________________
૩૫
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર કહેશો? અને જો એને દયાવાળો ન કહો તો શું તમો એને નિર્દય કહેશો? જો તમે એને નિર્દય ન કહો તો પછી એના વચનનું શું? આ રીતે જો તમે માત્ર વાકયાર્થજ ગ્રહણ કરશો તો તમે જરૂર ગુંચવાડામાં આવી પડયા વિના રહેશો નહિ. જે દશા વાકયાર્થની છે તેજ દશા મહાવાકયાર્થની પણ છે. એક શેઠનું ઉદાહરણ લો ઃ આ શેઠ પોતાના છોકરાને કહે છે કે, “બચ્ચા યાદ રાખ! મારી દાબડી ખોઈ નાંખતો નહિ ! નહિ તો મરી જશે તો પણ મારી દાબડી લઇશ!” તો આ શબ્દો પછી તમો કિંમત કોની ગણો છો? છોકરાની કે દાબડીની? આજ રીતે કેવળ વાકયા લેનાર એમ પણ કહી શકે છે કે “શાસ્ત્રોએ સાધુઓને એવી આજ્ઞા કરી છે કે મરણાંતે પણ સત્ય તજશો નહિ ! સત્યની આગળ સાધુના જીવનની પણ કિંમત કરવામાં આવી નથી અને માત્ર એકલા સત્યનીજ કિંમત કરવામાં આવી છે તો એથી સાબીત થાય છે કે શાસ્ત્રને સાધુની કશીજ કિંમત નથી!” હેતુને ન સમજવાનો ગુંચવાડો
આવો ગુંચવાડો મહાવાકયાર્થથી ઉભો થાય છે હવે ઐદંપર્યાય લો ઐદંપર્યાય સમજનારો માણસ ગમે તેવા ગપ્પા મારી શકે એમ નથી. ઔદંપર્યાયવાળો પહેલાં વાકયમાં શું રહસ્ય રહેલું છે, શો હેતુ છે, શો ભાવ રહેલો છે તે નક્કી કરે છે. ઉપલા વાકયનો અર્થ કરતા પહેલાં તે વિચાર કરશે કે દ્રવ્યદયા એટલે શું અને ભાવ દયા એટલે શું? દ્રવ્યદયા અને ભાવદયાનો વિચાર કરવો સરળ નથી. જરા વધારે મગજ દોડાવશો ત્યારે તમે આ વાત સમજી શકો છો. એક અનાથ ગરીબ ભીખારી રસ્તામાં રોગથી તરફડતો પડેલો છે, ભીખારીનું મોટું આવી ગયેલું છે, કોઈ એની સારવાર કરતું નથી. હવે જો તમો એને દવાનો ડોઝ પાઓ છો તો તેથી તે બેહદ હેરાન થાય છે, પરંતુ તે ડોઝ લીધાથી તેની તબીયત સુધરી જઈ તેને આરામ થવાનો છે દવાનો ડોઝ લીધાથી તેના મુખમાં વેદના થાય, એથી તમો તેને દવાનો ડોઝ ન આપો એ ભાવદયા નથી પણ દ્રવ્યદયા છે અને તમો તેને બળાત્કારે પણ દવાનો આખો ડોઝ તેની હિતબુદ્ધિએ પાઈ દો કે ભલે એકવાર મુખમાં વેદના થાય તો થાય! પણ જીવનભરનું દુઃખતો મટશે ને! તો આ રીતે તમે દર્શાવેલી દયા એ પણ દ્રવ્યદયાજ છે, પરંતુ એ દ્રવ્યદયા પહેલાની દ્રવ્યદયા કરતા વધારે ઉંચી સમજવાળી છે, છતા પણ તે ભાવદયા તો નથી જ, કોઈને મરતો બચાવો એ પણ દ્રવ્યદયાનુંજ એક સ્વરૂપ સાથી તમે ધર્મને વેચનારાઓની મનોદશા અહી પણ તમોને ઠોકર ખવડાવશે એવો તર્કવાદ કરનારા ડાહ્યાઓ તમોને મળી આવ્યા વિના રહેવાના નથી. જેઓ ધર્મને પૈસા વડે વેચવા તૈયાર થયા છે, જેમને ધર્મ કરતાં પૈસો વધારે વહાલો છે તેઓ તો એમજ કહેશે કે અરે ભાવદયા અને દ્રવ્યદયાની લાંબી લાંબી વાતો શું કરો છો? દરેક માણસ પોતાના શુભાશુભ કાર્યથી મરે છે, જીવે છે, રોગી બને છે કે સુખી થાય છે, તો પછી એમાં તમે તે એવો કયો પરોપકાર કરો છો કે જેથી એ જીવનમરણના ફળો તમોને લાગે ? એવા પોકળવાદીઓ છે કે જેઓ હરહંમેશ વિરોધ કરે છે તેઓ તરતજ કહી દેશે કે મરવું, જીવવું દુઃખી