SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (મિથ્યાત્વની મર્યાદા સમજવાની જરૂર !!! ભવ્યજીવોના કલ્યાણ માટે અનેક શાસ્ત્રોની રચના કરનાર, અને સ્વાર કલ્યાણના ઈચ્છક શાસકારોએ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ નહિં જણાવેલ છતાં સમ્યકત્વ શિરોમણી ન મહારાજા અને પ્રતિવાસુદેવ રાવણ વિગેરેના કૃત્યોને અપવાદ છે એવું કથન કરનાર મનુષ્યશ્રી અર્થદીપિકાકાર અને ચૌદશોગુમાલીશ ગ્રંથના પૂ. પ્રાતઃ સ્મરણીય પ્રણેતાના પારમાર્થિક પ્રવચનને ઉલ્લંઘન કરવાનું સાહસ ખેડે છે તે વિચારવા જેવું છે ! અપવાદનો અર્થ અલ્પસંખ્યા કરવો એ જેમ ઠીક નથી, તેમ ઉત્સર્ગમાર્ગની સાથ્થતા કે રક્ષણ સિવાયના કૃત્યોને અપવાદ કહેવો તે પણ ઠીક નથી. તાત્ત્વિકપણે તત્ત્વની શ્રદ્ધા હોવા છતાં આ લોકના ફલ માટે આરાધનાને મિથ્યાત્વ કહેનારા પૂર્વસંગતિકદેવ માટે ચાર બુદ્ધિના નિધાન અષ્ટમ પૌષધ કરનાર અભયકુમારને શું મિથ્યાત્વી માને છે ? તેવીજ રીતે દેવકીજીના સંતોષને ખાતર દેવતાને આરાધવા અષ્ટમ પૌષધ કરનાર ક્ષાયિક સમ્યકત્વના માલીક કૃષ્ણ મહારાજાને શું મિથ્યાત્વી ગણે છે? ગુટિકાદેનાર દેવતાને આરાધનારી સમ્યકત્વપરાયણ સુલતાને શું મિથ્યાત્વવાળી ગણવી. પખંડસાધનાર, સર્વોપરિસત્તાનો પ્રથમસૂર કાઢનાર ભરત મહારાજા વિગેરે ચક્રવર્તીઓ તથા ત્રણખંડ સાધનાર વાસુદેવો વિગેરે જે અષ્ટમપષધ કરે છે તે બધાને શું મિથ્યાત્વી ગણે છે? અકસ્માત આવેલી આપત્તિમાંથી મુક્ત કરાવવા માટે કાઉસ્સગ્ન કરનાર પતિવ્રતાધર્મ પરાયણ સુદર્શન શેઠની પત્નીને શું મિથ્યાત્વવાળી ગણવી? ક્ષેત્રના અવગ્રહ માટે કાઉસ્સગ્ન કરનાર સમસ્ત સાધુઓને શું મિથ્યાત્વી ગણે છે ? રથાવર્તગિરિની અધિષ્ઠાત્રીદેવતાનો અવગ્રહ માટે કાર્યોત્સર્ગ કરનાર શાસનપ્રભાવક સૂરિપુરંદર ભગવાન વજસ્વામીજીને કેવા ગણવા? કોઢરોગ ટાળવા માટે શ્રીપાળમહારાજને શ્રીનવપદનું આરાધન બતાવનાર ભગવાન મુનિચંદ્રસૂરીશ્વરજીને, તથા તે આરાધન કરનાર શ્રીપાળમહારાજા એ કરાવનાર પ્રભુમાર્ગ ધર્મ પરાયણ વિદુષીમયણાને કયા જૈનો મિથ્યાત્વી ગણે ? આ હકીકત લોકોને આ લોકની ઈચ્છાએ દોરવવા કે તેમાં પ્રોત્સાહન આપવા માટે નથી, પણ દ્રવ્ય ક્રિયાપણાને લોકોત્તર મિથ્યાત્વમાં ભૂલ ન થાય તે યાદ રાખવા માટે જરૂરી છે. વસ્તુતઃ શાસકથિત ઉપર મુજબ અનેકાનેક દષ્ટાંતો અને તે દષ્ટાંતોમાં રહેલ પરમાર્થને દીર્ઘ દર્શીઓ જરૂર અવલોકી શકે છે, જંગલમાં જઈ ચઢેલો મુસાફર જીવન ટકાવવા લોટા પાણી માટે મોંઘામોતીનો હાર આપનાર જગમશહુર ઝવેરીને ઝવેરી બજારમાં બે બદામના બોરા પેટે સોનાની કલ્લી કાઢી આપનાર છોકરા જેવા ગણવો, માનવો અગર કહી દેવો તે વચન વિધાનપરિષદમાં લાંબો કાળ ટકી શકતું નથી; માટે કલ્યાણકાંક્ષી આત્માઓએ આગમજ્ઞાનીઓ પાસે મિથ્યાત્વ અને મિથ્યાત્વી ગણવાની મર્યાદા સમજવાની આવશ્યકતા છે. “આગમોદ્ધારકની ઉપાસનામાંથી”
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy