________________
તા. ૩૦-
૧૪
૨૦૩
શ્રી સિદ્ધયક ધર્મ એજ ઉતાછમાં ઉત્કૃષ્ટ મંગળ છે.
માટે શ્રીધર્મઘોષસૂરિજી ઘનાસાર્થવાહને સમજાવે છે કે ધર્મ એ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગળ છે. હિત પ્રાપ્ત કરવાનું સાધન એનું જ નામ મંગલ છે. બે રાજા લઢે તેમાં પોતાથી બનતા ઉદ્યમની ખામી કોણ રાખે ? ત્યાં એકને જીત તથા એકને હાર શાથી ? કહેવું પડશે કે જેની જીત થઇ તેનું પુણ્ય વધારે હતું, પુણયને અંગે એને બળ, સાધન, અનુકુળતા વિગેરે સંયોગો સારા (જીતાવનારા) સાંપડ્યા હતા. દવા પણ નશીબ સીધું હોય ત્યાં સુધી જ સીધી પડે, હુશીયાર ડાકટરે દવા લખી આપી, લેવા ગયા પણ હડતાળ હોવાથી મળતી નથી, શાની ખામી? ઉદ્યમની ખામી નથી પણ પ્રારબ્ધની ખામી છે. એક વેપારીને નફો મળે છે, એકને ખોટ જાય છેઃ ઉદ્યમની ખામી બેમાંથી એકકેમાં નથી, પણ લાભ થવો-હિત પ્રાપ્તિ થવી એનો આધાર નશીબ ઉપર છે. નશીબ કાંઈ લુહાર સુથાર નથી ઘડતો. કદાચ નશીબને ઘડનાર ઈશ્વરને માનીએ તો જગતમાં પાંચ સાત જણાએજ ઈશ્વરની પૂજા કરવી જોઈએ. નશીબ પોતેજ ઘડે છે, ઇશ્વર તો નશીબ ઘડવાના રસ્તા બતાવે છે તેનો અમલ કરો તો નશીબ ઘડાઈ જાય, ઈશ્વરે સન્માર્ગ બતાવ્યો, તેનું આલંબન ન લ્યો, એથી દુઃખી થાઓ તેમાં ઇશ્વર શું કરે? જેનો ઈશ્વરને નશીબ ઘડનાર નથી માનતા, પણ સન્માર્ગ બતાવનાર માને છે. ડાકટરે ચશ્મા આપ્યા પણ દેખવું (જોવું) એ કામ ચશમા ઘાલનારનું છે. તીર્થકર ભગવાને કહેલો ધર્મ સર્વ શ્રેષ્ઠ છતાં તમે અમલ ન કરો તો શું વળે ? ચશમા ઉભા ન કરી , પણ ચશમા મળ્યા પછી જોવાનું કામ તમારું પોતાનું છે. પરમેશ્વર સન્માર્ગ બતાવશે પણ નશીબ પરમેશ્વર નહીં આપે, ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ એ દેવલોક તથા મોક્ષને દેનારો છે. કડવી મીઠી દવા ?
અહીં કદી શંકા થાય કે ધર્મ એ મોક્ષ દેનારો એમ કહ્યું એ તો વ્યાજબી, એમાં વાંધો નથી પણ સ્વર્ગ દેનાર છે એ વાત ખોટી ! સ્વર્ગને સારું માનો કે ખોટું? જો સ્વર્ગને સારું માનતા હો, તો ભોગને ખરાબ નથી માનતા એમ થયું, કેમકે પાંચે ઈદ્રિયોના વિષયોને સારા માનો તોજ સ્વર્ગને સારું કહેવાનો હક છે,' એનું સમાધાન એક દરદી દુઃખથી (દર્દથી) હેરાન થાય છે, અને દવાથીયે હેરાન થાય છે, દવા એવી કડવી છે કે મોટું સુધરેજ નહીં, અને એક દવા એવી છે કે દવાની સાથે સાકર મિશ્ર કરેલી છે. આ બે દવામાં ફરક ખરો કે? બને દવાથી દર્દ મટવાનું છે. પણ લેનારને તો ફરક ઘણો છે. કડવી દવા લેવી મુશ્કેલ પડે છે, મીઠી દવામાં મુશ્કેલી નથી. સ્વર્ગના સુખ ભોગવનારને ઈષ્ટ લાગે છે, નરકની વેદના ભોગવવી ઈષ્ટ લાગતી નથી, અને કર્મના કારણે છે, પણ નારકી તિર્યંચનું કર્મ પ્રતિકુળતાથી ભોગવાય છે, જ્યારે સ્વર્ગનું કર્મ અનુકુળતાથી ભોગવાય છે. રોગ કાઢવા માટે મીઠી તથા કડવી બેય દવા હોય છે. મીઠી દવા સારી લાગે, કડવી દવા ખરાબ લાગે તેવી રીતે દેવગતિ તથા મનુષ્યગતિમાં કર્મ ભોગવાય તે ગળી દવા જેવા છે, જ્યારે નરક તિર્યંચમાં કડવી દવા ખાવી પડે છે. દેવગતિ મનુષ્યગતિમાં કમસુખે વેદાય છે, જ્યારે નારકી તિર્યંચમાં પ્રતિકુળતાએ-દુઃખે વેદાય છે માટે એ દેવની તથા મનુષ્યની ગતિ ઉત્તમ (સારી) ગણી છે.