________________
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૯૮
ગુણોએ અનુક્રમે કુટુંબ ને આત્માને સંસ્કારિત કર્યા, છતાં ધર્મ એજ રત્ન છે આ વસ્તુ તમારા ને આખા કુટુંબને હોય તો તે ગુણોને અંગે તમે લાભ મેળવી શકશો. દીવાળી, ચોમાસી, સંવત્સરી સાચવવાં જોઇએ એ દૃષ્ટિ આવી જાય તો, આ એક વ્યવહાર છે, ત્યાં ભવાંતર માટે જે આત્માને માર્ગની અંદર દોરી જવાનો તેમાંનું કાંઇપણ બની શકે નહિ. એકજ મુદ્દાની ખામીથી. ધર્મ એજ રત્ન છે, ધર્મ રત્નજ છે, ધર્મ સિવાય બધી ચીજ ગળે પડેલી ઉપાધિ છે. આ રત્ન તરીકે અને દુનિયા ઉપાધિ તરીકે આ શબ્દ બોલવો સહેલો છે. છોકરાને સારી નોકરી મળે ત્યારે જેવો ઉલ્લાસ થાય છે તેવો ઉલ્લાસ ધર્મ કરવામાં આવ્યો ? ચક્રવર્તીના સામા ત્રાજવામાં કુલાચારનું જૈનપણું લેવું છે ને તે પણ ભારે ગણવું છે. ચક્રવર્તીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જૈનધર્મપણું મૂકવું છે. ચાકર, ગુલામ, દરિદ્ર થાઉં, ધર્મનો ધોરી નહિ. માત્ર અધિવાસનાની સાથે, જૈની કહેવડાવવાની સાથે બીજા કાંટામાં ચક્રવર્તીપણું તુચ્છ ગણવું છે. નામ જૈન આગળ ચક્રવર્તીપણાની રિદ્ધિને તુચ્છ માને તે જગા પર જૈનધર્મ પામ્યા તો કેટલા આનંદમાં હોવા જોઇએ ! આપણને પૌદ્દગલિક વસ્તુના લાભથી જે આનંદ થાય ને ધર્મના આનંદને તપાસી લો (અધિવાસિત એટલે દીક્ષાના આગલા દહાડે કપડાં અધિવાસિત કરવાં પડે છે.) છોકરાને સારો શેઠ મળે તે વખતે જે આનંદ થાય છે તે આનંદ અહીં ધર્મમાં તપાસો. ઉપધાનમાં પેઠા હશે, તેને ઘરમાંથી પહેલાં ના કહી હશે. પછી પેસી ગયા હશે તો કહેશે કે માનતો નથી. સારી નોકરીની સંભાવના હોય તો કંકુનો ચાંલ્લો કરી નાળિયેર આપીએ છીએ. કમાવાના ચાન્સ હોય તો રાતના સ્વપ્ન પણ સેવાય છે આમાં રોકાતો રહેતો નથી. કરે તે કરવા દો. કયાં ખોટું કામ છે ? પહેલું કર્યું છે તેને થાબડવા માટે આ કહે છે. નહિતર પહેલાં થયું કેમ ? કેટલાક હિતશત્રુઓ કહે છે કે બને નહિ માટે એમ કહીએ છીએ. ઘર કરી ન શકું પણ તોડી તો શકીશ. હું ઉપધાન ત્યાગ ધર્મ કરી શકીશ નહિ પણ તોડી તો શકીશ. આવી સ્થિતિવાળા ધર્મને રત્ન ગણે છે એ શા ઉપર ? માટે પ્રથમ ધર્મજ રત્ન છે ને ધર્મ રત્નજ છે. આ બે નિશ્ચયો પાકા કરી લો એટલે આ કૃત્ય પણ ઉદય કરનારું થશે. હવે ધર્મરત્નના અર્થીએ કઇ રીતિ અખત્યાર કરવી તે અગ્રે.........
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણા રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશાનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૦-૮-૦
તા. કે. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.