________________
૪3૮
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર અનાદિ તત્વો લાગેલાં હતાં કે જેનો નાશ કર્યા પછી જ એ અત્યારે જે સ્વરૂપદશા છે એને મેળવી શક્યો છે. એકેંદ્રિયપણું, નિગોદપણું, મિથ્યાત્વપણું, અજ્ઞાનીપણું આ બધાય આપણા આત્માને અનાદિ કાળથી લાગેલા હતા છતાં એ બધાનો આપણે નાશ કર્યો અને પરિણામે શ્રાવક જેવા ઉત્તમકુળ અને જૈનધર્મ જેવા પરમ કલ્યાણકારી ધર્મને મેળવી શકયા. એટલે આ રીતે આપણે જોયું કે અમુક પદાર્થો અનાદિ હતા છતાં એનો અંત આવી ગયો. હવે બીજી તરફ આપણે જીવને આશ્રીને જ વિચારીએ કે આપણા જીવનું અસ્તિત્વ અનાદિ કાળનું છે અને એ જીવનો કદી પણ અંત આવવાનો નથી જ એટલે એ જીવ અનાદિ હોવાની સાથે અનંત પણ છે. આપણે જાણીએ છીએ કે નિગોદાણાની પ્રાપ્તિ, મિથ્યાત્વનો ઉદય, અજ્ઞાનની સત્તા, અનાદિ એકેંદ્રિયપણું એ બધાના અસ્તિત્વનું મુખ્ય કારણ આત્મા ઉપર લાગેલ કર્મ છે. એ કર્મો દૂર થતાં ગયાં તેમ તેમ આત્મા વધારે ને વધારે સારી અવસ્થાને પ્રાપ્ત કરતો ગયો. એટલે એટલું તો ખરું જ કે કર્મોનો નાશ થાય છે જ. તો એક વખત એવો પણ જરૂરી આવવાનો કે જ્યારે આ રખડપટ્ટીને કરાવનાર જે કર્યો છે એ પણ બધા દૂર થઈ જશે અને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશમાન થશે એટલે આપણે એટલું તો જરૂર જાણી લીધું કે આ રખડપટ્ટી અનાદિ હોવા છતાં તેનાં કારણોનો નાશ થઈ શકતો હોવાથી અનંત તો નથી જ. એનો અંત અવશ્ય આવી શકે છે. કર્મનું જોર અને આત્માનું ચૈતન્ય.
પણ આપણે આ અનાદિની રખડપટ્ટીનો નાશ થાય છે એ વાત સિદ્ધ કરવા માટે અનાદિ નિગોદ-અનાદિ એકેંદ્રિયપણાના નાશનો આશ્રય લીધો હતો અને એ પદાર્થોને અનાર્દિ બતાવવાની સાથે સાન્ત (અંતવાળા) બતાવ્યા હતા. તો આ સ્થાને આપણા માટે એ વસ્તુ સિદ્ધ કરવાની રહે છે કે આપણને લાગેલ એકેંદ્રિયપણું અનાદિકાળનું હતું ? જો આ નિગોદએકેન્દ્રિયપણું વિગેરેને આપણે અનાદિ સિદ્ધ કરી શકીએ તો પછી એના નાશને દૃષ્ટાંત તથા હેતુરૂપ માનીને રખડપટ્ટીરૂપ કાર્યના નાશનું અનુમાન બાંધવામાં આપણને લેશ પણ અડચણ નહિ આવે.
સંસારમાં બે સ્થિતિ એવી છે કે એ અવશ્ય ટકી રહે છે, અને એનો નાશ કરી શકાતો નથી. ગમે તેવા સંયોગો આવે અને ગમે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છતાં એ સ્થિતિનો નાશ નથી થઈ શકતો. આ બે સ્થિતિઓ કઈ ? (૧) ઓછામાં ઓછી સ્થિતિ અને (૨) વધારેમાં વધારે સ્થિતિ. એટલે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ. એક વસ્તુની બે સ્થિતિઃ-એક હલકામાં હલકી અને બીજી ઉંચામાં ઉંચી. હલકામાં હલકીનો અર્થ જ એ કે જેના કરતાં હલકી સ્થિતિ એ વસ્તુની થતી જ ન હોય, છતાં તે જો થતી હોય તો એનું નામ હલકામાં