________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
ઉંમરવાળા બાળકની ખ્યાતિ જેમ સામાન્ય હોય અને પછી વયની વૃદ્ધિ થતાંની સાથે ગુણોની વૃદ્ધિ થતાં, ખ્યાતિની વૃદ્ધિ થાય અને લોકોમાં તે નેતા બની ઘણાઓને ઉંચે રસ્તે લાવનારું થાય છે તેમ આ પત્ર પણ ભવિષ્યમાં તેવી સ્થિતિએજ આવી લોકોને સન્માર્ગે દોરનાર થશે, એવું ભવિષ્ય ભાખવામાં કોઈપણ જાતની અતિશયોક્તિ કરી છે એમ કહેવાય નહિ. આ ભવિષ્યને લક્ષમાં રાખીને જ આ પત્રના સંચાલકોએ ગત વર્ષમાં કંઈ પ્રસંગો છતાં, ચાલુ વાતાવરણ, અંગત આક્ષેપવાળા લેખોને સ્થાન આપ્યું નથી. જો કે કોઇપણ જાહેરપત્ર પોતાના સુંદરતમ લેખોવાળું હોય તો પણ બીજાઓના આક્ષેપમાંથી દૂર થઈ શકતું નથી, અને તેવી રીતે આ પત્રના અંગભૂત વ્યાખ્યાનાદિને અંગે પણ બન્યું હોય છતાં આ પત્રના સંચાલકોએ અન્ય તરફથી થતી ટીકા અને આક્ષેપોના વળતા જવાબો તેવા લેખોદ્ધારાએ આપ્યા નથી, પણ માત્ર સમાલોચના તરીકે પત્રકારના કે ટપાલના પત્રોના ટુંકા જવાબો આપ્યા છે અને તેથી આ પત્ર મગરૂરી લઈ શકે છે કે પોતાના એવા ટીકાપાત્ર લેખોના સમૂહથી પોતાનું શરીર બેઢંગુ કર્યું નથી અને તેથી આ પત્રના ગ્રાહકોની તેમજ વાંચનારાઓની સંખ્યા દરેક પખવાડિયે વધતી રહી છે, અને આશા રહે છે કે આવીજ નીતિએ ચાલતું આ પત્ર પોતાની ધાર્મિક સેવા બજાવવા સાથે વાંચકોની અને ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ કરનારૂં થશે. આટલું પ્રસ્તુતને અંગે જણાવ્યા પછી પત્રનું નામ, તે નામથી સૂચિત થતા પવિત્ર અવયવોના ગુણો તરફ વાંચકોનું ધ્યાન ખેંચવું જરૂરી છે. આ પત્રનું નામ “શ્રી સિદ્ધચક' એવું એટલાજ માટે રાખવામાં આવેલું છે કે આ પત્રમાં સાક્ષાત્ કે પ્રસંગનુપ્રસંગે સિદ્ધચક્રમાં સમાવિષ્ટ થયેલા નવપદોના સ્વરૂપ આરાધના કે તેનું ફળ જેવા વિષયો લેવા તે સિવાયના વ્યવહારી કે દુનિયાદારીના વિષયમાં આ પત્રે પોતાનો કોઈપણ ભાગ રોકવો નહિ, જો કે કેટલાક વ્યવહાર દ્રષ્ટિના વાંચનારાઓને દેશ દેશાંતરના અવનવા બનાવો જાણવાની જિજ્ઞાસા રહેતી હશે, પણ તે જિજ્ઞાસા આ પત્ર ઉપરના ઉદ્દેશમાં રહેવાથી પુરી કરી શકશે નહિ, જો કે ઉત્સવ, ઉપધાન, ઉદ્યાપન, પર્વારાધન, સામૈયાં કે રથયાત્રા વિગેરેના વર્ણનો અને તેની ખબરો શાસનને અંગે તેની ઉન્નતિને માટે ઉપયોગી છે, છતાં તે તરફ આ પત્ર મુખ્ય ભાગે મૌનજ સેવવાની વૃત્તિ એટલા માટે ધારણા કરી છે કે તેના વર્તમાનમાં ઘણી વખત કારક અને ઉપદેશકોની મહત્વાકાંક્ષાની હરિફાઈ માટે મોટું રૂપ લે છે અને પત્રને પણ તે ઉપદેશક અને કારકની મહત્વાકાંક્ષાના પોષક બની ભાગીદાર થવું પડે છે. આ પત્રનો મુખ્ય ઉદ્દેશ શ્રી નવપદ આરાધક એવો મનુષ્યનો સમુદાય પ્રતિગ્રામે વધતો જાય અને અન્ય ગ્રામોના નવપદના આરાધનના સમાચાર સર્વત્ર પ્રસરે અને તેથી જે ગામોમાં નવપદનું આરાધન ન થતું હોય ત્યાં થવું શરૂ થાય, જ્યાં પરચુરણ આવકથી થતું હોય ત્યાં નિયમિત આવકથી આરાધના થાય, જે સંસ્થાને આરાધનની વ્યવસ્થા હોય છતાં આરાધકોનું