________________
તા.૩૦-૩-૩૪
૩૦૯
શ્રી સિદ્ધચક્ર શકાય તો કેટલા નથી અને કેવા પુરુષને આશ્રીને અને કોણ કરે?
સમાધાન- સૂત્રની વ્યાખ્યાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એવા ચાર દ્વારો છે. જીનેશ્વર મહારાજના શાસનમાં કોઇપણ સૂત્ર કે અર્થ નયઅપેક્ષા વગરનો નથી, અને તેથી દરેક સૂત્રની વ્યાખ્યામાં નય નામનો અનુયોગ હોવો જ જોઈએ, પણ આર્યવજસ્વામીજી સુધી અપૃથકત્વપણે અનુયોગ હોવાથી નયની વ્યાખ્યા સંપૂર્ણ હતી, પણ આર્યરક્ષિતસૂરિજી પછીના કાળમાં પૃથકત્વઅનુયોગ હોવાને લીધે કાલિકાદિ શાસ્ત્રો નય વ્યાખ્યા શૂન્ય માનવામાં આવેલા છે અને તેથીજ શીલાંકાચાર્ય અને વાદિવેતાલ શાંતિસૂરિજી સરખા ધુરંધર આચાર્યો ચારાંગ અને ઉત્તરાધ્યયનની ટીકા વિગેરેમાં દરેક સૂત્રે નયની વ્યાખ્યા કરતા જ નથી અને અધ્યયન અને શ્રુતસ્કંધ કે શાસ્ત્રની સમાપ્તિમાં માત્ર જ્ઞાન ક્રિયા રૂપી બે નયદ્વારાએ જ નયનો અનુગમ કરે છે. છતાં પણ પૃથકત્વાનુયોગમાં પહેલા ત્રણ નયે કરીને પ્રચુરતાએ અધિકાર વ્યાખ્યા ગણવામાં ગણાય છે. પણ તે અધિકાર વ્યાખ્યા કરનારો નયવાદમાં અત્યંત કુશળ હોય અને વ્યાખ્યા સાંભળનારો પણ નય અધિકારમાં મુંઝાય એવો ન હોય તોજ તે ત્રણ નયેપણ સૂત્રની વ્યાખ્યા કરવાનો અધિકાર શાસ્ત્રકાર જણાવે છે.
પ્રશ્ન ૬૬૦-શુકલપાક્ષિક જીવોને કેટલો સંસાર અવશેષ હોય ?
સમાધાન- સ્થાનાંગસૂત્રની ટીકા વિગેરેમાં જીવોના કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક એવા બે વિભાગ પાડતા જે જીવોને અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેઓને શુકલપાક્ષિક ગણાવ્યા છે. જો કે સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસારજ શેષ હોય છે તો પણ શુકલપાક્ષિકપણાના અંગે કોઇ પણ જાતિમાં કે કોઈ પણ ગતિમાં જીવ રહ્યો હોય છતાં કેવળી મહારાજની દૃષ્ટિએ અપાઈપુદ્ગલમાં મોક્ષે જવાનો હોય તો તેને શુકલપાક્ષિક કહી શકાય, અને સમ્યકત્વની પ્રાપ્તિ તો સંક્ષિપંચેન્દ્રિયપણામાંજ હોય, અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટો કાલ અપાઈ પુગલ પરાવર્ત જેટલા સંસારનો છે અને તેટલો બધો કાળ સમ્યકત્વ પામ્યા પછી કોઈકજ જીવ રખડે છે. કેટલાક જીવો તો સમ્યકત્વની પ્રાપ્તિના જ ભવમાં કે સાત આઠ ભવમાં મોક્ષે જાય છે, પણ શુકલપાક્ષિક જીવ તો નિયમિત અપાઈ પુગલ પરાવર્ત સંસાર બાકી રહે ત્યારથી જ ગણાય છે. એટલે સર્વ શુકલપાક્ષિક થતા જીવોને નિયમિત અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય છે. ક્રિયાવાદી એટલે યથાસ્થિત નવતત્વને ન માનનાર છતાં પણ જૈનદર્શનની ક્રિયામાં નહિં આવ્યો છતાં પણ જે મોક્ષની ઇચ્છાવાળો હોય તેને તે ઇચ્છાએ ક્રિયા કરનારને જે શુકલપાક્ષિક કહેવાય છે તે એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેની અપેક્ષાએ કહેવાય છે. એટલે ક્રિયાવાદીની અપેક્ષાએ કહેવાતા શુકલપાક્ષિકને એક પુલ પરાવર્ત સંસાર શેષ હોય એમ માની શકાય અને તેથીજ ભગવાન હરિભદ્રસૂરિજી પણ જણાવે છે કે એક પુગલ પરવ્રતથી વધારે શેષ સંસાર જે જીવને બાકી હોય તે જીવને મોક્ષની ઇચ્છા થાયજ નહિં. અને તેથી જ મોરવાસગોવિ નન્નત્થ એ વિગેરે વચનો કહેવામાં આવેલા છે.
પ્રશ્ન ૬૬૧-આદેશ શબ્દનો અર્થ શો ?
સમાધાન- પડિલેહણાના અધિકારમાં જે રેખા દેખવાદિક ત્રણ વ્યાખ્યાઓ છે તેને આદેશ કહેવામાં આવે છે તથા અપકાયની મિશ્રિતાના અધિકારમાં પરપોટા શમવાઆદિક ત્રણ આદેશો કહેવામાં આવે છે. તે જગા પર આદેશત્રિક શબ્દનો અર્થ ત્રણ મત એવો કરવામાં આવે છે, અને તેજ જગા પર અનાદેશ શબ્દનો અયોગ્ય મત એવો અર્થ કરવામાં આવે છે. એવી રીતે મતિશ્રુતજ્ઞાનના અધિકારમાં આદેશ શબ્દથી સૂત્ર અથવા પ્રકાર એવો અર્થ કરવામાં આવે છે અને ઓધ આદેશ પદની વ્યાખ્યા કરતાં આદેશ શબ્દનો અર્થ પ્રકાર એવો કરવામાં આવે છે. તેવી રીતે આવશ્યક નિયુક્તિમાં પાંચસે આદેશો અબદ્ધ સૂત્ર તરીકે ગણાવેલા છે તેમાં આદેશ શબ્દનો અર્થ હકીકત એવો કરવામાં આવેલો છે. આ ઉપરથી આદેશ એટલે વ્યાખ્યા, મત, સૂત્ર, પ્રકાર અને હકીકત વિગેરે કરવા યોગ્ય જણાય છે.