________________
૪૦.
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર પોતાનો અમુક પ્રકાશ તો જરૂર ફેકે જ છે. આ જ પ્રમાણે આત્મા અને કર્મનું પણ સમજવું. કર્મરૂપી વાદળાં ગમે તેટલું જોર કરે છતાં આત્મારૂપી સૂર્યને સર્વથા તો કદીપણ નહિ જ ઢાંકી શકવાનાં. '
આટલી વસ્તુ સમજ્યા પછી આપણે હવે એ સમજી શકીશું કે જ્યારે જીવના ચેતન સ્વભાવનો અમુક ભાગ કર્મોથી કદીપણ ઢંકાતો નથી અને જીવ અકારણ હોવાથી અનાદિ છે તો પોતાના અજ્ઞાન, મિથ્યાત્વ વિગેરે નાશ કર્યા પહેલાં પણ જીવ આટલા ચૈતન્ય સ્વરૂપનો તો અનુભવ કરતો જ હતો, અને આટલા ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવાની અવસ્થા તે એકેન્દ્રિય અવસ્થા; કારણકે ઈદ્રિયોએ ચૈતન્યને પ્રગટ કરવાનું સાધન છે અને એની સંખ્યા પાંચની છે અને એ પાંચમાંથી એક પણ શક્તિ કે ક્રિયાથી જ ન હોય તે જડ લેખાય છે, તો એને જડ બનતાં અટકવા માટે એટલે કે જડથી પોતાનું સ્વરૂપ ભિન્ન બતાવવા માટે જીવને ઓછામાં ઓછી એક ઈદ્રિય તો જરૂર હોવી જ જોઈએ, જે દ્વારા એ જીવ પોતાના અલ્પ ચૈતન્યને પણ પ્રગટ કરી શકે. એટલે હવે આપણે જરૂર કહી શકીએ કે જીવને એકેન્દ્રિયપણું અનાદિ કાળથી હતું. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ.
આની સાથે જ આપણે એ પણ સમજી લઈએ કે જઘન્ય સ્થિતિની માફક ઉત્કૃષ્ટ સ્થિતિને કદી પણ પતનનો ભય જ નથી હોતો. ઉત્કૃષ્ટ સ્થિતિને પતનનો ભય એટલા માટે નથી કે એ અવસ્થાએ પહોંચ્યા હોય તેને એ સ્થિતિએથી જો એ સાચી જ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો તેનાથી કદી પણ નીચે પડવાનાં કારણો મળતાં નથી. ચોખા ફોતરાથી ભિન્ન થયા તે થયા. ફરી કદી પણ એ ચોખા ઉપર ફોતરાનું આવરણ નથી જ આવતું અને જઘન્ય સ્થિતિ એટલા માટે નિર્ભય છે કે એને વિશ્વાસ છે કે અત્યારની સ્થિતિ કરતાં વધુ હલકી સ્થિતિની કલ્પના જ અસંભવિત છે. જ્યાં કોઈપણ પ્રકારના લાભની આશા ન હોય અથવા જ્યાં હુમલો કરવાની જ શક્યતા ન હોય તેવા સ્થાને કયો માણસ હુમલો કરવાનું પસંદ કરે. કર્મના પુદ્ગલો પણ આટલા માટે જ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં ફેરફાર નથી કરી શકતા.
જ્યારે કોઇપણ તરફથી કોઇપણ પ્રકારના દુશ્મનના હુમલાનો જ સંભવ ન હોય તો તે સ્થિતિ શાશ્વત હોય તો તેમાં શું નવાઈ ? સિદ્ધ મહારાજ એક સહસ્ત્રયોધી વીરની માફક કર્મથી નિર્ભય છે. એમણે કર્મને અનુકૂળ થઈ પડે એવું એક પણ દ્વાર નથી રહેવા દીધું કે નથી એ કે એવું કારણ બાકી રાખ્યું. એટલે એ તો સદાકાળ આત્મસ્વરૂપમાં રમણ કરતા રહે એ સ્વાભાવિક વાત છે.