SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (ધન્ય જૈનત્વ. (પ્રભાત) વિશ્વ વ્યવહારમાં મોહ પામ્યા વિના ધર્મને ધીર થઈ કોણ દાખે ? જગત જંજાળ છે આળ પંપાળ આ, ખાળવા નિત્ય એ કોણ ભાખે ? કોણ નિજ આત્મના તત્વને સ્વત્વથી, પ્રેમ રાખી સદા નિત્ય સેવે ? ધન્ય એ સાધુનો સંઘ સંસારમાં નિરમીયો શ્રી મહાવીર દેવે ? સેવતા ચરણ એ સાધુના પ્રેમથી, શરણ પણ એજ પ્રતિ દિવસ ધારે, વ્યર્થ વાણી વડે મોહમાયા વિષે રાચતો શબ્દ પણ ના ઉચારે ! નિત્ય એવું મીઠું જીવન જે ગાળતા, તે જ છે જૈન મહાવીર કેરા, અન્યથા હોય તે પિંજરો અસ્થિના, વ્યર્થ છે તેમના વિના ફેરા ! પ્રણયના અંકમાં અંક રાખ્યા વિના, મોહ માયા તજે નિત્ય માટે, ધર્મના અંશનો ધ્વંશ પણ ટાળવા, જૂઝતા સમરમાં પ્રાણ સાટે ! ધન્ય એ જીવન છે વીર એ વિશ્વમાં, ધન્ય છે માતૃભૂમિ તેમની આ ! ધન્ય જૈનત્વ એ પ્રાણ પ્રકટાવતું ! વ્યર્થ ઉગાર ત્યાં ભાખવા શા ? અશોક
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy