________________
૩૦૮
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર દેવાય છે તે વાત યોગોના બે પ્રકારના વિભાગ કરતાં ભગવતીજીસૂત્રના યોગને ગણીયોગ કહેવાય છે તેથી તેમજ નવપદ પ્રકરણના ભાષ્યની વ્યાખ્યામાં ભગવતીજીના યોગવહનથી શ્રી જીનચંદ્રજીને ગણીપદ મળ્યું હતું એવું જણાવેલ હોવાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે આચારાંગાદિનો અધિકાર સાધુઓ સિવાયને નથી. વળી વ્યવહારસૂત્રમાં સૂત્રોની વાંચનાના અધિકારમાં સાધુઓને પણ નિશીથાદિ અધ્યયનનો અધિકાર તત્કાળ દીક્ષાની સાથે ન આપતાં ત્રણ આદિ વર્ષોનો પર્યાય થયા પછીજ અધિકાર આપેલો છે તે પણ સ્પષ્ટ જણાવે છે કે સાધુઓનેજ સૂત્ર અધ્યયનનો અધિકાર છે. વળી શ્રીનિશીથસૂત્રમાં ગૃહસ્થ કે અન્ય તીર્થીને સૂત્રોનું અધ્યયન કરવા કરાવવા કે તેમાં સામેલ થનારાને પ્રાયશ્ચિત કહ્યું છે. એ ઉપરથી પણ શ્રાવકને સૂત્રનો અધિકાર ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી સ્થાનાંગ આદિ સૂત્રોમાં જ્યાં અસ્વાધ્યાય વર્જવાનો અધિકાર છે, ત્યાં પણ સાધુને ઉદ્દેશીનેજ અસ્વાધ્યાય વર્જવાનો કહેલ હોવાથી સૂત્રના અધિકારી સાધુઓજ હોય એમ સ્પષ્ટ થાય છે. વળી ધર્મદેશના દેવામાં મુખ્યતાએ છજીવનિકાયની દયા ધ્યેય તરીકે રહેવી જ જોઇએ અને ગૃહસ્થ ત્રસકાયની પણ યથાયોગ્ય સંપૂર્ણ દયા ન કરી શકનારા હોઈ જે છકાયની દયાની વાત કરે તે કેવળ હાંસીને પાત્ર જ થાય અને જો છકાયની દયાના ધ્યેયને ગૌણ કરીને ધર્મકથન કરે તો જીનેશ્વર મહારાજનું શાસન જ વિપરીત ધ્યેયવાળુ ગણાઈ જાય. તેવી રીતે સર્વ પાપને વર્જવાનો પ્રથમ ઉપદેશ દેવો યોગ્ય હોઈ આશ્રવમાં પ્રવર્તેલો તે સર્વ પાપના ત્યાગનો ઉપદેશ ગૌણ કરી દે તે સ્વાભાવિક છે. આજ કારણથી આજકાલના નવયુવકો ચાલુ જમાનાને સમ્યગુદર્શન જ્ઞાનચારિત્રરૂપી ત્રણે રત્નની પ્રધાનતાવાળો ન કહેતા જ્ઞાનોદ્યોતનો બુદ્ધિવાદનો યુગ છે એમ કહેવા બહાર પડે છે અને તેજ ધ્યેય રાખીને દીક્ષાની વિરૂદ્ધતા યેનકેન પ્રકારેણ કરવા તૈયાર થાય છે. મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે ચારિત્રયજ
અદ્વિતીય સાધન છે અને તે ચારિત્રના પાલન માટે જ્ઞાનની જરૂર છે. એવી માન્યતાવાળાઓ ત્રણે રત્નની સરખી રીતે આરાધના કરી શકે છે. માટે દીક્ષિતોને જ આચારાંગાદિ સૂત્રોનો અધિકાર હોય તે સ્વાભાવિક છે.
પ્રશ્ન ૬૫૭-યથાખ્યાત ચારિત્રનું લાયકપણું તો કર્મગ્રંથ અને બીજા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે પણ પ્રાણાતિપાત વિરમણ વિગેરે મહાવ્રતો પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ હોઇ સંકલ્પ વિકલ્પરૂપ ગણાય અને તેથી સોળે કષાયના ક્ષયરૂપ ચારિત્રના ક્ષાવિકભાવમાં સંકલ્પવિકલ્પ હોવાનો અસંભવ ગણી મહાવ્રતોનું તે દશામાં અવસ્થાન કેમ મનાય ?
સમાધાન- મહાવ્રતો પ્રત્યાખ્યાનમય હોઈ તે આત્મસ્વરૂપે છે અને તેથીજ ત્રીજી ચોકડીનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું રાખવામાં આવ્યું છે. જો પ્રત્યાખ્યાન આત્મસ્વરૂપ ન હોય અને તે આત્માના ગુણરૂપ ન હોય તો ત્રીજી ચોકડી કોનો ઘાત કરે ? અને અભવ્ય મિથ્યાર્દષ્ટિને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા કે ઉદય માનવાની જરૂર રહે નહિ તેથી મહાવ્રતરૂપી પચ્ચકખાણ આત્માના ગુણરૂપે માનવા જોઇએ અને તેથી તે મહાવ્રતોનો સદ્ભાવ ક્ષાયિક ભાવમાં માનવામાં અડચણ નથી અને આચાર્ય શ્રીમાનું અભયદેવસૂરિજી પણ જણાવે છે કે “મહાવ્રતાનાં ક્ષયિકાઃ ભાવતા મંતવા' એટલે મહાવ્રતો પણ ક્ષાયિકાદિ ભાવરૂપ છે અને તેથી તે મહાવ્રતો મંગળ સ્વરૂપ છે. વળી કેવળીને જાણવાના ચિહ્નોમાં પણ પ્રાણનો અતિપાતન કરનાર ન હોય વિગેરે મહાવ્રતોને જણાવવામાં આવે છે અને કેવળી મહારાજને ચારિત્રનો તો ક્ષાયિકમાવજ હોય છે. તેથી પણ ક્ષાયિકભાવે મહાવ્રતો માનવામાં અડચણ લાગતી નથી.
પ્રશ્ન ૬૫૮-ઘણે સ્થાને જે હકીકત મૂળ ગ્રંથમાં કે સૂત્રમાં નથી હોતી માત્ર તેની ટીકામાં જ હોય છે છતાં તે હકીકતને તે તે ગ્રંથની કે સૂત્રની વૃત્તિઆદિને નામે ન કહેતા મૂળ ગ્રંથને નામે કહેવામાં આવે છે તે સાચું કેમ ગણાય?
સમાધાન- આવશ્યકાદિ શાસ્ત્રોમાં મૂળગ્રંથ અને તેની વ્યાખ્યારૂપ અનુયોગને કથંચિત્ અભેદરૂપે જણાવે છે, તેથી મૂળગ્રંથ કે સૂત્રના નામે વ્યાખ્યામાં કહેલી હકીકત મૂળસૂત્ર કે ગ્રંથને નામે કહેવામાં અડચણ નથી.
પ્રશ્ન ૬૫૯-વર્તમાન કાળમાં સૂત્રોની વ્યાખ્યા કરતાં નયોદ્વારા વ્યાખ્યા કરી શકાય કે નહિ? અને કરી