________________
તા. ૨૦-૬-૩૪
૪૨૬
શ્રી સિદ્ધચક્ર ૭ આખું નગર વજસ્વામીજીની માતા સુનન્દાના પક્ષમાં થાય છે, અર્થાત-વજસ્વામીજીને
સાધુ પાસે ન રાખવા અને જે સાક્ષીઓ પૂર્વક માતાએ તે પુત્ર પિતાને અર્પણ કર્યો હતો તેઓની પાસેથી પુત્ર માતાને અપાવી દેવો. એવા વિચાર અને વર્તનવાળું આખું શહેર થાય છે. દીક્ષિતો તે ગામના વિરોધને પણ ગણતા નથી ને વજસ્વામીજીને તે માતાને
સોંપતા નથી. ૮ છેવટે સ્વયં કે શહેરની ઉશ્કેરણીથી માતા રાજા પાસે “સાક્ષી પૂર્વક આપેલા પુત્રને
પાછો લેવા ફરિયાદ કરે છે ને રાજા તે બધી સાક્ષી કરીને માતાએ જ પિતાને પુત્ર સોંપ્યો છે આ વાત જાણે છતાં માતાના રૂદનાદિ બાહ્ય દયાથી કે નગરના લોકોની
શરમથી તે ફરિયાદ કાઢી નાંખતો નથી. ૯ હિન્દુ શાસ્ત્રાદિ પ્રમાણે પુત્ર ઉપર પિતાનો સ્વાભાવિક હક હોવાથી અને માતાએ પોતે
સાક્ષીપૂર્વક સોંપેલો છે એ બધી વાત રાજા વિચારતો નથી અને બન્નેના સરખા હક
ગણવા જ તૈયાર થાય છે. ૧૦ વિહાર કરીને તત્કાળ બહારથી આવેલા સાધુઓને પરિચયવાળા છે એમ ગણાવી પુત્રને
સોંપનારી માતા સ્નેહને અંગે સ્તનપાન કરાવતી હતી ને રમાડતી હતી છતાં તે પરિચય
તરીકે ગણાતી નથી. ૧૧ પિતાનો સ્વાભાવિક અને અર્પણથી પ્રાપ્ત થયેલ હક છતાં, ને પરિચયવાળી માતા છતાં
જેની પાસે બોલાવવાથી આવે” તેને સોપવો એવો ન્યાયનો નિર્મળ નાશ કરનારો
ચુકાદો રાજા આપે છે. ૧૨ માતા પણ બાળકને રાજાએ કહેલ હક પ્રમાણે બોલાવતી નથી પરંતુ બાળકને લોભાવનારા
રમકડાં વિગેરે હાથમાં રાખી માતા પોતાની તરફ બોલાવી લેવા માગે છે તે પણ રાજા,
રાજસભા અને નગરજનો ચલાવી રહે છે. ૧૩ રમકડાં વિગેરેને નામે પણ માતા શ્રી વજસ્વામીજીને બોલાવે છે છતાં તેઓ માતાના સામું
પણ જોતા નથી. ત્યારે માતાને બીજી વખત બોલાવવાનો હક રાજા વિગેરે આપે છે. બીજી વખત પણ તેવી રીતે રમકડાંના નામે બાળકને માતા બોલાવે છે છતાં નથી આવતા ત્યારે ત્રીજી વખત પણ બોલાવવાનો હક આપે છે. (આ આખી હકીકત તપાસનારને સ્પષ્ટ માલમ પડશે કે મોહમાં માચેલા ને વિષયરસમાં રાચેલા લોકો અધિકારી હો કે ઇતર હો પણ કેવા તેઓ મોહાધીન મનુષ્યોનો પક્ષ કરે છે. વર્તમાનમાં પણ તે પ્રમાણે રાજા પ્રજા કે બીજા તેવા લોકો દિક્ષાના વિરોધી થાય તેમાં આશ્ચર્ય નથી, પણ માતપિતા સ્ત્રીપુત્ર વિગેરેના મોહને ભયંકર વિપાકવાળો સમજીને ત્યાગમાર્ગમાં મશગુલ બનેલ મહાત્માઓએ તો ત્યાગરૂપ અમૃતના પાનમાં મદદ જ કરવી જોઈએ અને તેના ત્યાગમાં મદદ થાય તો જ ત્યાગીઓના ત્યાગનું અખંડિતપણું રહે.