________________
શ્રી સિદ્ધચક
તા.૧૭-૧૧-૩૩
૮૪૧-મોક્ષની ઈચ્છા થયા પછી એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નજ હોય. પહેલે ગુણસ્થાનકે
પણ મોક્ષની ઇચ્છા, તથા તેની ક્રિયાઓ હોઈ શકે છે પણ ચોથે ગુણસ્થાનકે મોક્ષની ઇચ્છા
અદ્વિતીય હોય છે. ૮૪ર-ચોથા ગુણસ્થાનકવાળો મોક્ષ સિવાય બીજા પદાર્થની પ્રાર્થનાજ ન કરે. જેમ રસાયણની
જરૂર માત્ર વાયુના વિકારને વિદારવા માટે જ છે, તેમ ઈચ્છા પણ મોક્ષના કારણો મેળવી આપવા માટે જરૂરી છે. ઘડો થવાના કાર્યમાં દંડ સીધો કામ નથી લાગતો, પણ દંડે ઉભું કરેલ ભ્રમણ કામ લાગે છે, તેવી રીતે મોક્ષ થતી વખતે ઇચ્છા જાય ત્યારેજ ભલે મોક્ષ થતો હોય, પણ મોક્ષનાં કારણો જે સમ્યગુદર્શનાદિ તેનો કર્તા કાં તો આત્મા છે, કાં તો કર્મના
ક્ષયોપશમ આદિ છે. ૮૪૩-ખાણમાંથી માટી ગધેડો લાવ્યો, તેજ માટીનો ઘડો બન્યો, પણ તેથી ઘડાના કાર્ય સાથે ગધેડાને
સંબંધ નથી, તેવી રીતે અહિં પણ ઈચ્છાથી સમ્યગુદર્શનાદિ મેળવાયાં, છતાં તેનું કારણ કર્મનો
ક્ષયોપશમ આદિ કે આત્મવીર્ષોલ્લાસ હોવાથી ઇચ્છા એ અત્ર કારણ નથી. ૮૪૪-ઇચ્છા મોક્ષને રોકનારી છે, કેમ કે અયોગીપણું ન થાય ત્યાં સુધી મોક્ષ થતો નથી. ઇચ્છા એ
મોક્ષને રોકનારી ચીજ છે, અને ઇચ્છાના નાશ મોક્ષ થાય છે. શુભ તથા શુદ્ધ કાર્યને અંગે ઇચ્છા એ સાધક વસ્તુ નથી. સાધક વસ્તુ તો મોક્ષના કારણો, સંપૂર્ણ દર્શન, જ્ઞાન, ચારિત્ર જો મળી ગયાં તો ઇચ્છા ન હોય તો પણ મોક્ષ થાય. કાર્યસિદ્ધિ તેના કારણોથી છે, નહિ કે
ઇચ્છાથી. ૮૪૫-શ્રીપાલ મહારાજની કથા શ્રવણ કરી, ધન, કુટુંબાદિની ઈચ્છા કરો તો તે ઇચ્છા તમારા આત્માનું
દારિદ્ર નહિજ ફેડે. ૮૪૬-જગતનો પુદ્ગલથી વ્યવહાર છે, જેમ પલ અધિક તેમ કાર્ય અધિક દુનિયાનો વ્યવહાર
લાગણી ઉપર નથી, પણ કેવળ પદાર્થ ઉપર છે. ૮૪૭-શાસ્ત્રકાર વસ્તુ કે વિવેક શૂન્ય અંતઃકરણ ને વળગતા નથી, પણ વિવેકને વળગે છે. વિવેકને
લાવનાર વસ્તુના જ્ઞાન સાથે જોડાયેલું અંતઃકરણ છે, તે માટે નવપદરૂપ વસ્તુનું જ્ઞાન કરાવવું,
તે થાય એટલે તે વસ્તુધારાએ અંતઃકરણમાં વિવેક જાગે ને તેથી ફળની પ્રાપ્તિ થાય. ૮૪૮-જ્ઞાન, જ્ઞાન તરીકે સાધ્ય નથી પણ જ્ઞાન સંવર નિર્જરાને લાવે તે તરીકેજ સાધ્ય છે. ૮૪૯-અનાર્યની અધમતા રિદ્ધિ સમૃદ્ધિના અભાવને અંગે કે શરીરની સુંદરતાના અભાવને અંગે નથી
પણ ધર્મના અભાવને અંગે છે. ૮૫૦-ચાહે જેટલી મનોવાંછિત રિદ્ધિ, સિદ્ધિ, સમૃતિ હોય પણ જ્યાં ધર્મની પ્રાપ્તિ ન હોય તો તે
અનાર્ય કહેવાય.