________________
૧૮૨
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર લોકો શું તે વખતે નહિ હોય? સમકિતી જીવ પોતે પાપ કરે તે નિંદે અને ગુરૂની સમક્ષ ગહેં. આરંભ પરિગ્રહ વિષયકષાદિની અનુમોદના સમકિતીના મુખમાંથી કદી નીકળેજ નહીં, અર્થાત્ પોતાના દોષને સમકિતી ખરાબજ માને. આત્મ-સમર્પણને ગુલામી કહેનારા આત્માના દુશ્મનોજ છે.
હવે મૂળ વાત પર પાછા આવીએ. આત્મા પોતાને જ્યારે દૂષિત થયેલો દેખે ત્યારે દૂષણ ટાળવાની બુદ્ધિવાળો થાય; પણ લાયકાતના અભાવે પોતાના આત્માને જ્ઞાનીને સમર્પે, એમાં ગુલામી નથીજ. બાહ્ય રોગ નિવારવા, ડૉકટરની ટ્રીટમેંટમાં જવું તથા એના અગર પરિચારિકા નર્સના કહ્યા મુજબ ચાલવું એમાં જેમ ગુલામી નથી, તેમ આંતર રોગ નિવારણાર્થે ભાવવૈદ્ય શ્રી સર્વશદેવ કે સદગુરૂને આપણે આત્મા સમર્પયે તેમાં જરાપણ ગુલામી નથી. જો એમાં ગુલામી નથી, પણ એમાં ગુલામી માનીયે, તો વર્ગમાં ભણનારા વિદ્યાર્થીઓને, તથા ડૉકટર કે નર્સને તાબે થનારા દર્દીઓને ગુલામ કહેવા જોઇએ! વિદ્યાર્થીઓને જેઓ શિક્ષણના શત્રુઓ હોય તેઓ ગુલામ કહે, બંધારણવાળા રાજ્યને કાયદાના કાશત્રુઓજ બેડીવાળું રાજ્ય કહે, ડૉકટર કે નર્સ કહે તેમ ચાલવામાં મૂર્ખતા તો દરદીના દુશમનોજ બોલે; તેવી જ રીતે સર્વશ ભગવાનને તેમજ પંચાચારે પવિત્ર મોક્ષમાર્ગના સાર્થવાહ એવા ગુરૂને આત્મસમર્પણ થાય ત્યાં ગુલામી છે એવું કોણ બોલે? આત્માના શત્રુઓજ ! આત્માને ઉન્માર્ગથી હટાવી લેવાની, સન્માર્ગમાં સ્થાપવાની, એટલે કે એની યોગ્ય વ્યવસ્થા કરવાની તાકાત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણી એ ફરજ છે, અને એજ હિતાવહ છે કે આપણા આત્માને મહાપુરૂષને તાબે કરી દેવો. વસ્તુની માલિકી માત્ર ઉપાર્જન કરવાથી મળતી નથી, પણ સદુપયોગ કરવાના સામર્થ્યથી મળે છે. આ દુનિયામાં આપણે જે મેળવીએ છીએ તેની માલીકી આંખ મીંચાય નહી ત્યાં સુધી, એટલે મેળવવાનું આપણા જોખમે પણ માલીકી કુટુંબની એટલે કે કુટુંબના હિસાબે મેળવાતા પદાર્થોમાં ઉપાર્જન થતા કર્મો ભોગવનાર આ આત્મા પોતેજ ! તેમાં કોઇનો ભાગ લાગ નહીં ! આ કેવો વેપાર ! તુરકીના મુલકો જે લે તે તુરકીનું દેવું આપે કે નહીં ? આપે. અહીં કુટુંબ ખાવા તૈયાર છે, દેવું ભરવા તૈયાર નથી. ત્યારે થયું શું? જમવામાં જગલો અને કુટવામાં (માર ખાવામાં) ભગલો. આ વાતનું ભાન હજી આત્માને થયું નથી, માટે જ અવળી મહેનત કર્યા કરે છે. બે ઘડી પણ એવી મહેનત કરો કે જે સફળ થાય, એમાં મળેલી મિલકત કોઈપણ પડાવી શકે નહીં.
આ જીવ અનાદિથી આ રીતે ભવભ્રમણ કરી હેરાન પરેશાન થઈ રહ્યો છે, એવું માને તો શુધ્ધ દેવાદિનું આરાધન, કથંચિત્ અશુદ્ધ દેવાદિને માને તો પણ આરાધન સફળ થાય. શુધ્ધદેવાદિ માન્યા છતાં અભવ્યનું કલ્યાણ નથી થતું, એ આપણે પ્રસંગોપાત સમજ્યા, અને આ સમજ મગજમાં પુરેપુરી ઠસશે, ત્યારે જ શાસન મહેલની સીડી એ તે સીડીના પગથીયાંઓનું પારમાર્થિક અવલોકન થશે. હવે શાસન મહેલ એટલે શું ? શાસન મહેલની સીડી એટલે શું ! અને તેના પગથીયાનું પારમાર્થિક અવલોકન અને ત્યારબાદ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે એ પણ હવે આપણે વિચારશું.