SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૧-૩૪ શ્રી સિદ્ધચક ૧૫ ( સુવા-સાગર છે નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી. ૯૬૨ “પઢમંના તોલ” એ પદનો પારમાર્થિક ભાવ જાણવામાં આવે તો ક્રિયાની અવગણના પણ ન થાય. ૯૬૩ “પહેલું ઝાડ અને પછી ફળ” એ જગપ્રસિદ્ધ નિયમને નિહાળનારો ખેડુત કેવળ ઝાડની ઝંખના કરતો નથી, તેવી રીતે “પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એ સાંભળીને આત્માર્થી જ્ઞાનની ઉપયોગીતા સ્વીકારીને સ્વપ્નમાં પણ દયાને દફનાવે નહીં. ૯૬૪ વર્તનના યથાર્થ ફળની પ્રાપ્તિ માટે જ્ઞાનની અત્યંત ઉપયોગીતા શાસ્ત્રકારોએ સ્વીકારી છે એ ભુલવા જેવું નથી. ૯૬૫ ક્રિયા એવી કરો કે તે દ્વારા મળેલું ફળ જાય જ નહિ. ૯૬૬ ચરમાવ અને ચરમભવ વિગેરેના નિર્ણય વગરની કરાતી ક્રિયાઓ નિષ્ફળ છે એવું બોલનારાઓ વસ્તુતઃ શાસ્ત્રથી નિરપેક્ષ છે. ૯૬૬ તિજોરીમાં ભરેલો માલ શરીર કરતાં વધુ કીમતી ગણ્યો છે, પણ તિજોરીને કે તિજોરીમાં રહેલા માલને શેઠ કહેનાર જગતમાં કોઈ નથી; તેવીજ રીતે ભાંગ્યુ તુટયું જ્ઞાન, નાશવંત શરીર કરતાં કીમતી છે છતાં તે બન્ને (જ્ઞાન-શરીર) આત્મા નથી. ૯૬૭ સંસાર રસિક આત્માઓ સાંસારિક ફળ પ્રાપ્તિ માટે જ્ઞાનને ઉપયોગી માને છે, તેવી રીતે સ્વર્ગ અપવર્ગાદિની પ્રાપ્તિનું સાધન જ્ઞાન છે એ કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી. ૯૬૮ પ્રકૃષ્ટપુણ્યનો સંભાર ચ્યવન કલ્યાણકથી છે, પણ સંપૂર્ણ ભોગવટો કેવળીપણામાં છે. ૯૬૯ “કરવા ગયો તેથી નિqહ થયો” એમ કહેવામાં શ્રી ચરમકવલી જંબૂસ્વામી પછીના સંખ્યાબંધ જનકલ્પીઓને નિહવપણાની નામોશી આપતાં પહેલાં “શક્તિ નહિ છતાં કરવા ગયો તેથી નિહવ થયો” એ કહેવું તેજ શાસ્ત્રસંગત છે. ૯૭૦ ધર્મ ધર્મીમાં રહે છે માટે ધર્મીની અવગણના કરવાની શાસ્ત્રકારો મનાઈ કરે છે. ૯૭૧ જૈનશાસનકીડ એટલી બધી વિશાળ છે, કે જેની વ્યાખ્યામાં પૂર્વમહર્ષિઓએ પોતાના સમગ્ર જીવન સમર્પણ કર્યા છે. ૯૭૨ સંસારની રખડપટ્ટીથી બચાવનાર ધર્મ છે માટે ધર્મ-ધર્મ અને ધર્મના સાધનોની પાછળ તમારી જીંદગી સમર્પણ કરો. ૯૭૩ દેવ, ગુરૂ એ બે તત્ત્વ રખડપટ્ટીથી બચાવનાર ખરાં, પણ સીધા હાથ ઝાલીને બચાવતા નથી, જેમ ચક્રવર્તી અને વાસુદેવાદિ વિગેરે દારિદ્ર ફટાડનાર ખરાં પણ ધનદ્વારાએ દારિદ્ર ફિટાડે છે તેમ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy