________________
તા. ૧૫-૧-૩૪
૧૮૧
શ્રી સિદ્ધચક્ર ત્યાગમાર્ગમાં ઉપદ્રવ કરનારના પાપની તુલના, શ્રીગણધરદેવની હત્યા કરનારના પાપ સાથે.
શ્રીસમવાયાંગસૂત્રમાં ભવાંતરમાં ધર્મ પ્રાપ્તિની દુર્લભતાના ત્રીસ કારણો જણાવ્યા છે, તેમાં અઢારમાં કારણમાં સ્પષ્ટતયા જણાવે છે, કે ત્યાગમાર્ગમાં જતાંને જે અંતરાય કરે, અગર એ પૂનિતપંથે સંચરેલાને જે ઉપદ્રવ કરે, એ રીતે ત્યાગના ઉમેદવારને કે ત્યાગીને જે માર્ગભ્રષ્ટ-સ્થાનભ્રષ્ટ કરે તેને મહામોહનીયકર્મ બંધાય. શાસનના સ્થાપક શ્રીતીર્થંકરદેવ છે, પણ નેતા કોણ? સંચાલક કોણ? શાસનના સૂબા કોણ? શ્રીગણધર મહારાજા ! આવા શ્રીગણધર ભગવાનની હત્યા કરનારો મનુષ્ય જેવી રીતે સંસારમાં અનંતકાલ રખડે, દુર્લભબોધિ થાય; તેજરીતિએ ત્યાગી થતા અગર થયેલાને ત્યાગમાર્ગથી ખસેડનારો અનંતકાલ રખડાવનાર મહામોહનીય કર્મ બાંધે. ચક્રવર્તિ તથા વાસુદેવો વિગેરે પણ દીક્ષા લેનારને ધન્ય માનતા અને વંદન કરતા. એવું માનતા હતા, માટેજ એ પ્રસંગે મહોત્સવો કરતા હતા. કૃષ્ણજીનો જાહેર કંઢેરો! એવો ઢોરો કયારે પટાવાય?
ગજસુકુમાલજી (પોતાના પરમ સ્નેહાળ બંધુ)નો દીક્ષા મહોત્સવ કૃષ્ણજી પોતે કરે છે એમની દીક્ષામાં સ્ત્રીને કેટલો કલેશ થયો હશે ! સસરાએ તો લાગ મળવાથી અંગારા મસ્તકે મુકી એમને ભસ્મિભૂત કર્યા. કલેશ કેટલો જાગે ત્યારે આવું થાય! જો ગજસુકુમાલની સ્ત્રીનો કલેશ શમ્યો હોત તો સસરાનો (સોમિલનો) કલેશ જરૂર શમી જાત. જે દીક્ષામાં આવો કલેશ હતો તેવી દીક્ષા દ્વારિકામાં વરઘોડો કાઢીને શ્રીકૃષ્ણજીએ પોતે અપાવીને? હા આ ઉપરથી એ સાબીત થાય છે કે પ્રભુમાર્ગના અજાણો આજે દીક્ષાનો વિરોધ કરીને પોતાના પાપમય માનસનું જૈન જગતને દર્શન કરાવે છે. કોઈ મનુષ્ય પાપોદયે પોતે દારૂડીયો થાય, પોતે નુકશાન સમજે છતાં વ્યસન ટાળી ન શકે એટલે શું પોતાનો દીકરો દારૂબંધ કરે તે વખતે શોક કરે ખરો ? નહીં જ. દારૂમાં નુકસાનને માનનારો પોતે દારૂડીયો છતાં પણ એ પોતાના પુત્રને દારૂડીયો નહિ જ થવા દે. એવી જ રીતે ધર્મને રસ્તે આવેલો મનુષ્ય પાપ માને છે; યદ્યપિ પોતે પાપ કરે છે તથાપિ એની નિંદા ગહ કરે છે, અને તેથી એનો પુત્રાદિ પરિવાર પાપ છોડનાર થાય તો તે તરફ તેની સહાનુભૂતિ હોય છે.
છપન કુલ કોટિયાદવોથી વસેલી, બાર જોજન લાંબી અને નવ જોજન પહોળી, ભરચક વસ્તીવાળી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ મહારાજાએ ઢંઢેરો પીટાવ્યો હતો કે-“દીક્ષાના ઉમેદવારને જે કાંઇ અડચણ હોય તે દૂર કરવા હું તૈયાર છું. વર્તમાન વિઘ્નો દૂર કરી, પાછળની (પરિવારના પાલનપોષણ વિગેરેની) તમામ ફીકર મારે શિરે છે, માટે આખીએ દ્વારિકામાંથી જેને જેને દીક્ષા લેવી હોય, ભગવાન શ્રીનેમિનાથ સ્વામીને શરણે જવું હોય તેણે તેણે નિઃસંકોચપણે વિના વિલંબે બહાર આવવું.” આ વાત શ્રીઅંતગડ અને શ્રીજ્ઞાતાસૂત્રના મૂળમાં જણાવેલ છે. આ ઢંઢેરો પીટાવતી વખતે અંતઃકરણ કઈ સ્થિતિમાં હોવું જોઇએ! અહીં કોઈ પૂછે કે ત્યારે પોતે દીક્ષા કેમ લેતા નથી? પોતાને રાજ્ય ન મળે એથી શું રાજ્ય પામનારને રાજા ન કહેવો? પોતાથી લઈ ન શકાય માટે વસ્તુનું ઉત્તમપણું ઉડી જતું નથી, એ વસ્તુ બગડી જતી નથી. કૃષ્ણજી પોતે તદૃન અવિરતિ હતા એ જ્યારે આવો ઢંઢેરો પીટાવે ત્યારે પોતે દીક્ષા લેતા નથી અને બીજાને લેવરાવવા નીકળ્યા છે. એવું બોલનારા