________________
૮૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૧-૩૩
જવું છે. એ નક્કી કર્યું છે તો હવે એનો માર્ગ તમોને જડતો નથી એનો માર્ગ આ શાસનમાં તૈયાર છે આ શાસને આજ સુધીમાં બીજું કાંઇ પણ કામ કર્યું જ નથી. તેણે જો કામગીરી કરી હોય તો તે એજ છે કે તેણે મોક્ષનો માર્ગ જગતની જનતાને ઉદારતાથી બતાવી આપ્યો છે એજ માર્ગ આજે ફરી ફરી હું તમારી સામે રજું કરું છું. એ માર્ગ તે બીજો કોઇ નહિ પણ શાસ્ત્ર કહેલો ઘોરી રસ્તો છે જીવને અર્થ અને કામનો રોગ લાગુ પડેલો છે તો એ સામે તમારે ધર્મ અને મોક્ષની ઇચ્છા પણ તમારામાં દાખલ કરવી જોઇએ. જેટલે અંશે તમારામાં મોક્ષ અને ધર્મની ઇચ્છા દાખલ થશે તેટલેજ અંશે તમારામાંથી અર્થ અને કામના વિચારો દૂર ખસશે. અન્યથા નહિ ! ત્યારે હવે એ વિચારો કે એ ઇચ્છાને તમારામાં દાખલ કરવાને દ્રઢનિશ્ચયજ કરી લો એટલે બસ ! પહેલાં ઇચ્છાને દમતા શીખો ફોઇપણ કાર્ય ક્રમે ક્રમે થાય છે, તાવ શરીરમાં ભરાવા ન દેવો એ ખરું છે, પણ જો ભરાયો હોય તો તેને સારામાં સારો ધન્વંતરી પણ એકી સાથે કાઢી શકતો નથી અરે કાઢવા માંગતો નથી જો એકદમ તાવને ઉતરવાની દવા લો તો પરિણામ શું થાય ? એજ પરિણામ આવે કે દરદી થંડો પડી જાય ! એજ વસ્તુ ઇચ્છા પરત્વે સમજો તમે ઇચ્છાનો એકદમ અવરોધ નહિજ કરી શકો, પરંતુ તેને તમે ક્રમે ક્રમે ટાળી શકો છો. તમારામાં આજે નવી ટોપી લેવાની ઇચ્છા થઇ ! ઉપાય શું ? ઇચ્છાને જીતવી છે ! જો જીતવી હોય તો તરત નિશ્ચય કરી લો કે આઠ દિવસ સુધી નવી ટોપી નહિજ લેવી. બહારગામ જવાની ઇચ્છા થાય તો તરતજ તેને રોકી નાંખો, મીઠાઇ ખાવાની ભાવના જાગે તો તરતજ નિર્ણય કરો કે એ વિચાર ત્રીસ દિવસ અમલમાં નથીજ મૂકવો. જો આ રીતે તમો ઇચ્છાને દમવા માંડશો તો ધીમેધીમે એ સ્થિતિએ આવી પહોંચશો કે તમારું અદ્ભૂત આત્મબળ ગમે તેવા સંજોગોમાં હોવ છતાં ઇચ્છા ઉપર વિજય મેળવી શકશે. ભગવાન શ્રીમહાવીરનો અંતિમ સંદેશ એજ છે કેઃ
इच्छाथी विरमो
ભગવાનનો આ જીવનસંદેશ તમારા દરેકના હૃદયમાં ઉતારો શાસ્ત્રો કહેલા અર્થોને બરાબર સમજો અને તમારું જીવન સફળ કરો. તમે જોયું હશે કે અર્થ અને કામ પણ આ રીતે તમોને હંમેશા આરાધવાનેજ યોગ્ય છે એવું શાસ્ત્ર કોઇપણ સ્થળે જણાવ્યુંજ નથી. હવે આગળ વધો ધર્મ ! શું ધર્મ પણ સદાકાળ માટે સાથે રાખવાનો છે એમ તમો જણાવો છો ? શાસ્ર ધર્મની જરૂર જણાવે છે. ધર્મ તમારો શ્વાસોશ્વાસ થાય એમ શાસ્ત્ર ઈચ્છે છે, પરંતુ એ ધર્મ પણ કયાં સુધીને માટે છે ? મોક્ષના સાધન તરીકે છે. ધર્મ પુરૂષાર્થ ખરો પણ તે શાથી મનાયો છે ? એટલાજ કારણથી કે તે મોક્ષના કારણભૂત છે. ધર્મને સંભારવો, પાળવો, સ્વિકારવો એ બધું ખરું પણ તે ધર્મ પૈસા મેળવવા માટેનો નહિજ ? જે ધર્મ કેવળ મોક્ષનીજ ઇચ્છાપૂર્વકનો છે તેજ ધર્મ તે ભાવ ધર્મ છે એ ભાવ ધર્મને પરિણામેજ મોક્ષ છે અને એ મોક્ષમાં અનંત સુખ અને સાચી શાંતિ રહેલાં છે. મહાવીર મહારાજ એ સાચી શાંતિ જીતવાનો માર્ગ દર્શાવતા જણાવે છે કે “ઇચ્છાથી વિરમો !' ભગવાનનો આ જીવન સંદેશ તમારી આંખો આગળ રાખો એ સંદેશને બનતી શક્તિ દ્વારાએ અમલમાં મૂકવાનો પ્રયત્નો કરો અને મોક્ષની દિશાએ વધવાનો નિશ્ચય કરો. જો તમે આટલું કરી શકશો આ કપરા ભવભ્રમણમાંથી છુટવાના સમય તમે મેળવી શકશો તોજ અને અનંત સુખના ભાગી બની સાચી શાંતિ મેળવી શકશો.