________________
(ટાઈટલ પા. ૪નું અનુસંધાન) . વ્યાખ્યા કરતાં પણ સૂત્રની ટીકાની માફક હકીકત ધ્યાનમાં રાખી વ્યાખ્યા કરનારો મનુષ્ય જ સમ્યગુ વ્યાખ્યાતા કહી શકાય, પણ વ્યાખ્યાતાના નિયમોથી વિરૂદ્ધપણે વર્તી જેઓ વ્યાખ્યા કરે તેઓ વિદ્વાનોની પરિભાષામાં વપરાતી ટીકા કે વ્યાખ્યાના કરનારા ગણાય નહિ.
વર્તમાન જમાનામાં તો ઉપર જણાવેલા સમગ્ર નિયમોથી વિરૂદ્ધપણે વર્તનારાઓને જ વર્તમાન પ્રજા ટીકાકાર ગણે છે પણ વાસ્તિવિક રીતે તેઓ ટીકાકાર નહિ, પણ ભાષાની દૃષ્ટિએ ટીકાખોર છે; અર્થાત્ શાસ્ત્રોમાં જેમ દુર્જનોને અંગે જણાવવામાં આવ્યું છે કે તે દુર્જનરૂપી રાખોડાથી આ મારો શારરૂપી અરીસો ચોખ્ખો થશે, એટલે કે મારા શારાની અંદર મારા પ્રમાદથી થયેલા દોષો તે દુર્જનો જાહેર કરી ગ્રહણ કરશે. પણ હું તેથી સાવચેત થઈશ. ચીકણા પદાર્થ ઉપર લાગેલો રાખોડો પણ તે પદાર્થની ચીકાશને ગ્રહણ કરી લે છે, અને મૂળપદાર્થને સ્વચ્છ બનાવે છે, તેવી જ રીતે આજના ટીકાખોરો કોઈના તરફ નજર કરતાં સસ્તુરુષના ગુણના ડુંગરોને પણ જોતા નથી, પણ બ્લેક સાઈડ પણ દેખવી જોઈએ એમ કહી કેવળ કાળી બાજુમાં જ રાચે છે, બોલે છે અને જાહેર પણ કરે છે, તો તેવા મનુષ્યોને દુર્જનનામ નહિ આપતાં, તેમજ ટીકાકારનામ પણ નહિ આપતાં ટીકાખોર નામ આપવું એ જ વધારે બંધબેસતું ગણાય.
તા. ક:- મુંબઈની યુવકસભાએ ખેડે, માતર કે મુનિશ્રીના ગુરુ પાસે લાંબો ટાઈમ થયા છતાં, નથી મોકલ્યો માણસ કે નથી મંગાવ્યા સમાચાર. વળી સરકારી ખાતામાંથી પણ રિપોર્ટ મેળવ્યો નથી, છતાં ઉહાપોહ કર્યો તેની જડ શી?
હવે પણ તેઓ સાધુઓના ભક્ત બને, દયાળુ થાય, સર્વ અકસ્માતવાળા સ્થાનોએ પોતે જવાની કે મનુષ્યો મોકલવાની સગવડ કરી, તેની સાચી હકીકતની જૈનશાસન અને જનતાને ફાયદો થાય તેવી જાહેરાત કરે તો યુવકજૈનને શોભતું થઈ શકે.