SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તા.૧૯-૧૦-૩૩ શ્રી સિદ્ધચક વ્યાકરણને પણ બરાબર વફાદાર રહે અને તેમાં એ અર્થ ન કરે, અને એટલા ઉઠાવી લીધેલા વાક્યોનો બરાબર અર્થ કરે તો પણ એને તમે જિન શાસનનો સાચો સેવક માની શકો નહિ નિશ્ચય એટલે પ્રમાણવાક્ય અર્થાત્ સંપૂર્ણ અર્થનો નિશ્ચય કરનારું જે જ્ઞાન છે તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. સ્યાદ્વાદશ્રુત સુધી જે પહોચેલો છે તે બહુશ્રુત કહેવાય છે આથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોના વાક્યો એક નયે રહેલાં છે, સર્વ નો મિથ્યાદ્રષ્ટિ છે, એટલે હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે સ્યાદ્વાદશ્રુતવાળો કોણ? સ્યાદ્વાદશ્રુતવાળો કોણ? ઉપરના પ્રશ્નનો ઉત્તર એ છે કે શાસ્ત્રોના વાક્યો ઉઠાવી લઈને તેનો જે અર્થ કરે છે તે સ્યાદ્વાદશ્રુતવાળો નથી પરંતુ જે પૂર્વાપર સંબંધ લઈને વાકયાર્થ કરે છે તેજ સ્યાદ્વાદશ્રુતવાળો ગણાય છે, વાક્ય, મહાવાકય એ ઐદંપર્યાય એવા ભાષાના ત્રણ ભેદ છે. જેઓ વાક્યમાંજ ગુંચવાઈ પડે છે, જેમને વાક્યમાંજ સમજ પડતી નથી તેઓ કદીપણ મહાવાક્યના નિશ્વય સુધી પહોંચી શકવાનાજ નથી. જેઓ મહાવાકયમાં ગુંચવાડામાં આવી પડે છે તેઓ પણ કોઈપણ પ્રકારે નિશ્વય સુધી પહોંચી શકવાના નથી. જેઓ ઐદંપર્યાય સુધી પહોંચે છે તેજ તત્વને પામી શકે છે, “ત્રે નીવા ન દંતવ્યા” આ વાક્ય તો સુપ્રસિદ્ધ છે, અને તે શાસ્ત્રનું વાક્ય છે એ વાત પણ તમે જરૂર કબુલ રાખશો. હવે એજ વાક્યનો તમે સીધે સીધો અર્થ ખેંચી જાઓ અને તેની આગળ પાછળનો સંબંધ ન જુઓ અને ગમે તે રીતે તેના અર્થ કરો તો એનો શબ્દાર્થ શું નીકળશે? “સર્વે જીવોને હણવા નહિ!” સર્વે જીવોને હણવા નહિ એવું જ્યારે શાસ્ત્રવચન છે ત્યારે શું બે ચાર જીવને હણીયે તો વાંધો નથી ? કેવળ શબ્દના અર્થને વળગી રહેશો તો અહીં આવી સ્થિતિ થશે અને સત્યને પામવાને બદલે તમે ગમે ત્યાં જઈ ને અથડાઈ પડશો. શબ્દાર્થ નહિ પણ હેતુજ પ્રમાણ છે. મહાવાક્યર્થ લઇએ તો ત્યાં પણ એનો એ દોષ પાછો આવે છે. સાધુઓ નદી ઊતરે છે એ વાત તો તમે સઘળા જાણો છો, તો તેઓ આજ્ઞાથી નદી ઉતરે છે કે વગર આજ્ઞાએ? તપશ્ચર્યા, લોચ, અનશન ઇત્યાદિ જે કરવામાં આવે છે તે સઘળું કરવાનું કોણે કહ્યું છે ? બીજા જીવોને મરતા બચાવવાનો શરણે આવેલાને રક્ષવાનો આપણે દાવો કરીએ છીએ, પરંતુ એવો દાવો કરનારો સાધુ જે પોતાનેજ શરણે આવેલો આત્મા છે તેને અનશનાદિથી મેળવે છે. જીનેશ્વર ભગવાનો દયાનો ઉપદેશ આપે અને બીજી તરફ પોતેજ બાર વર્ષ સુધી અપવાસ કરે તો તેમનેજ તેમની વાણીથી અર્થાત્ તેમના ઉપદેશ વિરૂદ્ધ વર્તનારા માનવા કે ન માનવા ? જો તમે દયા ધર્મનો ઉપદેશ આપવાનો દાવો કરો છો તો પછી આત્માને આ રીતે કેળવનારાને તમો એને દયાવાળા શી રીતે
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy