________________
૩૨૬
શ્રી સિદ્ધયક
તા.૧૩-૪-૩૪ કરવાનો વિચાર ન હતો. યક્ષાએ હિતબુદ્ધિથી કરાવ્યો. હવે અહીં યક્ષાસાધ્વીને માનવું પડયું કે મેં ઋષિ હત્યા કરી. મંદિર સ્વામી પાસે પ્રાયશ્ચિત માટે જાતે ગયાં. મંદિર સ્વામીએ ના કહી “તે ઋષિ હત્યા નથી કરી,' એમ કહી કક્ષાની શંકા દૂર કરીને કહ્યું કે આ ઉપવાસના પ્રતાપે મરીને દેવલોક ગયા છે. જો અંત્યઅવસ્થા જેવું દેખે તોજ ખાવાનું આપવાનું. અહીં સુધારવા માગીએ છીએ. માટે છેલ્લી અવસ્થાએ રજુ કરવું. આથી અજ્ઞાનપણે, અનિચ્છાએ, વિરૂદ્ધઈચ્છાએ કરેલો પાપનો પરિહાર દુર્ગતિથી બચાવે છે. બળાત્કારે પણ કરેલું ધર્મનું કાર્ય સદ્ગતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દીક્ષા વૈમાનિકપણું જરૂર મેળવી આપે છે. અનન્ય મન કેમ કહ્યું? દીર્ધ કાળ પાપનો પરિહાર ધર્મનો સંચય તે વગર ઈચ્છાદિકનો હોય તો તે સદ્ગતિ મેળવી આપે છે પણ એક દિવસ માત્ર પાપનો પરિહાર અનન્ય મનવાળો હોય તો જ સદ્ગતિ મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહિ. અહીં ગાથામાં મુખ્ય પક્ષે મોક્ષ અને ગૌણ પક્ષે વૈમાનિકપણું લેવું છે.
મોક્ષ એવી ચીજ છે કે અન્ય મનમાં મળે જ નહિ. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મુકવું પડ્યું. બે ઘડી પણ પ્રવજ્યા પામ્યો હોય તો મોક્ષ પામે. અગર વૈમાનિક જરૂર થાય. ભાવસ્તવથી અંતર મુહૂર્તમાં મોક્ષ છે પણ અપવાદપદમાં સામાન્ય દેવતાપણું નથી લેવું પણ વૈમાનિકપણું લેવું છે. અનન્યપદ મોક્ષ માટે છે અને એક દિવસ મોક્ષ માટે છે. સંભાવના કરીએ કે મોક્ષ ન પામે તો વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા જીંદગીના પાપના પોટલાને પલાયન કરાવી દે તો ચક્રવર્તીઓ ચક્રવર્તીપણું છોડી દીક્ષા લેતાં પાપના પોટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શી? ચક્રવર્તી કહેવાય નરકનો દૂત પણ જ્યારે તે નિખાલસ થયો, પુલને દુઃખમય, અનિત્ય માનવા લાગ્યો તે વખતે આત્મામાં ધર્મવૃક્ષ ઉત્પન્ન થયું. ધર્મ એ આત્મસાક્ષીએ થનારી વસ્તુ છે. બીજો ધર્મ કહી દે તેથી આપણે ધર્મી થઈ જતા નથી, પણ બીજો ધર્મી કહે તો આંખ નમણી થઈ જાય છે અને પુરેપુરો ધર્મ કરતા હોઈએ અને કોઈ અધર્મી કહે તો આંખો લાલચોળ થઈ જાય છે. આથી નક્કી થયું કે ઈષ્ટ માનેલી વસ્તુના જૂઠા શબ્દો પણ ઈષ્ટ લાગે છે. આ સિદ્ધાંતથી ધર્મ દરેકને ઈષ્ટ છે. તો ધર્મના રસ્તે કેમ જતા નથી? મન મંદરાચલ દોડયું છે પણ પગ થકવે છે.
તેમ અહીં દરેક જીવને ધર્મ ઈષ્ટ છે. ધર્મ કરવાની ઇચ્છા થાય. પાપથી ડરવાવાળો થાય છે. ધર્મ કરવા માગે છે, પણ તે કરવા વખતે ટાંટીયા ભરાઈ જાય છે. આ પાંચ ઈદ્રિયો વચમાં નડે છે. પાંચ ઈદ્રિયોથી નિરપેક્ષ થાય તો લગીર પણ મોક્ષ મેળવવામાં અડચણ આવે નહિ. જગતમાં નીતિમાં એકો ગણાતો હોય પણ ઈદ્રિયને આધીન હોય તો નીતિ કોણે મૂકવી પડે.