SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઇટલ પાના ૪ નું અનુસંધાન.) વળી આ રાજમંદિરમાં ગણી વચ્છેદકરૂપ ગણચિંતકો સેવકો તરીકે લેવા, કારણ કે તેઓ બાલ, વૃદ્ધ, ગ્લાન, પરોણા વિગેરે અનેક પ્રકારના અસમર્થ પરિપાલન કરવાને યોગ્ય સાધુ પુરૂષોથી વ્યાપ્ત કુલ ગણ સંઘરૂપ કોડોનગરો અને ગચ્છરૂપ અસંખ્ય ગામોને ગીતાર્થ હોવાથી ઉત્સર્ગ અને અપવાદના માર્ગ સ્થાપનમાં નિપુણ (ગણચિન્તકો) પ્રાસુક એષણીય (અચિત્ત, દોષરહિત) ભોજન પાણી ઔષધ વસા-પાત્રાદિ ઉપકરણ ઉપાશ્રય મેળવી આપવાની વિધિ વડે સમગ્ર કાલ નિરાકુલ (આકુલ વ્યાકુલતાથી રહિતપણે) પાલન કરવાને સમર્થો છે. तलवर्गिकाः पुनस्त्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो ज्ञातव्याः । વળી આ જૈનેંદ્રશાસનરૂપ રાજમંદિરમાં તલાટીઓ સામાન્ય સાધુઓ જાણવા. यतश्चेदं मौनीन्द्र शासनभवनमनुज्ञातं सूरिणा चिन्त्यते सदुपाध्यायै रक्ष्यते गीतार्थवृषभैः परिपुष्टिं नीयते गणचिन्तकैर्विहित निश्चिन्त समस्तव्यापार सामान्य साधुभिरतस्तैरधितिष्ठितमित्युच्यते । જે કારણ માટે આ મૌનીજ શાસનરૂપ રાજમંદિર આચાર્ય વડે અનુશા કરાયેલું, સદુપાધ્યાયો વડે ચિત્તવન કરાય છે, ગીતાર્થવૃષભો વડે રક્ષણ કરાય છે, ગણચિત્તકો વડે અત્યંત પુષ્ટ કરાય છે, સામાન્ય સાધુઓ વડે ચિંતા રહિતપણે સર્વ કાર્ય નિષ્પત્તિવાળું (રાજમંદિર) છે, આથી તેઓ (આચાર્યો, ઉપાધ્યાયો, ગીતાર્થવૃષભો, ગણચિન્તકો અને સામાન્ય સાધુઓ) વડે તે રાજમંદિર ભરચક રહેલું છે એમ કહેવાય છે. स्थविराजनाः खल्वार्यालोका मन्तव्याः । સાધીઓના સમુદાયો આ મંદિરમાં નિલે સ્થવિરાજન માનવા. નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્વી રૂા. ૭-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશાનાદિસંગ્રહ ૧૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦ તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે. શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy