________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
ટ્રિી સાથે
૭૫૪ આ જગતમાં ધર્મ એ સર્વ આસ્તિકોને ઈષ્ટ છે. ૭૫૫ મનગમતા પદાર્થના જુદા શબ્દો પણ વહાલા અને અનિષ્ટ પદાર્થના સાચા શબ્દો પણ
અળખામણા લાગે છે. ૭૫૬ ધર્મ ઈષ્ટ છે અને પાપ આપણને તથા સાંભળનારને પણ અનિષ્ઠ છે. ૭૫૭ આર્ય પ્રજામાં મનુષ્ય માત્રને ધર્મ વહાલો છે, વાત ચોક્કસ છે. ૭૫૮ બધી પ્રવૃત્તિ ફલને ઉદ્દેશીનેજ થાય છે. ૭૫૯ ભોગના કચરામાં ખુંચેલા, રમ અને રામામાં અશકત થયેલા, નામ અને નાક માટે સર્વસ્વ
હોમનારાઓને પ્રભુશાસનની યથાર્થ કિંમત નથી. ૭૬૦ જેઓને શાસ્ત્રની આગળ પાછળની પંકિત ઇરાદાપૂર્વક જોવી નથી તેઓ સામાન્ય જનતાને આડે
રસ્તે દોરવા મન માન્યુ બોલે છે. ૭૬૧ અહિંસા, સંયમ, તપયુક્ત હોય તેજ ધર્મ કહેવાય. ૭૬૨ જેને ચોકશી થવું હોય તેણે ચોકશીને ત્યાં, ઝવેરી થવા ઇચ્છનારે ઝવેરીને ત્યાં વર્ષોના વર્ષ
અભ્યાસ કરવો જોઇએ; તેવીજ રીતે મોક્ષ માર્ગના અધિકારી બનવું હોય તો મોક્ષમાર્ગના
આરાધક એવા સાધુ-પુરૂષોની હંમેશાં ભક્તિપૂર્વક સેવા કરવી જોઇએ. ૭૬૩ જેમ ગધેડાને વરઘોડાના મોખરે રાખી સોના રૂપાના ઘરેણાથી શણગારીએ તો વળે શું ?
તેવી રીતે અહીં પણ પરિણામની શુદ્ધિ ન હોય તો મૈત્રીભાવના રાખી છતાં આત્માનો
દહાડો વળે નહિ. ૭૬૪ ધર્મનું પરંપરા ફુલ મોક્ષ અને અનંતરકલ રિદ્ધિ, સિદ્ધિ અને દેવલોક ઇત્યાદિ છે. ૭૬૫ યાદ રાખજો કે સંસારીપણું એટલે બચવાની ઢાલ નથી. ૭૬૬ કુલીન મનુષ્યોથી જેમ નસાના બહાનાથી ગુન્હાનો બચાવ ન થાય તેવી રીતે સમ્યકદષ્ટી જીવોથી
અમે સંસારી છીએ તેમ કહી પાપનો બચાવ ન થાય, પણ પોતાની ન્યુનતા કબુલ કરે. ૭૬૭ ધાડપાડુઓને જે સાફ કરી નાખે તેટલી તાકાતવાળો ગરાસીયો પણ વ્યસનને વશ ખાટલામાં
પડી રહે, તેવી રીતે વર્ષોલ્લાસ વગરનો આત્મા અફીણીયા ગરાસીયાની માફક પડી રહ્યો છે.