________________
તા. ૧૩-૪-૩૪
૩૫
શ્રી સિદ્ધચક્ર સ્થાન આરાધવાલાયક ઈચ્છવાલાયક, ફક્ત દેવગુરુ ને ધર્મ, અંતઃકરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન. દુનિયાદારીને વેઠ માને. જેને અનાદિથી તત્વ ગણતો હતો તેને વેઠ માને. આ સ્થિતિ આવે ત્યારે ગ્રંથી ભેદ. દેવાદિકને જ તત્ત્વ ગણે. પરમપદ સિવાય એકે ધ્યેય નહિ. તેથી તેને જ ધ્યેય ગણે. હવે મૂળ વાતમાં આવીએ. માટે અગણોતેર તૂટી એ અજ્ઞાનમાં તૂટી, સમજે શું? તેનો સવાલ કયાં છે ?
ગામડીઆઓ કાયદામાં શું સમજે છે? આથી કાયદા વિરૂદ્ધ ન વર્તે તો શિક્ષા કરો ખરા? ગુનાહિત કાર્યોથી દૂર રહે તો સજાથી બચી જાય છે.
વકીલો, બેરિસ્ટરો ગુનાથી બચે તો કાયદા ન સમજનારા ગુનાથી બચે તેને શિક્ષા થતી નથી. આથી ઝવેરી સિવાય બીજા પાસે ઝવેરાત હોય તો ફેંકાવી દેવું? આ ઝવેરાતમાં સમજતો નથી માટે અણસમજુ પાસે ઝવેરાત હોય તેની કિંમત નથી? અણસમજનો અર્થ એ નથી કે પાપનો પરિહાર નકામો છે. પાપના પરિહારથી ફાયદો જ છે. શાલિભદ્રજીએ રિદ્ધિ શાથી મેળવી? દેવતાને ચાકરી કરવી પડે. જેની રિદ્ધિથી મગધ દેશનો રાજા શ્રેણિક પણ આશ્ચર્ય પામે. આવી જાતની રિદ્ધિ પ્રાપ્ત શાથી થઈ? કહો આગલા ભવમાં ગોવાળ હતા ત્યારે દાન, તેનું ફળ, પાત્ર, ભાવ વિગેરે કશું સમજતા ન હતા. તેવું વિશિષ્ટ જ્ઞાન પણ ન હતું કે આવા પાત્રમાં દાન દેવાથી સ્વર્ગાદિક રિદ્ધિ પ્રાપ્ત થાય છે. છતાં અણસમજમાં પણ કરેલું દાન ફાયદો આપનાર થાય છે. આપણે પુન્ય મેળવીએ તેમાં કર્મની વર્ગણા કેટલી સમજ્યા? અજ્ઞાનતાનો અર્થ એ નથી કે ખોટું છોડાતું હોય તે છોડવા ન દેવું. જ્ઞાન મેળવવાની જરૂર પણ જ્ઞાન જોઇએ એનો અર્થ એ નથી કે જ્ઞાન વગર પુન્યનું કાર્ય ન કરવું તેમ નહિ. અજ્ઞાનપણે ધર્મના કાર્યોમાં પ્રવૃત્તિ થઈ હોય તો લાભ જરૂર છે. હવે વિરૂદ્ધ ઇચ્છા ઉપર આવીએ. વિરૂદ્ધ ઈચ્છાએ કરેલું ધર્મકાર્ય સદ્ગતિ જરૂર આપે છે.
શ્રીયકનો દાખલો લઈએ. સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયકજી. સંવચ્છરીનો દહાડો છે. તેમની મોટીબેન યક્ષા સાધ્વીજી નાનાભાઈ શ્રીયકને કહે છે, “ભાઈ, આજે આપણો વાર્ષિક તહેવાર સંવત્સરીનો દિવસ છે, માટે નોકરી કર, પરાણે નોકારશી પૂરી કરાવી. હવે કહે છે, “ચાલો ભાઇ, આજે ચૈત્યપરિપાટી કરીએ એટલે પોરશીનો વખત સહેજે થઈ જશે,' એમ કહી પોરસી કરાવી, હવે એમ કરતાં બપોરના કહ્યું કે હમણાં સંવત્સરી પ્રતિક્રમણ કરશું એટલે આપો આપ રાત્રિ પડી જશે.” એમ સમજાવી ઉપવાસ ખેંચાવ્યો. રાત્રિએ પ્રાણ ચાલ્યા ગયા. એકજ ઉપવાસની વાત છે. શ્રીયકને ઉપવાસ