________________
તા. ૧૨-૬-૩૪
૩૮૮
' શ્રી સિદ્ધચક્ર ટોસ્થા' વિગેરે વાકયોથી શાસ્ત્રકાર દરેક તીર્થકરોને ગર્ભાદિક બધી અવસ્થામાં તીર્થકર તરીકે જણાવે છે એ સ્પષ્ટ છે, જેવી રીતે ભવ્ય શરીર દ્રવ્યનિપાની આરાધના કરવાનું કલ્યાણક, સ્વપ્ન, સ્વપ્ન સંબંધી નિર્દેશ અને જઘન્ય વિગેરે વાચનાના નિર્દેશોથી આરાધ્યતા માત્ર નક્કી થાય છે એમ નહિ પણ તેમની વિરાધના કે આશાતનાને અંગે પણ ભયંકરપણું દેખાડવામાં તીર્થકર કે તીર્થંકરની માતાનું પ્રતિકૂળ ચિંતવનારનું મસ્તક આર્યમંજરીની માફક સાત કટકાવાળું થશે એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એટલે ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો જેવી રીતે તેની આરાધ્ય છે તેવી રીતે તેની આશાતના પણ વર્જવાની છે.
કદાચ એમ કહેવામાં આવે કે ગર્ભ અવસ્થાથી જો દેવ તરીકે માનવામાં આવે તો ભગવાન રિખવદેવજી મહારાજ વિગેરે આપેલા દેશરાજ્ય વિગેરે લેનારા તેઓના કુમારો તેમજ સર્વ તીર્થકર મહારાજાએ આપેલા સંવચ્છરી દાન વખતે તે દાનને લેનારા દેવો અને દાનવો અને માનવો દેવદ્રવ્યના ભોગી બની દોષપાત્ર કેમ ન બને ? આવું કહેનારાઓએ સમજવું જોઇએ કે ખુદ ભાવઅવસ્થામાં પણ અનેક અપેક્ષાએ અનેક સંબંધો રહી શકે છે તો પછી ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાની વખતે ભિન્નભિન્ન સંબંધો રહે તેમાં આશ્ચર્ય શું છે ?
જો એમ માનવામાં ન આવે તો પંચમહાવ્રતપાલક અને શુદ્ધ સાધુતામાં રમણ કરી કેવળજ્ઞાનાદિક ગુણો પ્રાપ્ત થયે મહાપુરુષો મોક્ષે જાય ત્યાર પછી તેમના નિર્જીવ કલેવરને સાધુપણાને અનુચિત એવા સ્નાનાદિક સંસ્કારોથી કેમ શોભિત કરી શકાય ? અર્થાત્ જેમ જ્ઞશરીરમાં દેવ અને સાધુપણાની બુદ્ધિ છતાં પણ નિર્જીવપણાની સ્થિતિ ધ્યાનમાં રાખી સ્નાનાદિક સંસ્કારો કરી શકાય છે, તેમ ભવ્ય શરીરપણાની વખતે પણ તેવી રીતે અનેક સંબંધો ધ્યાનમાં રાખી દેવપણાને અંગે આરાધન કરવા પૂર્વક વિરાધનાનો ત્યાગ થાય અને સાંસારિક ફરજ તરીકે રાજ્યરિદ્ધિબાદિનું અર્પણ તથા સંવત્સરી દાનનું દેવું લેવું થાય તેમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી, વળી ખુદ તીર્થકરોથી અનુજ્ઞાત થયેલા ઉપકરણાદિક વાપરવામાં આવે તેમાં ખુદ ભાવ તીર્થકરપણું છતાં પણ દેવદ્રવ્ય ભોગનો દોષ નથી.
વસ્તુતઃ જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિને ઉદ્દેશીને કરેલું, કહેલું, કલ્પેલું કે આવેલું દ્રવ્યજ દેવદ્રવ્ય કહેવાય છે અને તેના જ ભક્ષણને અંગે ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્યના ભક્ષણ તરીકેનો દોષ ગણાય છે. એમ ન માનીએ તો ખુદ તીર્થંકર મહારાજના માટે બનાવેલા સમવસરણમાં કે દેવછંદામાં કોઈથી બેસી શકાશે નહિ.
ઉપરની હકીકતથી વિવેકી જ્ઞાનવાળો અને શ્રદ્ધાવાળો મનુષ્ય જ્ઞશરીર દ્રવ્યનિપાની માફક ભવ્યશરીર દ્રવ્યનિપાને પણ માનવાની જરૂર જોશે તે સ્વાભાવિક છે.