________________
તા. ૧૯-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર મોહગર્ભિત વૈરાગ્ય એવા શબ્દો બોલો છો, તો હવે એના અર્થ સમજો દુઃખગર્ભિત વૈરાગ્ય તમે કોને કહો છો? મા, બાપ, ભાઈ કોઈનો પણ વિયોગ થાય અને તેથી દીક્ષા લેવામાં આવશે તો તેને આપણે તરતજ દુઃખગર્ભિત વૈરાગ્ય કહી દઈએ છીએ, પણ એ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. જો એ દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો સગર ચક્રવર્તિ જેવાનો વૈરાગ્ય તેજ દુઃખગર્ભિત વૈરાગ્ય ઠરે છે. દુઃખની અવસ્થા દેખી વૈરાગ્ય આવે તે દુઃખગર્ભિત વૈરાગ્ય નથી, અર્થાતુ ઇષ્ટના વિયોગથી કે અનિષ્ટના સંયોગથી જે વૈરાગ્ય આવે છે તેજ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્યનું હું તમોને એકજ ઉદાહરણ આપું છું. ભગવાન શ્રી મહાવીર દેવનો આત્મા પહેલાના ભવમાં સંસારમાં હતો. તે વખતે તે બહાર બાગમાં ક્રિડા કરી રહ્યો હતો. હવે એજ સમયે બીજા કુમારને બાગમાં જવાની ઇચ્છા થઇ ! રાજકુમારનો રિવાજ એવો હતો કે જ્યાં એક કુંવર ક્રિડા કરતો હોય ત્યાં બીજાથી જવાય નહિ, બીજા કુંવરની માએ એ પ્રસંગે રિસામણાં લઇ બેઠી, તેની તો એકજ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને પણ પોતાના કંવરને બગીચામાં પ્રવેશ કરાવવોજ જોઈતો હતો ? હવે ઉપાય શું ? અંતે પ્રધાને ઉપાય શોધી કાઢયો ! પ્રધાને કહ્યું કે બહારનો રાજા આપણા નગર ઉપર ચઢી આવ્યો છે એવો ખોટો દેખાવ કરીએ એ દેખાવથી યુવરાજ તરત મહેલનો ત્યાગ કરી દેશે અને તત્પશ્ચાત ત્યાં બીજા કુંવરથી જઇ શકાશે. પ્રધાને દર્શાવેલી યુક્તિ પ્રમાણેજ ત્યાં કાર્યક્રમ રચાયો, બનાવટી શત્રુ સૈન્યને ઉભું કરવામાં આવ્યું અને તે સૈન્ય યુવરાજના પાટનગર ઉપર ચઢી આવ્યું.
પાટનગર ઉપર ચઢી આવવાના સમાચારો મળતાંજ યુવરાજના પિતા સૈન્ય લઈને તૈયાર થયા ! પણ યુવરાજ પિતાને જવા દેતો નથી તે કહે છે કે, મારી હયાતિ છતાં તમે યુદ્ધમાં જાઓ તો પછી હું શા કામનો !” એમ કહીને યુવરાજ બગીચો છોડે છે અને પેલો બીજો કુમાર ત્યાં પ્રવેશ કરે છે ! હવે જ્યારે આ વાતની યુવરાજને ખબર પડે છે ત્યારે તેની આંખ ઉઘડે છે ! અહા ! મને બગીચો છોડાવવા માટેનો આ પ્રપંચ ! આ સઘળું શા માટે ? ભોગ માટે ! તરતજ ભોગ વીસરે ! વીસરે ! એવું કહી યુવરાજ દીક્ષા લે છે ! હવે તેને પિતા ઘણું સમજાવે છે છતાં યુવરાજ ના પાડે છે. તેનો (યુવરાજનો) ઉત્તર સાંભળો-યુવરાજ કહે છે કે હાથીનાં દંકૂશુળ બહાર નીકળ્યા તે નીકળ્યા ! તે જેમ પાછા અંદર પેસતા નથી તેજ પ્રમાણે મેં જે ત્યાગ કર્યો છે તે પણ પાછો સ્વિકારને માટે કર્યો નથી આનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે એમ કહેવા લલચાશો, પણ તે વૈરાગ્ય દુઃખગર્ભિત નથી. હજુ મોહગર્ભિત વૈરાગ્ય એટલે શું તે સમજી લ્યો. બાપ દીક્ષા લે તેવું જોઇને દીકરો લે, એક ભાઈ લે તેવું જોઇને બીજો ભાઈ લે તેને આપણે મોહગર્ભિત વૈરાગ્ય કહી દઈએ છીએ. ખરી વાત તો એ છે કે મોહગર્ભિતને રહેવાનું સ્થાન તો મિથ્યાત્વ છે, મિથ્યાત્વ નથી ત્યાં મોહગર્ભિત વૈરાગ્ય પણ નથીજ. ત્રીજો સર્વ શ્રેષ્ઠ વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, એ વૈરાગ્ય વિષે ખુબ સમજવાનું છે, કર્મગ્રંથ આદિ ભણ્યો હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. સંસાર એ એ જંજાળ છે તે છૂટે તો કર્મને માથું નમાવવાનું જ ન રહે, બાહ્ય જંજાળ છૂટે તોજ કર્મથી છૂટી શકાય એમ છે અને તે માટેજ એ જંજાળ છોડવીજ જોઇએ એવું વિચારીને જે દીક્ષા લે છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. વૈરાગ્યની આટલી સમીક્ષા બસ છે. ઈચ્છાની પુંસરી.
હવે આપણે વિષય છોડીને મૂળ વિષય પર આવીએ. આપણો મુળ વિષય એ છે કે આ જગતના જીવો ઇચ્છાના પાશામાં બંધાયેલા છે, દરેક જીવો પછી તે ગમે તે ગતિવાલા હોય તેઓ સર્વ ઇચ્છાની પાછળ લાગેલા છે તેમણે સઘળાએ ઇચ્છાની ગુલામગિરિ સ્વિકારેલી છે અને ઈચ્છા જેમ નચાવે છે