SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ક તા.૧૭-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર રીતે સમજી શક્યો હોત અને તેમ થાત તો તે કદાપી પણ કર્મ રાજાના હુકમ તરફ ગુલામની માફક માથું નમાવવાને પ્રેરાયો ન હોત ! પરંતુ સંસારમાં જીવમાં ચેતના હોવા છતાં જીવનો સ્વભાવજ એવો છે કે તે કર્મ રાજાના હુકમો તરફ હંમેશા પોતાનું માથું નમાવેલું રાખે છે. તે હંમેશા એ હુકમોની આગળ નમેલો રહે છે. તે હંમેશા એ હુકમોને તાબે છે અને તેથીજ એ જીવને નામી શબ્દ લાગુ પડે છે એમ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. આ રીતે જીવ કર્મના હુકમમાં બંધાયેલો છે. કર્મને શરણે ગયેલો છે તે છતાં તેને એમાંથી બચવાનો પણ રસ્તો છે પરંતુ તે કયારે કે તે એની જડ સમજી લે અને એ જડને સમજીને કર્મની ગુલામીને ત્યાગવાનો રસ્તો લે. ત્યારે હવે વિચાર કરો કે એ ભવભ્રમણમાં જીવને નાંખનારી ચીજ કઇ? જવાબ એકજ છે કે પૌદ્ગલિક પદાર્થોની ઇચ્છા ! પૌદ્દગલિક પદાર્થોની ઈચ્છા તેજ જીવને કર્મના હુકમો આગળ માથું નમાવવાની ફરજ પાડે છે. જો એ ઇચ્છા ના હોય તો જીવને આ ભવભ્રમણમાં પડવું ન પડે. સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે જીવ જો બાહ્ય પુદ્ગલોના પદાર્થોની ઇચ્છાનો ત્યાગ કરે તો, તેની ઇચ્છા થાય તો પણ તેના ઉપર કાબુ મુકી દે તો તેને પરિણામે જરૂર તે કર્મના બંધનમાંથી છૂટી શકે છે. શાસ્ત્રકારોએ ઠરાવેલી આ મર્યાદા છે. હવે આપણી મર્યાદા કઈ છે તે જુઓ-ઇચ્છાની ગુલામગીરી કરવી, ઇચ્છા જેમ નચાવે તેમ નાચવું, તેની આગળ માથું ઝુકાવવું એ આપણી મર્યાદા છે. અમુક ખાવું અમુક પીવું અમુક પ્રકારે ફરવું હરવું એવી ઇચ્છાઓ પ્રતિરોજ ઉદ્ભવે છે અને આપણે પ્રતિરોજ તેનો અમલ કરીએ છીએ. ધર્મ અને સંસારનો ફરક સમજવો હોય તો પણ તે અહીંજ સમજવા જેવો છે. ઇચ્છાઓનો અમલ કરવો એનું નામ તે સંસાર અને ઈચ્છાઓ ઉપર કાપ મુકવો એનું નામ તે “થf" વૈરાગ્યની સામાન્ય સમીક્ષા. ઇચ્છાને રોકવી એને તમો જેટલું કઠણ માનો છો તેટલું જ તે કઠણ નથી દરેક કાર્ય તમો હાથ પર લો છો ત્યારે તે કઠણ લાગે છે પરંતુ જેમ જેમ તે કાર્યને આપણે આગળ વધારતા જઈએ છીએ તેનો અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ તે કાર્યમાં સરળતા હોવાનું પણ આપણા ખ્યાલમાં આવે છે. ઇચ્છાને દમવાની પણ એજ સ્થિતિ છે. જો તમો ઇચ્છાને દળવા ધારો તો તેને દળી શકો છો. અમુક પદાર્થને ખાવાની તમારી ઈચ્છા થાય, તો તરતજ તમે એવી પ્રતિજ્ઞા કરો કે બસ આઠ દિવસ સુધી તો એ વસ્તુ નથીજ ખાવી ! ઇચ્છાને રોકવાનો તેના ઉપર કાપ મૂકવાનો, તેનો સર્વથા વિનાશ કરવાનો માર્ગ છે પરંતુ આજે આપણી એ દશા છે કે એ માર્ગ આપણને ગમતો નથી. ઈચ્છાને પૂર્ણ કરવાનો જેઓ ઉપદેશ આપે છે તેઓ આપણને સાકર જેવા મીઠા લાગે છે અને જેઓ ઈચ્છાને દળવાની વાતો કરે છે તેને જોતાજ જાણે આપણને ઉલટી થવા લાગે છે ! બાહ્ય પદાર્થની ઇચ્છા, તે મેળવવામાં થતો ઉલ્લાસ, તે મેળવ્યા પછી તેના ભોગવટામાં થતો આનંદ એ સઘળાજ કર્મને બંધાવનારા છે. બાહ્ય પદાર્થોની ઈચ્છાના ત્યાગ માટેની જે તૈયારી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પદ્ગલિક ઈચ્છાઓથી સંસારના જીવ સમૂહ બંધાઈ ગયેલા છે એ ઈચ્છાઓને તે તાબે છે અને તેથીજ તેને કર્મની સત્તા આગળ માથું નમાવવું પડે છે માટેજ શાસ્ત્રકારો કહે છે કે બાહ્ય પદાર્થોની ઈચ્છાનો ત્યાગ તેજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તમે દરરોજના વ્યવહારમાં પણ વારંવાર દુઃખગર્ભિત વૈરાગ્ય અને
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy