SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૪oo. તા.૨૬-૦-૩૪ શ્રી સિદ્ધચક ૮ આચાર્યદિપદ0ો જ વડી દીક્ષા આપે. ૯ તપ આદિના કાઉસ્સગ્નમાં લોગસ્સ સંપૂર્ણ ગણવા. (એક પત્ર) ૧ સર્વ તીર્થકર મહારાજાઓના શાસનમાં ગણાવેલ સાધુ સાધ્વીની સંખ્યા કેવળજ્ઞાન પામનારાઓને બાદ કરીને બધી બકુશકુશીલની જ છે. ૨ જંબૂસ્વામીજીના નિર્વાણથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલ જ સાધુ હોય અને તેનાથી જ તીર્થ હોય. ૩ વ્રત, સાધુપણું અને સામાયિકને નહિ માનનારો શ્રમણસંઘથી દૂર કરવા લાયક છે એમ વ્યવહારભાષ્ય જણાવે છે, અને તે પ્રમાણે અમદાવાદમાં દૂર કરાયેલો પણ છે. ૪ શ્રીભગવતીસૂત્રના હજાર વર્ષ સુધી પૂર્વધર હોવાના લેખને આધારે ભગવાન મહાવીરનું શાસન આ મધ્યક્ષેત્રમાં જ છે. ૫ મૂલોત્તરગુણના દોષવાળા તથા ત્રણ ગૌરવવાળા, ઋદ્ધિયશની ઈચ્છાવાળા, મલિન ચારિત્રયુક્ત સાધુના પરિવારવાળા, શરીર અને ઉપકરણની શોભાને અનુસરનારા ઈદ્રિય અને મનને નિયમિત નહિ રાખનારા બકુશકુશીલો હોય છે એમ તત્ત્વાર્થ ભાષ્યકાર વિગેરે સ્પષ્ટપણે કહે છે. ૬ દ્રવ્ય ચારિત્રના રાગવાળા, શાસનની સાચી શ્રદ્ધાવાળા અને શાસ્ત્રના યથાર્થ બોધવાળા જ ભાવચારિત્રી હોઈ શકે. ૭ દશવૈકાલિકચૂર્ણિકાર દુઃષમાકાલમાં પુસ્તક રાખવાં તે પણ સંયમ છે એમ સ્પષ્ટપણે જણાવે છે. (જૈન જ્યોતિ) ********* * ૧ આઠ વર્ષની દીક્ષાના પુરાવા તેને માટે જ ઉપયોગી થાય કે જેઓ નાની ઉંમર ગણી આઠ વર્ષે દીક્ષા ન માને, અત્રે તો મને તુ THષ્ટમવર્ષાપિ રીક્ષા ચને એ વગેરે અનેક શાસ્ત્રોમાં જણાવેલ છે કે ગર્ભ રહ્યો ત્યારથી આઠમું વર્ષ, બેસે ત્યારથી પણ દીક્ષા હોય છતાં એ વાતને નથી માનવી માટે તેવો પાઠ ન હોય અગર તે માન્ય ન હોય તો તે વાત સ્પષ્ટ કરવી. ૨ કેવલિપણાનો પર્યાય પોતેજ આઠ વર્ષ ન્યૂન કોડ પૂર્વનો ગણ્યો છે ને તે વાત ૩Bતોડષ્ટવર્ષોનં. એવા ગુણસ્થાનક્રમારોહના પાઠ વિગેરેથી સિદ્ધ છે, ને તેવાઓને પર્યાવં વાર્ષિવા વિનાએવા લોકપ્રકાશના પાઠ વિગેરેને માનનારા આઠમાની શરૂઆતે દીક્ષા માને તેમાં નવાઈ શી?
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy