________________
૨૪
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર અને ન કથન કરી શકાય તેવા પ્રકારની હીલચાલ તે પૂજયો પાસે કરાવવા મથે છે, પણ તેવા પ્રકારના મુડદાલ મનોરથો વંધ્યાઓના કોડની જેમ કોઈપણ કાળે ફળીભૂત થયા નથી, થતા નથી અને થશે પણ નહિ
સલાહ એ જુદી વસ્તુ છે અને સત્તા એ જુદી વસ્તુ છે, વિનંતિ કરવાનો હક્ક દરેકને છે, અને તે દર્શાવેલ રીતસરની સૂચનાઓનો અમલ પણ અનેકાનેક વખત થયો છે, થાય છે, અને થશે, પણ સત્તાનું ઉંડું તત્ત્વ રહસ્ય તપાસીએ તો ખુલ્લી રીતે તેમના તરફથી જાહેર થયેલ નિવેદનો છે, કે જે નિવેદનોની અંદર દીક્ષાનો ખુલ્લો અટકાવ છે; દીક્ષાની અટકાયત કરનારાઓના હાથમાં સત્તા અને સલાહ તે વાંદરાના હાથમાં દારૂ ને તલવાર સોંપવા જેવું છે. દુખ ગર્ભિત વૈરાગ્ય પણ વંદનીય છે!
દીક્ષાની પરીક્ષા કરવા માટે દરેક ગામના સંઘ એક સંપીપણ તૈયાર છે ? (સભામાંથી) ના જી. ગાયકવાડી રાજ્યમાં જાહેર રસ્તા પર ચાલ્યાં જતાં ગાંડા પર ટોલની ચીઠ્ઠી હોવી જોઈએ, કે જ્યાં ટોલવાળાને કાયમ હાજર રહેવું પડે છે, ન હાજર રહે તો ગુન્હેગાર થાય, પણ દીક્ષા દેવા સંબંધમાં
વ્યવસ્થા ના કરે તો દંડ કયો રાખ્યો છે? કોઈ ગાડાવાળો અરજી કરે કે ચીઠ્ઠી મેળવવા કયા સ્થાનમાં, ટોલવાળો કયા ટાઈમે બેસશે, અને તે પ્રમાણે તે અરજીદ્વારાએ પુછાવે તો જવાબમાં કંઈ સંતોષકારક જવાબ ન મળે, તો ચીઠ્ઠી રાખવાનો કાયદો એ કાયદો છે કે ગાડાવાળાને હેરાન કરવાની કનડગત છે !!!
દીક્ષાની ના કહેવામાં તમારું જવાનું શું? ના કહેવામાં જેને લેશભર નુકશાન જવાનું નથી, ભાવિ નુકશાનની માલમ નથી તેવાઓની હા અગર ના પર દોડધામ કરનારા મુર્ખ શિરોમણિ છે, બલ્ક તેવાઓની જૈન શાસનમાં ફૂટી કોડીની પણ કિંમત નથી !! અભયકુમારે દીક્ષા લીધી ત્યારે શ્રેણિકે સીંચાણો હાથી હલ્લવિહલ્લને આપ્યો, દીક્ષાના પ્રતાપે એકતાર બનેલી અભયની માતા નંદાએ પણ સાથે દીક્ષા લીધી, અને પોતાની પાસેના દિવ્યકુંડલ અઢાર સેરોહાર અને દેવદુષ્ય એ બધું હલ્લવિહલ્લને આપ્યાં, રાણીઓ દાગીના પહેરી હરેફરે છે, હલ્લવિહલ્લ સાથે દિવ્યકુંડલ અઠાર સરોહાર અને દેવદુષ્યથી સુશોભિત એવી તેની રાણીઓને પદ્માવતી (કોણિકની સ્ત્રી) એ દેખી, દેખવાની સાથે અદેખાઈ આવી, તુરત પતિ પાસે માગણી કરી. પત્નીના સંતોષની ખાતર કોણિક ચેડા મહારાજ પાસે તે વસ્તુઓ માંગી, આપવા તાકીદ કરી જણાવ્યું. ચેડા મહારાજે જવાબમાં ના કહેવરાવી. અંતે કોણિકે લડાઈ લડવા કહેણ મોકલ્યું. ભયભીત થયેલ હલ્લવિહલ્લ ચેડા મહારાજને ત્યાં શરણે ગયા. પૂર્વે જણાવેલ રથમૂશળ અને મહાશીલાકંટક સંગ્રામ શરૂ થયો. કોડો માણસ મરી ગયા અઢાર ઓગણીશ રાજ્ય પાયમાલ થઈ ગયાં આ બધા વિનાશના વાયરાના કારણની જડ અભયકુમારની દીક્ષા !!
(અપૂર્ણ).
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદશાનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી. ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.