ, કેમકે નદી સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થતા જીવોનાં શરીરોથી અપકાયના જીવોના વિરાધના સતતું ચાલુ રહેલી હોય છે, અને તે વિરાધનાથી તે સિદ્ધ થનારા જીવો હિંસક ગણાય, અને તેથી તેઓને ત્યાં સિદ્ધ થવાનો વખત આવેજ નહિ. આવી જ રીતે સાધુઓને કથંચિતુ પડવાનું થતાં વેલડીનું આલંબન લેવાનું કહેવું છે તેમજ અનુપયોગથી આવેલા કાચા મીઠાને ખાવા પીવાનું જે કહેલું છે તે સર્વકથન હિંસામયજ બને. ઉપરોક્ત સર્વનો વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે પ્રાણના નાશ માત્રને શાસ્ત્રકારોએ હિંસા માની નથી, પણ વિષય કષાય આદિના વ્યાપારથી થતા પ્રાણનાશને જ હિંસા માનેલી છે, અને તેવી હિંસા પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતી નથી તેમજ તે કરવાનું કોઈ જગ્યા ઉપર વિધાન પણ નથી. કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે પરમેશ્વરની પૂજાને અંગે થતી વિરાધનાને હિંસારૂપ ગણવાનીજ નથી તો પછી પંચમહાવ્રત ધારક સાધુઓને તે પૂજા કરવાનું વિધાન કેમ નથી? કેમકે તેઓએ પ્રથમ મહાવ્રતમાં જે હિંસાનો ત્યાગ કર્યો છે તે હિંસા પરમેશ્વરની પૂજામાં નથી એ સ્પષ્ટ છે, અર્થાત્ નદી ઉતરવાની માફક પૂજાની પ્રવૃત્તિ સાધુઓએ શા માટે ન કરવી ? આવું કહેવામાં આવે તેના ઉત્તરમાં જાણવાનું કે માત્ર હિંસાના પ્રસંગને લીધે સાધુઓ પૂજા નથી કરતા એમ નહિ, પણ તેઓ દ્રવ્ય પૂજાના અધિકારી નથી, માટેજ તેઓ તે પૂજા કરતા નથી. વિદ્રત્ સમાજમાં તેમજ જૈન શાસ્ત્રમાં પણ એ વાત તો સિદ્ધજ છે કે અધિકારી વિશેષેજ ક્રિયા વિશેષ હોય છે. વળી ગૃહસ્થને લોભ અને પરિગ્રહ સંજ્ઞાથી મેળવેલા દ્રવ્યનો જેમ પૂજામાં સદુઉપયોગ કરવાનો છે તેવી રીતે સાધુઓને સંયમોપકરણ સિવાય અન્ય અધિક ચીજો પણ રાખવાની નથી, અને દ્રવ્યનો સર્વથા ત્યાગ કરવાનો હોવાથી તેમની પાસે દ્રવ્યજ હોય નહિ, તો પછી તેના અંશમાત્રનો સદુપયોગ કરવાની વાત તેમને લાગુ કરી શકય જ નહિ. વળી પરમેશ્વરની પૂજા કરનારે શરીરની અશુચિ ટાળવા માટે સ્નાન કરવું જોઇએ, અને તે સ્નાનનો તો મહાવ્રતધારીઓને સર્વથા ત્યાગ હોય છે. યાદ રાખવાની જરૂર છે કે શરીરના અશુચિપણાને લીધે તેમજ સ્નાન નહિ કરવાનું હોવાને લીધે સાધુઓ ચૈત્યમાં રહેતા નથી. આ બધી હકીકતને બરોબર વિચારનાર મનુષ્ય સાધુઓ કેમ પૂજા કરતા નથી એમ કહી શકે નહિ. ઉપર જણાવેલું સમાધાન સ્વરૂપ હિંસાથી થતા અલ્પકર્મ બંધને પણ નહિ ગણીને કરવામાં આવેલું છે, પણ જો સ્વરૂપ હિંસાથી કિયાકાળ કે ફળકાળ બંનેમાંથી એકેમાં પણ અલ્પ પણ પાપબંધ માનવામાં આવે તો સાધુઓને પૂજાની અકર્તવ્યતા સ્વભાવિકજ સિદ્ધ થાય. કેટલાક પુષ્પાદિકને તોડવા આદિકને વખતે સ્વરૂપ હિંસા માની તેનો અલ્પ પાપબંધ માને છે, અને તે પાપનું પૂજન થતી વખતે થતા સુપરિણામથી સર્વથા નાશ માની બીજા પૂર્વે ઉપાર્જન કરેલા પાપોનો પણ નાશ માને છે, જ્યારે કેટલાકો પુષ્પાદિકના તોડવા આદિકના પ્રસંગે પણ શુભ ભાવ હોવાથી તે હિંસાના પાપ ને પૂજારૂપ ફળકાળ સુધી નહિ ટકાવતાં, ક્રિયાના કાળમાંજ નષ્ટ થયેલો માને છે, પણ એ બંને પક્ષ સ્વરૂપ હિંસાથી ક્રિયાકાળ ને ફળકાળ સુધી અલ્પ પાપ માને છે અને તેથી તે પૂજા સ્વરૂપ હિંસાને પણ છોડવાની ધારણાવાળા