________________
૦૫
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર સહજએ વાત આવી ગઈ હશે કે ઇચ્છા એજ આ જગતના જીવોને માટે બળવાનમાં બળવાન ચીજ છે અને તેના વડેજ જીવો પોતાને ભૂલી જઈને જેમ ફાવે તેમ રખડપટ્ટીમાં રખડયા કરે છે. ઇચ્છાનું સામ્રાજ્ય.
વૈરાગ્યના મુખ્ય ત્રણ પ્રકારો છે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના લક્ષણ જણાવતા શાસ્ત્રકારોએ એ વાક્ય મૂકયું છે કે, “મૂયાસો નામનો વણ્યા ઈત્યાદિ, આ “નામી” શબ્દનો વિચાર કરો જગતના સઘળા જીવોમાંથી સિધ્ધિઓ ગયેલ જીવોનો અનંતમો ભાગ ઘણોજ થોડો ભાગ છોડી દીધા પછીના જે જીવો બાકી રહ્યા છે તે સઘળાને શાસ્ત્રકારો નામી કહે છે ! આ છોડી દીધેલા ભાગ સિદ્ધિનો હોઇ તે ઘણો જ ઓછો છે. જ્યારે બાકીના સઘળા જીવો તે નામી છે. અહીં તમારે નામી શબ્દનો પૂરતો વિચાર કરવાની જરૂર છે એમ ન સમજશો કે નામી એટલે નામવાળા કે નામચીન છે અને એમ જણાવીને શાસ્ત્રકાર મહારાજ બધા જીવોને છાપરે ચઢાવે છે. નામી એટલે નમાલા ! જીતાયેલા ! શીર ઝુકાવનારા !!! જગતના સઘળા જીવો, પછી તે ચક્રવર્તિ હો, વાસુદેવ હો, રાજા હો કે રંક હો પરંતુ તે સઘળા કર્મના પરિણામ આગળ નમી રહેલા છે. માથું ઝુકાવી રહેલા છે માટેજ શાસ્ત્રકારો આ સઘળા જીવોને નામી કહે છે. આ સઘળા જીવો નામી છે. તમે કબુલ રાખો છો કે આ સઘળા જીવો નામી છે પરંતુ તમે એવો વિચાર કર્યો છે કે આ જીવો તેને તાબે થાય છે એ શા માટે બને છે ! એવી કંઈ વસ્તુ છે કે જેને પરિણામે આ સઘળા જીવો કર્મરાજાના સઘળા હુકમને “હાજી હા ! કહીને તાબે થાય છે? એકજ કારણથી આ સઘળું બને છે અને તે કારણ તે બીજું કાંઇજ નહિ પણ ઇચ્છા છે. ઇચ્છાનો અમલ અને કાપ.
સંસારના સઘળા જીવો ઇચ્છાને આધિન થયા છે. આધિન થયા છે એટલે માત્ર તેને શરણે ગયા છે એટલુંજ નહિ પરંતુ તેને પુરેપુરા તાબે થયા છે. ઇચ્છાથી તે જીતાયેલા છે અને તેથીજ સંસારના જીવોને ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નામી કહે છે. જીવ શું કરે છે તેનો જરા ખ્યાલ કરો! તમે કહેશો કે શું ચેતનાવાળો જીવ કર્મની આગળ હાજી હાજ કર્યા કરે છે ! તેને પોતાનો અવાજ રજુ કરવાની કશી સત્તાજ નથી ? મહાનુભાવો પ્રશ્ન કર્યા પહેલાં તમેજ જુઓ કે શું જીવ કર્મ રાજાની સત્તા આગળ માથું ઝુકાવીનેજ ઉભો રહેલો નથી? જીવ કર્મ સત્તાની પુરેપુરી ગુલામીમાં પડ્યો છે કર્મ રાજાની ગુલામગીરીના ખત ઉપર આ જીવે સહી કરી આપી છે ! મુલક કબજે કર્યા પછી લોક બુમ મારે તો વળે નહિ.
હવે આ જીવ ગમે એટલો નાચે કુદે અને આનંદમાં આવે કે દીલગીર થાય તેથી તે એ ગુલામીમાંથી છટકી જઈ શકવાનો નથી તે જરૂર એ ગુલામીમાં બંધાયેલો છે અને એ દસ્તાવેજ પુરો થાય ત્યાં સુધી તે એ ગુલામીમાંજ રહેવાનો છે. જીવોને ચેતના છે પણ ચેતનાની તે ગૌણતા કરી નાંખે છે અર્થાત્ જો તેનામાં ચેતનાનીજ પ્રાધાન્યતા હોત તો જીવ પોતાનું હિતાહિત કઈ વસ્તુમાં રહેલું છે એ સારી